આવી રહ્યાં છે હીરોના નવા મોડલ, જે કરી દેશે બધાની છૂટ્ટી
દેશની સૌથી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની હરો મોટો કોર્પે ગ્રાહકો માટે એક શાનદાર સોગાત રજૂ કરી છે. આ વખતે તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ દેશમાં એક સાથે પોતાના 15 મોડલને રજૂ કર્યા છે. જેમાં કંપનીએ પોતાના હાલના મોડલના નવા ફેસલિફ્ટ મોડલને બજારમાં ઉતાર્યા છે. જેમાં કંપનીએ પોતાની સૌથી ઓછી કિંમતના મોડલ એચએફ ડિલક્સથી લઇને કરિઝમા સુધીના મોડલને અપગ્રેડ કર્યા છે.
ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલા છે. હીરો મોટો કોર્પે પોતાના આ નવા અપગ્રેડેશનમાં પોતાની લોકપ્રિય બાઇક સ્પ્લેન્ડર, પેશન, એટએફ ડિલ્કસ પ્લેઝર, કરિઝ્મા, ગ્લેમરને સામેલ કરી છે. હાલ કંપનીએ પોતાના આ નવા મોડલોને માત્ર પ્રદર્શિત કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં કંપની પોતાના આ મોડલ્સને લોંચ કરશે. તો ચાલો તસવીરો થકી જોઇએ હીરો મોટો કોર્પની નવી રેંજને.

હીરો મોટો કોર્પના નવા મોડલ રેંજ
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ હીરો મોટો કોર્પના નવા મોડલ રેંજને.

એચએફ ઇકો ડિલક્સ
હીરો મોટો કોર્પે પોતાની સૌથી સસ્તી બાઇક એચએફ ડિલક્સને ઘણો જ નવો લુક આપ્યો છે. આ નવી બાઇકનું નામ એચએફ ઇકો છે. કંપનીએ આ બાઇકમાં શાનદાર એર ફોલ્સ, એરો મિરર અને આકર્ષક લેગ ગાર્ડનો ઉપયોગ કર્યો છે.

સ્પેલન્ડર આઇ સ્માર્ટ
હીરો મોટો કોર્પ તરફથી સર્વાધિક વેંચાતી કમ્યુટર બાઇક સ્પેલન્ડરની વની આઇ જેનને કંપનીએ બજારમાં રજૂ કરી છે. આ બાઇકમાં કંપનીએ પહેલીવાર સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. જે અત્યારસુધી ભારતીય બજારમાં કોઇપણ ટૂવ્હીલર વાહનમાં આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત તેના સિલ્વર-બ્લુ ડ્યુએલ ટોન કલર તેને વધુ સારી બનાવે છે.

સ્પેલન્ડર આઇ-સ્માર્ટ
સ્પેલન્ડર આઇ-સ્માર્ટે કંપનીને સિલ્વર અને રેડ કલરની સાથે રજૂ કરી છે. આ બાઇકનો લુક ઘણો જ શાનદાર છે. આ ઉપરાંત 6 સ્પોક એલોય વ્હીલ તેની સુંદરતાને વધારી દે છે.

સીબીઝેડનો નવો અવતાર
આ ઉપરાંત કંપનીએ પોતાની શાનદાર બાઇક સીબીઝેડના નવા એક્સ્ટ્રીમ અવતારને પણ અપગ્રેડ કર્યો છે. જેમાં કંપનીએ ઇલેક્ટ્રોનિક ઇમોબિલાઇઝર ટેક્નિકનો પ્રયોગ કર્યો છે.

નવી ટેક્નિક સાથે હીરો પ્લેઝર
હીરોએ પોતાની લોકપ્રિય સ્કૂટર પ્લેઝરમાં શાનદાર ઇન્ટરગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે. આ ટેક્નિકને કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં વિકસીત કરી છે.

કરિઝ્મા આર
હીરો મોટોની લોકપ્રિય સ્પોર્ટ બાઇક કરિઝ્માને કંનપીએ બે વેરિએન્ટમાં ઉતારી છે. એક કરિઝ્મા આર અને બીજી કરિઝ્મા ઝેડ એમઆર. બન્ને બાઇકમાં કંપનીએ શાનદાર ફ્રન્ટ માસ્ક આપ્યા છે.

કરિઝ્મા ઝેડએમઆર
આ છે હીરો કરિઝ્મા ઝેડએમઆર. તેના માસ્કને નીચે એન્જીન સુધી ઉપયોગમાં લેવાયો છે. જો કે, આર મોડલમાં તેનો આકાર નાનો છે. 223 સીસીની ક્ષમતા ધરાવતી આ બાઇક ટૂંક સમયમાં રસ્તા પર દેખાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
