આ છ બાઇક્સની જોવાઇ રહી છે આતુરતાથી રાહ
ભારતીય ટૂવ્હીલર બજાર સતત વધી રહ્યું છે. જ્યાં એક સમયે ભારતીય રસ્તાઓ પર માત્ર કોમ્પ્યુટર બાઇક્સનો જલવો હતો ત્યાં હવે દેશના યુવાઓ હેવી સીસીની એન્જીન ક્ષમતાની બાઇક્સને વઘારે પસંદ કરી રહ્યાં છે. કદાચ આ જ કારણ છે કે વાહન નિર્માતા હેવી સીસીની એન્જીન ક્ષમતાની બાઇક્સને બજારમાં ઉતારવાની પૂરી તૈયારીમાં લાગી ગયા છે. આ વર્ષે ભારતીય ટૂ વ્હીલર બજારમાં ઘણી શાનદાર બાઇક્સ રજૂ કરવામાં આવશે.
જેની રાહ દેશના યુવાનો આતુરતાથી જોઇ રહ્યાં છે. જો કે, કંપનીઓએ પોતાની આ શ્રેષ્ઠ બાઇક્સને રજૂ કરવાની તારીખ વિગેરે માહિતી હજુ સુધી આપી નથી, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે, આ નાણાકિય વર્ષમાં આ બાઇક્સ ભારતીય રસ્તાઓની શોભા વધારશે. આ મોસ્ટ અવેટેડ બાઇક્સની યાદીમાં છ બાઇક્સને સામેલ કરવામાં આવી છે. જેમા યામહા, બજાજ, હાર્લે ડેવિડસન, હોન્ડા, કેટીએમ અને રોયલ એન્ફિલ્ડની શાનદાર બાઇક છે. તો ચાલો તસવીરોના માધ્યમતી જાણીએ આ બાઇક્સ અંગે.

યુવાનો છે આતુર
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ એ કઇ-કઇ બાઇક્સ છે કે જેનો યુવાનો આતુરતાથી રહા જોઇ રહ્યાં છે.

બજાજ પલ્સર 375
દેશની અગ્રણી ટૂ વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટો આ વખતે પોતાની લોકપ્રિય સ્પોર્ટ બાઇક પલ્સરની રેન્જમાં વધારો કરવા જઇ રહી છે. કંપની આ વખતે પલ્સરના નવા અવતાર 375ને રજૂ કરશે.

કેટીએમ ડ્યૂક 390
બજાજ ઓટો દ્વારા અધિગ્રહિત ઓસ્ટ્રિયાની પ્રમુખ મોટરસાઇકલ નિર્માતા કંપની કેટીએમ આ વખતે પોતાની ડ્યૂક શ્રેણીની ડ્યૂક 390ને રજૂ કરવા જઇ રહી છે.

હાર્લે ડેવિડસન
અમેરિકાની પ્રમુખ ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની હાર્લે ડેવિડસન આ વખતે 500 સીસીના એન્જીનની ક્ષમતા સાથે બાઇક ઉતારવા જઇ રહી છે. માહિતી અનુસાર આ વખતે કંપની હાર્લે ડેવિડસનને 500 સીસીના એન્જીનની ક્ષમતા સાથે રજૂ કરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ બાઇકની કિંમત હાર્લેની અન્ય બાઇક્સની સરખામણીએ ઓછી હશે.

હોન્ડીની સીબી 400
જાપાનીઝ વાહન નિર્માતા કંપની હોન્ડાએ ભારતીય બજારમાં પોતાની સીબીઆર રેન્જમાં ઘણો નફો કર્યો છે. હોન્ડી સીબીઆર રેન્જની 250 હાલ દેશમાં છે. હવે કંપની પોતાની નવી સીબી રેન્જમાં 400 સીસીની ક્ષમતાની બાઇક રજૂ કરવા જઇ રહી છે.

રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી
વિશ્વને બુલેટ જેવી શાહી સવારીની મજા અપાવનારી દેશની પ્રમુખ ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની રોયલ એન્ફિલ્ડ પોતાની નવી બાઇક કોન્ટિનેન્ટલ જીટીને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. થંડરબર્ડ 500ને રજૂ કરતી વખતે આ વાત જણાવવામાં આવી હતી.

યામહા આર250
જાપાની વાહન નિર્માતા કંપની યામાહાની આર1 સીરીઝ ઘણી લોકપ્રિય થઇ છે. હવે કંપની આર250ને ભારતીય બજારમાં રજૂ કરવા જઇ રહી છે. બની શકે છે કે કંપની આ બાઇકને આ જ વર્ષમાં રજૂ કરી દે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
