હુન્ડાઇએ લોન્ચ કરી નવી કાર આઇ10 ગ્રાન્ડ
દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હુન્ડાઇ હાલના સમયે ભારતીય બજારમાં પોતાની નંબર બેની પોઝીશન હટીને નંબર એક પર આવવાની યોજના બનાવી રહી છે. આ ક્રમમાં કંપનીએ પોતાની હેચબેક સેગ્મેંટમાં વધુ એક શાનદાર કાર હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડને રજૂ કરી છે. કંપનીએ હાલ આ કારને માત્ર પ્રદર્શિત કરી છે, કંપની આ કારને આગામી સપ્ટેમ્બર મહિનામાં બજારમાં ઉતારશે.
તમને જણાવી દઇએ કે, કંપની લાંબા સમયથી બીએ કોડનેમ પર કામ કરી રહી હતી, હવે કંપનીએ આ પ્રોજેક્ટને હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડનું નામ આપ્યું છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડ ભારતીય રસ્તાઓ અનુસાર ઘણી જ આદર્શ કાર છે. જ્યાં કંપનીએ કારને આકર્ષક લુક પ્રદાન કર્યું છે, તેવી જ રીતે કારની અંદર શાનદાર સ્પેશ પણ આપવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડને.

હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડનો આકર્ષક લુક
કંપનીએ નવી હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડના ફ્રન્ટ લુકને વધુ ખાસ અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. કંપનીએ આ કારમા ફ્રન્ટમાં હેક્સાગોનલ ગ્રીલ, ફોગ, લેમ્પ હાઉસિંગ અને ડેટાઇમ રનિંગ લાઇટ્સ જેવા શાનદાર ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડના આકર્ષક એલોય
કંપનીએ હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડમાં શાનદાર ડાઇમંડ સ્ટાઇલ 14 ઇન્ચ એલોય વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કારમાં કંપનીએ સાઇડમાં મોટા ગાર્ડનો પ્રયોગ પણ કર્યો છે. જે કારને શાનદાર સ્પોર્ટી લુક પ્રદાન કરે છે.

હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડનો રિયલ લુક
પાછળથી પણ આ કાર ઘણી જ આકર્ષક છે, એક પરફેક્ટનું રીયર લુકમાં સૌથી મહત્વપુર્ણ તેની ઉંચાઇ અને ટેલલાઇટ હોય છે. કંપનીએ બન્ને પર શાનદાર કામ કર્યું છે. આકર્ષક સ્મોલ ટેલલાઇટ અને રુફ રેલ કારને વધુ શાનદાર લુક પ્રદાન કરે છે.

આકારમાં લાંબી અને મોટી
હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડ, હાલની આઇ 10 મોડલની સરખામણીએ થોડી મોટી છે જેના કારણે કારની અંદર કંપનીએ સારી એવી સ્પેશ પ્રદાન કરી છે. આ કાર આઇ 10ની સરખામણીએ લગભગ 100 એમએમ વધુ લાંબી અને 0 એમએમ વધુ પહોળી છે.

પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જીન
કંપનીએ આઇ 10 ગ્રાન્ડને પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરીએન્ટમાં બનાવી છે. જેમાં પેટ્રોલ વર્ઝનમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું કપ્પા એન્જીન જેનો પ્રયોગ કંપની હાલના સમયે કરી રહી છે, તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ડીઝલ એન્જીનમાં કંપનીએ પોતાની બ્રાન્ડ ન્યુ 1.1 લીટર ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

આધુનિક ટેક્નિક
કંપનીએ આઇ 10 ગ્રાન્ડમાં શાનદાર અને આધુનિક ટેક્નિકનો પ્રયોગ કર્યો છે. જેમાં, આકર્ષક સ્ટીરિયો સિસ્ટમ, બ્લુટૂથ કનેક્ટિવિટી, યુએસબી વિગેરે, આ ઉપરાંત કંપનીએ ડીઝલ હુન્ડાઇ આઇ 10 ગ્રાન્ડમાં નાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. જેને લઇને એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, ડીઝલ વર્ઝન સારું માઇલેજ પ્રદાન કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
