આ ભારતીય સેલિબ્રિટીઓની શાહી સવારી છે રોલ્સ રોય્સ
રોલ્સ રોય્સની સવારીનું સ્વપ્ન દરેક વ્યક્તિ જોતી હોય છે. જી હાં, શાનદાર લુક, દમદાર એન્જીન અને વૈભવી ફીચર્સથી ભરપૂર આ કારના વિશ્વભરમાં અનેક દિવાનાઓ છે. આ કારની લોકપ્રિયતા એ હદે છેકે વિશ્વની મોટામાં મોટી હસ્તી પણ આ કારમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. રોલ્સ રોય્સને અમુક વર્ષો પહેલા જ ભારતમાં અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ આ કારે ભારતીય રસ્તાઓ પર વર્ષો પહેલા પોતાનો ડગ માંડી દીધો હતો.
જીહાં, આપણા દેશના રાજા મહારાજાઓ પણ આ કારના શોખીન રહ્યાં છે, વાત મૈસૂરના રાજાની કરીએ તો તેમની એકાદ બે વર્ષો પહેલા તેમની રોલ્સ રોય્સની હરાજી કરવામાં આવી હતી. રોલ્સ રોય્સ મુખ્ય રીતે બ્રિટીશ કાર નિર્માતા કંપની છે અને આ બ્રાન્ડના બે મોડલ ઘોસ્ટ અને ફેંટમ વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય છે. ભારતીય ગ્રાહકોની વચ્ચે આ કાર ઘણી લોકપ્રિય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે દેશમાં રોલ્સ રોય્સની સવારી કરનાર સેલિબ્રિટી કોણ કોણ છે.
આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝનઃ એલાન્ટ્રા, ઓક્ટિવા, જેટ્ટા અને કોરોલા એલ્ટિસ
આ પણ વાંચોઃ- ભારતમાં લોન્ચ થયેલી નવી લેમ્બોર્ગિની હુરાકૈનની 10 જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 હાઇબ્રિડ કાર્સ, જે બની શકે છે તમારી પહેલી પસંદ

અમિતાભ બચ્ચનની રોલ્સ રોય્સ
સદીના મહાનાયક અને બૉલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનની શાહી સવારીઓમાં બેંટલે, ઑડી, બીએમડબલ્યુ જેવી અનેક વૈભવી કાર સામેલ છે, પરંતુ તેઓ પોતાની શાનદાર રોલ્સ રોય્સમાં મુસાફરી કરવાનું સૌથી વધારે પસંદ કરે છે.

આમિર ખાન પણ પસંદ કરે છે રોલ્સ રોય્સ
બૉલિવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી જાણીતા આમિર ખાને પણ રોલ્સ રોય્સની શાનદાર કાર ઘોસ્ટ ખરીદી છે. આમિરની આ શાનદાર કારની કિંમત 3.11 કરોડ રૂપિયા છે.

માન્યતા દત્તની રોયલ સવારી
બૉલિવુડના ખલનાયક એટલે કે સંજય બાબાની પત્ની માન્યતા દત્તની પાસે પણ એક શાનદાર રોલ્સ રોય્સ કાર છે. સંજય દત્તે પોતાના બે જોડકા બાળકોના જન્મ સમયે માન્યતાને આ શાનદાર કાર ભેંટમાં આપી હતી.

ચીરંજીવી રોલ્સ રોય્સના દિવાના
દક્ષિણ ભારતના જાણીતા અભિનેતા ચીરંજીવી પણ આ બ્રિટીશ બ્રાન્ડના દિવાના છે. ચીરંજીવીના પુત્ર રામચરણ તેજાએ પોતાના પિતાને રોલ્સ રોય્સ ફેંટમ ભેંટમાં આપી હતી.

વિજય માલ્યાની રોલ્સ રોય્સ
એક સમયે દેશના પ્રમુખ બિઝનેસ ટાયકૂન ગણાતા અને લિકર કિંગના નામથી જાણીતા વિજય માલ્યા પાસે પણ રોલ્સ રોય્સ ઘોસ્ટ કાર છે, આ ઉપરાંત તેમની પાસે મેયબેકની શાનદાર સિડાન કાર પણ છે.

વિજયની શાહી સવારી રોલ્સ રોય્સ
તમિળના ફિલ્મોથી પોતાની શરૂઆત કરનારા વિજય ચંદ્રશેખરે પણ રોલ્સ રોય્સ ઘોસ્ટ કાર ખરીદી છે. વિજય હાલના સમયે દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.

દિગ્દર્શક શંકરની રોલ્સ રોય્સ
દક્ષિણ ભારતના જાણીતા ફિલ્મ દિગ્દર્શક શંકર પાસે પણ રોલ્સ રોય્સની શાનદાર ઘોસ્ટ કાર છે.

ઇમેજ સાથે સેટ નહીં થનારાઓને નથી અપાતી રોલ્સ રોય્સ
રોલ્સ રોય્સ એક મોટું નામ છે અને તેની ઇમેજ વિશ્વભરમાં રોયલ કાર તરીકેની છે. આ કાર નિર્માતા કંપની પણ પોતાની ઇમેજને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. કંપની એ લોકોને કાર નથી વેચતી જે તેની ઇમેજ સાથે સેટ થતાં ન હોય. તેમણે ભારતીય અભિનેત્રી મલિક્કા શેરાવતને કાર વેચવાનો ઇન્કાર કરી દીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
