ક્યારેય જોયું છે, પાછલી સીટ પર સ્ટીયરિંગ વ્હીલ!
શું તમે ક્યારેય આવી કાર જોઇ છે, જે કોઇ ડ્રાઇવર વગર જ રસ્તા પર વિહરે અને રસ્તા પર લોકોને સુરક્ષિત રાખે. જો તમે આવી કોઇ કાર રસ્તા પર જુઓ તો નક્કી તમારું હૃદય ભયની લાગણી અનુભવશે. આ વાંચીને કદાચ તમારા મનમાં ભુત પ્રેતની કહાણી શરૂ થઇ ગઇ હશે. આવો વિચાર આવવો સ્વાભાવિક પણ છે, કારણ કે કાર તો હશે પરંતુ તેમાં ડ્રાઇવર નહીં હોય.
પરંતુ જો આવી કોઇ કાર તમે જુઓ તો એક વાતની ખાતરી જરૂર કરી લો કે, આ કારનો ડ્રાઇવર આગળની સીટના બદલે પાછળની સીટ પર તો નથી બેઠોને. જી હાં, દુબઇમાં એક ગેરેજના માલિકે જાપાનીઝ કાર નિર્માતા કંપની નિસાનની શાનદાર એસયુવી પેટ્રોલને કંઇક આવી જ બનાવી છે. આ એસયુવીમાં સ્ટીયરિંગ વ્હીલ આગળ નહીં પરંતુ પાછળ છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી જોઇએ આ શાનદાર એસયુવીને.

કારનું નિર્માણ અરબના ગેરેજ માલિકે કર્યું
આ કારનું નિર્માણ અરબના એક ઓટો ટ્યૂનિંગ ગેરેજ કિંગ ઓફ કસ્ટમ્સના માલિકે આ એસયુવીને એક બેક સીટ ડ્રિવેન એસયુવીમાં બદલી નાખી છે. તમે જે તસવીર જોઇ રહ્યાં છો એ કારની ફ્રન્ટ સીટ છે, જ્યાં ત્રણ એલસીડી અને ત્રણ સીટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં ત્રણ લોકો આરામથી બેસી શકે છે.

સ્ટીયરિંગ વ્હીલ આગળના બદલે પાછળ
આ એસયુવીમાં કારનું સ્ટીયરિંગ વ્હીલ આગળના બદલે પાછળની તરફ લગાવવામાં આવ્યું છે. જો કે, સ્ટીયરિંગ વ્હીલ રોડના સાઇઝ કરતા થોડું વધુ લાંબુ કરવામાં આવ્યું છે, પરંતુ પોઝીશન પહેલાં જેવી જ છે.

સ્ટીયરિંગ સાથે સ્પીડોમીટર
પાછલી સીટ પર સ્ટીયરિંગ વ્હીલની સાથે સ્પીડોમીટરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સ્પીડોમીટરને ફ્રન્ટ રોની સીટના પાછળના ભાગે ફિક્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પીડોમીટરને જ સાઇડમાં ગીયર લીવરનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

પેટ્રોલ નિસાન તરફથી વેંચાતી શાનદાર એસયુવી
પેટ્રોલ નિસાન તરફથી વેંચવામાં આવી રહેલી શાનદાર એસયુવી કારમાંની એક છે. એ એસયુવીની માંગ અમેરિકન બજારમાં સૌથી વધારે છે.

ફ્રન્ટ રોની બન્ને સીટની મધ્યમાં
તમે જોઇ શકો છો કે, પાછલી સીટ પર સ્ટીયરિંગ વ્હીલ ફ્રન્ટ રોની બન્ને સીટની મધ્યમાં લગાવવામાં આવ્યું છે. જો કે, આ કારનું એન્જીન અને અન્ય ટેક્નોલોજી ફીચર્સ વિગેરેમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
