મર્સીડિઝની સી ક્લાસ લોન્ચઃ જાણો શું છે ખાસ આ કારમાં
જાણીતી જર્મન વૈભવી કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝ દ્વારા ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની સી ક્લાસ કારને લોન્ચ કરવામાં આવી છે. નોંધનીય છેકે સી ક્લાસ ભારતીય ઓટો બજારમાં મર્સીડિઝ બેન્ઝની ઘણા લાંબા સમયથી સારું એવું વેચાણ ધરાવતી કાર છે. તો ચાલો આ કાર અંગેની ખાસ બાબતો પર નજર ફેરવીએ, જે અહીં નીચે જણાવવામાં આવી છે.
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસની કિંમત
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસની કિંમત અંગે વાત કરવામાં આવે તો તેની એક્સ શોરૂમ દિલ્હી કિંમત 40.90 લાખ રૂપિયા છે.

હાલના સમયે મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસને ભારતીય બજારમાં પેટ્રોલ વેરિએન્ટ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, જ્યારે તેના ડીઝલ વેરિએન્ટ્સને વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવશે. પેટ્રોલ એન્જીન અંગે વાત કરવામાં આવે તો તેમાં 1.9 લિટર, 4 સિલિન્ડર એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 5500 આરપીએમ પર 181 બીએચપી અને 1200થી 1400 આરપીએમ પર 300 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. આ કારમાં 7 સ્પીડ, જી ટ્રોનિક ગીયર બોક્સ આપવામાં આવ્યું છે, જે કારને 7.3 સેકન્ડમાં 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં મદદરૂપ થઇ શકે છે.
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ ટેક્નોલોજી
હાલના સમયે ભારતીય બજારમાં મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ એક મોસ્ટ ટેક્નોલોજીકલી એડ્વાન્સ્ડ કાર છે. કારમાં એડવાન્સ્ડ ટેલીમેટિક્સ અને આઇટી સિસ્ટમ આપવામાં આવી છે. આ કારને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છેકે જેથી તે માત્ર ડ્રાઇવરને જ સારા ડ્રાઇવિંગ અનુભવનો આનંદ નથી આપતી પરંતુ કાર કોમ્યુનિકેટમાં પણ મદદરૂપ થાય છે.
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ ફીટર્સ
- ડ્રાઇવ મોડ સિલેક્ટર(કમ્ફર્ટ, ઇકોનોમી, સ્પોર્ટ, સ્પોર્ટ પ્લસ, ઇન્ડિવીડ્યુઅલ ડ્રાઇવ મોડ)
- સ્ટીયરિંગ વ્હીલ પર શિફ્ટ પેડલ્સ
- એલઇડી ઇન્ટેલિજન્ટ લાઇટ સિસ્ટમ, એડપ્ટિવ મેઇન બીમ એસિસ્ટ સાથે
- ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, સ્ટાન્ડર્ડ ટચ પેડ સાથે
- જીએઆરએમઆઇએન મેપ પાયલોટ નેવિગેશન, 3ડી વિઝ્યુઅલાઇઝેશન
- ઍમ્બિઅન્ટ લાઇટિંગ, ઇલ્યુમિનેટેડ ડોર સિલ પેનલ્સ સાથે
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ સેફ્ટી
- 7 એરબેગ્સ
- પ્રી સેફ
- અટેન્શન એસિસ્ટ
- ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ
- હિલ સ્ટાર્ટ એસિસ્ટ
- ઇએસપી
- એએસઆર
- બીએએસ
- એબીએસ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
