હવે બાઇક્સમાં પણ આવી ગયું નેવિગેટર
આ સમયે નેવિગેશન સિસ્ટમનું ચલણ ઘણુ વધી ગયું છે. દરેક વ્યક્તિ ઇન્ટરનેટ, જીપીએસ અને શાનદાર મેપ જેવી ટેક્નિક સાથે દરેક પળે જોડાયેલો રહેવા માગે છે. મહાનગરોમાં જીપીએસ ટેક્નિકનો ઘણો પ્રયોગ કરી રહ્યા છે. નેવિગેશન સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કોઇપણ તણાવ અને ચિંતા વગર ગમે તે જગ્યાએ જઇ શકે છે, જો તમને રસ્તાની સમજ ના હોય તો પણ આ સિસ્ટમ તમને એક ગાઇડની જેમ જાણકારી પ્રદાન કરતી રહેશે.
પરંતુ હજુ સુધી નેવિગેશન સિસ્ટમ માત્ર કાર્સ સુધી જ સિમિત હતી, જો કે હવે જીપીએસ ટેક્નિકની ડિવાઇસ બનાવનારી દેશની પ્રમુખ કંપની મેપ માય ઇન્ડિયાએ બાઇક્સ માટે પણ એક શાનદાર નેવિગેટરને રજૂ કર્યું છે. મેપ માય ઇન્ડિયાએ પોતાના આ નવા નેવિગેટરને ટ્રેલબ્લેજર નામ આપ્યું છે. તમને જણાવી દઇએ કે આવું પહેલીવાર છે કે જ્યારે કોઇ કંપનીએ બાઇક માટે નેવિગેશન સિસ્ટમ બજારમાં ઉતારી હોય. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ નેવિગેટરને.

આવી ગયું નેવિગેટર
આ નેવિગેટરને તમારી બાઇકમાં લગાવવા માટે માત્ર 16 હજાર રૂપિયાનો ખર્ચ થશે, જે વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે.

ટીએફટી ડિસપ્લે
આ સિસ્ટમમાં 8.9 ઇંચની ટચ ટીએફટી ડિસપ્લે સામેલ કરવામાં આવી છે, જેમાં ઘણા બધા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે.

3 ડી નેવિગેશન ફીચર
આ સિસ્ટમમાં 3ડી નેવિગેશન ફીચરને પણ સામેલ કરવામાં આવ્યું છે. તમે 3ડી વ્યૂમાં તમારી આસપાસના ક્ષેત્રને જોઇ શકો છો.

જીપીએસ સિસ્ટમ
આ ઉપરાંત જીપીએસ સિસ્ટમથી તમે તમારા મનગમતા એડ્રેસને પણ પ્રાપ્ત કરી શકો છો.

સજેસ્ટિવ કિબોર્ડ
મેપ માય ઇન્ડિયા ટ્રેબલેઝરમાં સજેસ્ટિવ કિબોર્ડનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તમે આ કિબોર્ડમાં કોઇ સ્થળ અંગે સર્ચ કરવા ટાઇપ કરશો તો એ સ્થળ માટે આ કિબોર્ડ તમને સજેસ્ટ કરશે.

ગ્રામીણ વિસ્તારની જાણકારી
એટલું જ નહીં આ નેવિગટેરથી તમને માત્ર શહેરના વિસ્તારો જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તાર અંગે પણ સંપૂર્ણ માહિતી હાંસલ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
