હવે ભારતમાં હશે ચીનની ગ્રેટ વોલ
આ વાંચીને તમને થોડી હેરાની થે કે, આખરે વિશ્વભરમાં જાણીતી ચીનની ગ્રેટ વોલ ભારતમાં કેવી રીતે હોઇ શકે? પરંતુ આ સાચી વાત છે, ચાનની જાણીતી ગ્રેટ વોલ હવે ભારતીય રસ્તાઓ પર જોવા મળશે. ગ્રેટ વોલ મોટર્સ ચીનની વાહન નિર્માતા કંપની છે. ગ્રેટ વોલ મોટર્સ હવે ભારતમાં પોતના વાહનોને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઇએ કે ગ્રેટ વોલ મોટર્સ વિશ્વભરમાં પોતાના શાનદાર એસયૂવી વ્હીક્લ્સને લઇને આવી રહી છે.
એટલું જ નહીં આ વિશ્વની સૌથી મોટી એસયૂવી વાહન નિર્માતા કંપની છે. ગ્રેટ વોલ મોટર્સે, પૂણેમાં પોતાના નવા સંયંત્રની શરૂઆત કરવાની યોજના બનાવી છે. કંપની ભારતમાં પોતાના ઇમ્પોર્ટેડ વાહનોને ઉતારવાના બદલે સીધું તેનું નિર્માણ ભારતમાં કરીને તેને વેંચવા ઇચ્છે છે. તેનાથી સૌથી વધુ ફાયદો વાહનોની કિમતને લઇને થશે. જેનાથી ગ્રાહકને ઓછી કિંમતમાં ગ્રેટ વોલ મોટર્સની શાનદાર એસયૂવીને ખરીદી શકશે.

સૌથી પહેલા રજૂ થશે એસયૂવી હેવેલ એચ5
તમને જણાવી દઇએ કે ગ્રેટ વોલ મોટર્સ પોતાના વાહનોના વિશાળ રેન્જમાં સૌથી પહેલા પોતાની શાનદાર એસયૂવી હેવેલ એચ5ને ભારતમાં લોંચ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

એસયૂવી સાથે કાર પણ કરવામાં રજૂ
એટલું જ નહીં કંપની પોતાની એસયૂવી ઉપરાંત કાર્સને પણ રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

ભારતમાં આવું પહેલીવાર થશે
ભારતમાં આવું પહેલીવાર છે, જ્યારે ચાઇનીઝ કંપની ભારતમાં પોતાના વાહનોનું નિર્માણ કરવા જઇ રહી છે.

દિલ્હી ઓટો એક્સપોમાં બનશે રોનક
કંપની આગામી વર્ષ 2014 દિલ્હી ઓટો એક્સપોમાં પોતાની એસયૂવી વાહનોની રેન્જનું પ્રદર્શન પણ કરશે.

ગુજરાત અને તમિળનાડુ પર હતી નજર
પહેલા કંપનીએ ગુજરાત અને તમિળનાડુમાં પોતાના સંયંત્ર શરૂ કરવાની તૈયારી કરી હતી.

મહારાષ્ટ્રમાં સંયંત્ર પર લગાવી મહોર
મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા સુવિધાઓ મળવાના કારણે કંપનીએ પૂણેમાં પોતાનું સંયંત્ર શરૂ કરવાની યોજના પર મહોર લગાવી છે.

1676 કરોડ રૂપિયાનુ રોકાણ
મળતી માહિતી અનુસાર કંપની પોતાના સંયંત્રમાં લગભગ 1676 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

ભારતમાં હશે ચીનની ગ્રેટ વોલ
કંપની જે રીતે પોતાની આ યોજના પર આગળ વધી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છેકે ટૂંક સમયની અંદર જ ભારતના રસ્તા પર દોડતી જોવા મળશે ચીનની ગ્રેટ વોલ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
