સફળ છતાં બજારમાંથી ગાયબ થઇ ગઇ આ 10 કાર્સ
ભારતીય ઓટોમોબાઇલ બજારમાં દરરોજ એક નવી કાર લોન્ચ થઇ હોવાના સમાચાર આપણને મળતા રહે છે. કેટલીક કાર્સ આપણા બજેટની હોય છે તો કેટલીક બજેટ બહારની. કેટલીક કાર્સ સારું ઇન્ટીરિયર્સ તો કેટલીક સારું એક્સ્ટેરિયર્સ ધરાવે છે, કેટલીક એવરેજના મામલે શાનદાર હોય છે તો કેટલીક પરફોર્મન્સના મામલે. પરંતુ સમય જતા તેમાની કેટલીક કાર્સ ક્યારે ગાયબ થઇ જાય છે, તે ખબર પડતી નથી.
આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ કે જે લોકપ્રિય થઇ હોવા છતાં પણ કંપનીને એ કારનું પ્રોડક્શન બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં મારુતિ 800, ઝેન અને ટોયોટા ક્વાલિસ આવે છે, તો કેટલીક કાર્સ એવી પણ છેકે જે જાદૂ ચલાવવામાં નિષ્ફળ રહી હતી અને તેના કારણે કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કરવું પડ્યું હતું. જેમાં ઝેન એસ્ટ્લો અને ફોર્ડ આઇકોન આવે છે. તો ચાલો તસવીરો થકી ટોપ 10 બજારમાંથી ગાયબ થઇ ગયેલી કાર્સ અંગે જાણીએ.

ટાટા સિએરા
આ બે ડોર ધરાવતી એસયુવીને 90ના દશકામાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારનું એન્જીન 68 બીએચપી જનરેટ કરતું હતું જે હિલ પ્રદેશ માટે પુરતું નહોતું તેમ છતાં એ સમયે આ પ્રકારની સમસ્યાને બહું ધ્યાને લેવામાં આવતી નહોતી.

સ્ટાન્ડર્ડ 2000
આ કાર બજારમાં માત્ર ચાર વર્ષ પુરતી જ જોવા મળી હતી. 1986માં જ્યારે આ કાર ભારતમાં આવી ત્યારે આ પહેલી એવી કાર હતી, જેમાં સીટબેલ્ટ્સ, સેન્ટ્રલ લોકિંગ અને પાવર સ્ટીયરિંગ આપવામાં આવ્યું હતું.

પીજોટ 309
આ કારને 90ના દશકામાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. તે સમયે ભારતીય બજારમાં કાર્સમાં જોઇએ તેટલી સુવિધાઓ આપવામાં આવતી નહોતી, તેમ છતાં આ કાર્સને ચલાવો ત્યારે તે સ્મૂથ અને મૂલ્યવાન અનુભવ આપે છે.

હિન્દુસ્તાન કોન્તેસા
આ ભારતની પહેલી વૈભવી કાર હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. આ કારમાં 1.8 લિટર પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એ સમયે ઘણું મહત્વનું ગણાતું હતું.

રોવર મોન્ટેગો
આ કારનું નિર્માણ સ્પિની મોટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તે બહું સેલિંગ નોંધાવી શકી નહોતી. જોકે આ કાર અંગે એક વાત કહીં શકાય કે આ એક સુંદર કાર છે. 1995માં આવેલી આ કારમાં 2 લિટર એન્જીન હતું જે 80 બીએચપી જનરેટ કરતું હતું.

ફોર્ડ આઇકોન
ફોર્ડ દ્વારા 1999માં ભારતમાં આ કારને લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે આ કારને લોન્ચ કરવામાં આવી ત્યારે તેની લોકપ્રિયતા સારી એવી હતી.

મારુતિ ઝેન
મારુતિ દ્વારા 1993માં આ કારને લોન્ચ કરવામાં આવી હતી. આ કારને મારુતિ 800ની પ્રતિસ્પર્ધી કાર માનવામાં આવતી હતી, આજે પણ અનેક લોકો આ કારને ખરીદવાની અચ્છા ધરાવતા હશે. લોકો જે તે સમયે આ કારને ચલાવવાનો આનંદ લેતા હતા.

મારુતિ સુઝુકી ઝેન એસ્ટ્લો
આ કારમાં ઝેન જેવી તમામ સુવિધા અને ફીચર્સ મુકવામાં આવ્યા હતા, તેમ છતાં આ કાર ઝેન જેવી અસર દર્શાવી શકી નહોતી અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં નિષ્ફળ રહી હતી. આ કારની ડિઝાઇન પર સારી હતી, પરંતુ આ કારને ખોટા સમયે લોન્ચ કરવામાં આવતા તે પોતાનો જાદૂ દર્શાવવામાં નિષ્ફળ રહી હતી.

ટોયોટા ક્વાલિસ
ટોયોટા દ્વારા ક્વાલિસને લોન્ચ કરવામાં આવી ત્યારે તેણે ભારતમાં ધૂમ મચાવી દીધી હતી અને દરેક એસયુવી લવર્સ આ કાર્સને પોતાની શોભા બનાવવા માગતા હતા, ઘણા લાંબા સમય સુધી આ કાર્સે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી જોકે કંપની અમુક સમય બાદ જ્યારે તેને ટેક્સીનું ટેગ લાગવા લાગ્યું ત્યારે કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું.

મારુતિ 800
મારુતિ દ્વારા લોન્ચ કરવામાં આવેલી મારુતિ 800 અત્યારસુધી સૌથી વધુ વેચાણ ધરાવતી કાર છે અને આજે પણ લોકો એ કારને ખરીદવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ બદલાતા સમય સાથે કંપનીએ નવા મોડલ્સ લોન્ચ કર્યા અને આ મોડલ્સનું પ્રોડક્શન બંધ કર્યું. જેના કારણે અનેક લોકો નિરાશ થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
