પાંચ મિલિયન ફેસબુક ફેન્સે બનાવી પોર્શેની આ શાનદાર કાર
હાલના સમયે કાર નિર્માણ કરતી કંપનીઓ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પોતાના ફેન ફોલોઅર્સને લઇને ઘણી જ ઉત્સાહિત છે. ખાસ કરીને વૈભવી અને સ્પોર્ટ્સ કાર રજૂ કરવા માટે જાણીતી પોર્શે કંપની. જ્યારે પોર્શેના ફેસબુક પેજમાં તેના ફેન્સનો આંકડો 2 મિલિયને પહોંચ્યો હતો ત્યાર તેણે એક સ્પેશિયલ કાર કેયમન એસ રજૂ કરી હતી. એજ રીતે આ વખતે પણ પોર્શે દ્વારા એક સ્પેશિયલ એડિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે.
થોડાક મહિના પહેલા પોર્શેના ફેન ફોલોઅર્સની સંખ્યા 5 મિલિયનને આંબી ગઇ હતી અને ફરી એકવાર કંપનીએ આ પળને કંઇક ખાસ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ વખતે તેણે એક અનોખો પ્રયોગ કરતા પોતાના આ ફેન્સ પાસેથી પોતાના સ્પેશિયલ મોડલના વિકાસ માટે સૂચનો મંગાવ્યા હતા. જેને લઇને આ સ્પેશિયલ કાર બનાવવામાં આવી છે, જે થોડાક દિવસ પહેલા જ નિર્માણ પામી છે અને બે લકી ફેન્સને આ કાર ચલાવવાની તક કંપની દ્વારા આપવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્પેશિયલ કાર અંગે.

5એમ પોર્શે ફેન્સ
આ કાર છે પોર્શે 911 કાર્રેરા 4એસ 5 મિલિયન ફેન્સ એડિશન છે. આ કારને બ્લ્યુ અને વ્હાઇટ કલર કરવામાં આવી છે. જેમાં 5એમ પોર્શે ફેન્સ એવું લખવામાં આવ્યું છે.

કારનું એન્જીન
આ સ્પેશિયલ એડિશનમાં 3.8 લિટર ફ્લેટ સિક્સ એન્જીન 400 એચપી અને 325 એલબી એફટી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કારની સ્પીડ
કંપની અનુસાર આ કારની સ્પીડ 4.3 સેકન્ડમાં 96 કિમી પ્રતિ કલાકની છે અને તે વધુમા વધુ 297 કિમી પ્રતિકલાક સુધી જઇ શકે છે.

ખાસ પ્રકારે કરાઇ તૈયાર
ફેન્સના સૂચનો થકી બનાવવામાં આવેલી આ કારમાં બ્લ્યુ કલરમાં એલ્યુમિનિય પ્લેટ લગાવવામાં આવી છે, જેમા એવું લખવામાં આવ્યું છે કે, 5 મિલિયન પોર્શે ફેન્સ દ્વારા બનાવવામાં આવેલી કાર. આ જ શબ્દો એલ્યુમિનિયમ ડેશબોર્ડમાં પણ લખવામાં આવ્યા છે.

કારની ડિઝાઇન
પોર્શે દ્વારા જણાવવામાં આવ્યાનુંસાર આ કારની ડિઝાઇન શાનદાર ક્રાફ્ટમેનશીપ દ્વારા તૈયાર કરવામાં આવી છે તેમજ કારનું ઇન્ટિરિયર સ્પોર્ટી અને યુનિક બનાવવામાં આવ્યું છે.

કારનું ઇન્ટિરિયર
કારના ઇન્ટિરયિયરમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે, ડોર પેનલ, પીડીકે ગીયર સિલેક્ટર અને પેડલ.

વ્હીલને સ્પોર્ટી ટચ
પોર્શે દ્વારા પોતાની આ ખાસ એડિશનને વધુ ખાસ બનાવી છે. તેણે પોતાના વ્હાઇટ વ્હીલ્સને એ રીતે બનાવવામાં આવી છે કે, તે કારને વધુ સ્પોર્ટી ટચ આપે છે.

કારનું આવરણ
કારને એક એવું સ્ટાઇલિશ આવરણ આપવામાં આવ્યું છે કે જે આ કારને તેની અન્ય કાર તથા અન્ય કંપનીઓની વૈભવી અને સ્પોર્ટી કારથી અલગ પાડે છે.

મધ્યમાં સિલ્વરસ્ટોન
પોર્શેના ફેસબુક ફેન્સ દ્વારા જે પ્રકારના સૂચન કરવામા આવ્યા હતા તેને ધ્યાનમાં રાખીને પોર્શેએ કારના મધ્યમાં સિલ્વરસ્ટોનનો પ્રયોગ પણ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
