કયા દેશો સાથે જોડાયેલા છે વિશ્વના જાણીતા વાહન નિર્માતા
જ્યારે તમે રસ્તા પર હવા સાથે વાતો કરતી કોઇ લક્ઝરી કારને જૂઓ છો તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠતા હશે. આ કાર કઇ છે? કે પછી આ કારનું નિર્માણ કઇ કંપનીએ કર્યું છે? અને જો તમે વાહન નિર્માતા કંપનીને ઓળખી લો છો તો તમારા મનમાં એક પ્રશ્ન જરૂરથી આવતો હશે કે આ કંપની આપણા દેશની છે કે પછી જો વિદેશી હોય તો કયા દેશની છે?
ભારતીય ઓટોમોબાઇલ બજાર વિશ્વ પટલ પર ઘણી જ ઝડપ સાથે આગળ વધી રહ્યો છે. ભારતના રસ્તાઓ પર વિશ્વભરના વાહન નિર્માતાઓની નજર પડી છે. કદાચ એ જ કારણ છે કે સમયાંતરે વિદેશી વાહન નિર્માતાની બ્રાન્ડ ભારતીય શોરૂમની શોભા બની રહી છે. તમે બધાને દેશના વાહન નિર્માતાઓ અંગે જાણકારી હશે. ઘરેલુ બજારમાં દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુજુકી જેવી કંપનીઓ છે.
પરંતુ શું તમે વિદેશી બ્રાન્ડ જેમ કે, નિસાન, રોલ્સ રોયસ, ફેરારી, લેમ્બોર્ગિની વિગેરે અંગે જાણો છો. કે પછી વાહન નિર્માતા કયા દેશ સાથે સંબંધિત છે તે અંગે તમારી પાસે જાણકારી છે, જો નથી તો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે ભારતીય રસ્તાઓ પર હવા સાથે વાત કરતી વિદેશી કંપનીઓ અને તેમના દેશ અંગે જાણીએ.

ફેરારી
આ છે વિશ્વની લોકપ્રિય સ્પોર્ટ કાર નિર્માતા કંપની ફેરારી. ફેરારી મુખ્ય રીતે ઇટલીની કંપની છે અને ફિએટ હેઠળ આ કંપનીનું સંચાલન કરવામાં આવે છે. ફેરારીના માલિકનું નામ એન્જો ફેરારી છે, આ નામથી કંપનીએ એક કાર પણ લોન્ચ કરી હતી.

એસ્ટન માર્ટિન
એસ્ટન માર્ટિન બ્રિટનની કંપની છે. એસ્ટન માર્ટિન હોલિવુડની જાણીતી ફિલ્મ જેમ્સ બોન્ડમાં પોતાની કાર્સને રજૂ કરવા માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વર્ષે કંપનીએ પોતાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. એસ્ટન માર્ટિનની ડીબી 5ને જેમ્સ બોન્ડની ફિલ્મોમાં ઘણી વાહવાહી મળી છે.

ઔડી
લક્ઝરી કાર્સના નિર્માણમાં જર્મનીની બોલબાલા છે. જી હા, હાલના સમયે દેશની પ્રમુખ લક્ઝરી કાર નિર્મતા કંપનીઓ જર્મનીની છે, જેમાંની ઔડી એક છે.

બેંટલે- બ્રિટન
લક્ઝરી કાર નિર્માતા કંપની બેંટલે બ્રિટનની કંપની છે.

બીએમડબલ્યુ - જર્મની
જર્મનીની વધુ એક વાહન નિર્માતા કંપની તરીકે બીએમડબલ્યુ પણ છે.

બુગાટી - ફ્રાન્સ
વિશ્વની સૌથી ઝડપી કાર બુગાડી વેરોનને બનાવનારી કંપની ફ્રાન્સની છે.

શેવરોલે- અમેરિકા
વિશ્વની બીજી સૌથી મોટી વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સની સબ બ્રાન્ડ શેવરોલે જે ભારતીય બજારમાં પોતાની પ્રમુખ કાર શેવરોલે બીટ, સ્પાર્ક, સેલની સફળતાપૂર્વક વેચાણ કરી રહી છે. આ કંપની અમેરિકાની છે.

ફિએટ- ઇટલી
ફિએટ ઇટલીની પ્રમુખ વાહન નિર્માતા કંપની છે. આ કંપની ભારતીય બજારમાં માત્ર પોતાની કાર્સનું વેચાણ જ નથી કરતી, પરંતુ દેશની ઘણી વાહન નિર્માતા જેમકે ટાટા મોટર્સ અને મારુતિ સુજુકી ફિએટના મલ્ટી જેટ એન્જીનનો પ્રયોગ પોતાની લોકપ્રિયક કાર્સ ઇન્ડિકા અને સ્વિફ્ટમાં કરી રહી છે.

ફોર્ડ - અમેરિકા
ફોર્ડ અમેરિકાની પ્રમુખ વાહન નિર્માતા કંપની છે. આ કંપનીએ એક ગેરેજથી પોતાની શરૂઆત કરી હતી અને આજે વિશ્વના રસ્તાઓ પર પોતાની લક્ઝરી કાર્સ દોડાવી રહી છે. આ કંપનીના સંસ્થાપક હેનરી ફોર્ડ છે.

હોન્ડા- જાપાન
ઓટોમોબાઇલ બજારમાં જાપાન ટેક્નોલોજીનો કોઇ જવાબ નથી. પ્રમુખ વાહન નિર્માતા કંપની હોન્ડા જાપનની છે. આ કંપની ટૂવ્હીલર બજારમાં દેશની જાણીતી હીરો સાથે મળીને પોતાના વાહનો રજૂ કરતી હતી. ગત વર્ષે પોતાના 26 વર્ષના સંબંધો તોડીને બન્ને કંપનીઓ અલગ થઇ ગઇ.

હમર- અમેરિકા
હમરનું નામ સાંભળીને એક ભારે ભરખમ એસયૂવી વાહનની છબી તમામના મનમાં આવી જાય છે. હમર અમેરિકન કંપની છે. શરૂઆતમાં હરમનું નિર્માણ એએમ એટલે કે અમેરિકા મોટર્સ કરતું હતું, તે સમયે આ કંપની મીલિટ્રી માટે હમરનું નિર્માણ કરતી હતી.

હુન્ડાઇ- દક્ષિણ કોરિયા
ભારતીય ઓટો બજારમાં બીજા નંબર પર સ્થાયી હુન્ડાઇ દક્ષિણ કોરિયાની વાહન નિર્માતા કંપની છે.

જીપ- અમેરિકા
જોકે ભારતીય રસ્તાઓથી કંપની ઘણી દૂર છે, પરંતુ ચાલું વર્ષે ફિએટ આ નવી બ્રાન્ડ જીપને ભારતીય બજારમાં રજૂ કરવા જઇ રહી છે. કંપની સૌથી પહેલા જીપની પ્રમુખ લક્ઝરી એસયૂવી ગ્રાં ચેરોકીને રજૂ કરશે.

લેમ્બોર્ગિની- ઇટલી
પ્રમુખ સ્પોર્ટ વાહન નિર્માતા કંપની લેમ્બોર્ગિની ઇટલીની કંપની છે.

મેરુસિયા- રશિયા
કદાચ આ કંપની અંગે તમે બહુ માહિતગાર નહીં હોવ. આ મેરુસિયા મોટર્સનો લોગો છે. આ રશિયાની વાહન નિર્માતા કંપની છે.

મર્સડિઝ બેન્ઝ
મર્સડિઝ બેન્ઝના નામથી બધા માહિતગાર છે. જીહા મર્સડિઝ બેન્ઝ દેશની ત્રીજી સૌથી મોટી લક્ઝરી કાર નિર્માતા કંપની છે. આ કંપની પણ જર્મનીની છે.

માઇક્રો- શ્રીલંકા
માઇક્રો એક નાની વાહન નિર્માતા કંપની છે, અને તે કંપની આપણા પાડોશી દેશ શ્રીલંકાની છે.

મિની- બ્રિટન
ગયા વર્ષે દેશના રસ્તાઓ પર એક નાની કારે પોતાનો પહેલો ડગ માંડ્યો. બીએમડબલ્યુએ મિનીને ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. આ કંપની બ્રિટનની પ્રમુખ કંપની છે.

નિસાન - જાપાન
નિસાન જાપાનની પ્રમુખ કાર નિર્માતા કંપની છે. આ કંપની ભારતીય બજારમાં પોતાની સન્ની, માઇક્રા, એક્સ ટ્રેલ એસયૂવીનું વેચાણ કરી રહી છે. ટૂંક સમયમાં નિસાન વધુ એક બ્રાન્ડ દૈટસનને પણ ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે.

રેનો- ફ્રાન્સ
ભારતીય બજારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે મળીને પોતાના સફરની શરૂઆત કરનાર રેનો ફ્રાન્સની કંપની છે.

રોલ્સ રોયસ - બ્રિટન
રોલ્સ રોયસના નામથી બધા જ પરિચીત હશે. જીહા, આ કારના દિવાનાઓમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા સિતારાઓ છે. આ કંપની બ્રિટનની પ્રમુખ લક્ઝરી વાહન નિર્માતા કંપની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
