આ કારને જોઇને તમે પણ મર્સીડિઝને જેમ કહેશો 'Ah My God'
મર્સીડિઝ બેન્ઝે ભારતમાં પોતાની આગામી કોમ્પેક્ટ પરફોર્મન્સ કાર CLA45 AMGને લોન્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ભારતમાં પોતાના આ નવા વ્હીકલને આવકારવા માટે જર્મનની વૈભવી કાર નિર્માતા કંપનીએ એક નવું કેમ્પેન તૈયાર કર્યું છે. CLA45 AMGમાં એએમજી એન્જીન આપવામાં આવ્યું છે અને પોતાની કારના આ ત્રણ અક્ષર (AMG)ને વર્ણવતા કહે છેકે તેમની કાર 'Ah My God'(આહ માય ગોડ) છે.
'Ah My God' કેમ્પેનને નવા માર્કેટને ટાર્ગેટ કરવામાં માટે ઉપયોગમાં લેવામાં આવશે જ્યાં CLA45 AMGને લોન્ચ કરવામાં આવશે. બધા એ વાતથી અવગત છેકે એએમજીએ મર્સીડિઝ બેન્ઝ તથા હાલની ફોર્મુલા વનની સફળ ટીમ મર્સીડિઝ એએમજી પેટ્રોનસનું પરફોર્મન્સ સેક્શન છે. મર્સીડિઝ બેન્ઝએ પહેલી કાર નિર્માતા કંપની છેકે જે ભારતમાં કોમ્પેક્ટ પરફોર્મન્સ સેડાનને ઉતારી રહી છે. આ જાહેરાત કેમ્પેનનો ઉદેશ્ય માત્ર છેકે જર્મન કાર નિર્માતા કંપની પોતાના પાવર પેક્ડ વ્હીકલને વર્ણવા માટે આ શબ્દનો ઉપયોગ કરી રહી છે. એ સમાન્ય વાત છેકે જ્યારે કોઇ અદ્ભૂત વસ્તુ જોઇએ અથવા તો લઇએ ત્યારે તેને સામાન્ય શબ્દોમાં વર્ણવી ઘણી જ મુશ્કેલ બની જાય છે.

CLA45 AMGનું એન્જીન
જર્મન વૈભવી કાર નિર્માતા કંપની પોતાની કોમ્પેક્ટ પરફોર્મન્સ સેડાન કારમાં 2.0 લીટરનું ટર્બોચાર્જ્ડ 4 સિલિન્ડર એન્જીન આપે છે. જેમાં સ્પોર્ટ ડિરેક્ટ ઇન્જેક્શન ટેક્નલોજી છે, જે પેટ્રોલ પાવર્ડ છે. CLA45 AMGના ફીચરમાં 7 સ્પીડ AMG SPEEDSHIFT ગીયરબોક્સને ઓલ વ્હીલ સિસ્ટમ સાથે આપવામાં આવ્યું છે.

શા માટે Ah My God
ફાઉન્ડર અને ક્રિએટિવ ચેરમેન, ક્રિએટિવલેન્ડ એશિયાના સંજન રાજ કુરુપે સમજાવ્યું કે, જ્યારે CLA 45 AMG દ્વારા આપવામા આવતા પાવરનો આપણે ઉપયોગ કરીશું ત્યારે આપણે જાતે જ Ah My God શબ્દ બોલી ઉઠીશું. ભારતમાં લોન્ચ થઇ રહેલી મર્સીડિઝ બેન્ઝની કારના ટીવી કોમર્શિયલ સાથે જોડાઇને અમે ઘણા જ ઉત્સાહી છે.

22 જુલાઇએ લોન્ચ કરવામાં આવશે કેમ્પેન
22 જુલાઇએ CLA45 AMGના લોન્ચિંગ સાથે જ મર્સીડિઝ દ્વારા ભારતમાં ટેલિવિઝન એડ કેમ્પેનને લોન્ચ કરવામા આવશે અને સાથે પ્રિન્ટ કેમ્પેન શરૂ કરવામાં આવશે.
CLA45 AMGનો વીડિયો
તેમ છતાં તમે જો એ જાહેરાતને નીહાળતી પોતાની જાતને અટકાવી શકતા નથી તો અમે અહીં એક વીડિયો દર્શાવી રહ્યાં છો, તમે તેને જઇ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
