ગોલ્ડન મર્સીડિઝના સથવારે ‘બોસ’ના જોરદાર સ્ટંટ
બૉલીવુડના તત્કાલિન ખેલાડી અને નવનિયુક્ત બૉસના કારનામાઓથી તો તમે પરિચિત હશો જ. જો કે, તેને બૉલીવુડનો તત્કાલિન ખેલાડી કહેવો ઉચિત નથી, કારણ કે, આજે પણ ભારતીય સિનેમાનો એકમાત્ર ખેલાડી છે, પરંતુ હવે તેની સાથે બોસ ટાઇટલ લાગી ગયો છે. અમે વાત કરી રહ્યાં છીએ, જાણિતા અભિનેતા અક્ષય કુમારની.
અક્ષય કુમાર પ્રાંરભથી જ પોતાના ખતરનાક સ્ટંટ અને એક્શન દ્રશ્યોથી હંમેશા મનોરંજન કરાવતો આવ્યો છે. કંઇક આવા જ રોમાંચક સ્ટંટ તેણે પોતાની નવી ફિલ્મ ‘બોસ'માં કર્યું છે. આ ફિલ્મમાં ખેલાડી કુમારે ગોલ્ડન મર્સીડિઝ બેંઝ કાર પર જે કારનામું કર્યુ છે, તે કદાચ જ અત્યારસુધી બૉલીવુડ ક્યારેય જોવા મળ્યું હશે. તો ચાલો તસવીરો થકી જોઇએ ખેલાડીના આ નવા બોસ વાળા અંદાજને.

અક્ષય કુમારના શાનદાર સ્ટંટ
આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ અક્ષય કુમારના શાનદાર સ્ટંટ અને સાથે જ જાણીએ આ કારનામા સાથે જોડાયેલી કહાણી અંગે.

આ દ્રશ્ય બોસ ફિલ્મનું
તમને જણાવી દઇએ કે, આ દ્રશ્ય બોસ ફિલ્મના ટાઇટલ સોંગમાંથી લેવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં અક્ષય કુમાર અડધી ઉઠેલી એટલે કે બે વ્હીલ પર ચાલી રહેલી મર્સીડિઝ બેંઝ કાર પર ઉભો થાય છે.

ખાસ પ્રકારની કસ્ટમાઇઝ ગોલ્ડન કાર
આ ખાસ સ્ટંટ માટે ખાસ પ્રકારની કસ્ટમાઇઝ ગોલ્ડન કારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

શિપના માધ્યમથી લવાઇ
આ કારને યૂરોપથી બેંકોક થઇને શિપના માધ્યમથી લાવવામાં આવી છે, આ એક ખાસ પ્રકારની ગોલ્ડન મર્સીડિઝ બેંઝ કાર છે.

સ્ટંટ અનુસાર કસ્ટમાઇઝ પરિવર્તન
કારને ભારતમાં લાવવામાં આવ્યા બાદ સ્ટંટ અનુસાર તેમા કેટલાક કસ્ટમાઇઝ પરિવર્તન પર કરવામાં આવ્યા, જેથી સ્ટંટ કરવામાં સહેલું પડે.

બોસનો લોગો
કારના ફ્રન્ટ ગ્રીલ અને રિયર બમ્પર પર બોસનો લોગો લગાવવામાં આવ્યો છે, જેથી તે વધુ આકર્ષક લાગે.

અક્ષય માટે આ કોઇ મોટી વાત નથી
અક્ષય કુમાર માટે આ કોઇ મોટી વાત નથી, તે આ પહેલા પણ હવાઇ જહાજ અને ઉંચી બિલ્ડિંગ સહિતના સ્થળો પરથી પોતાના સ્ટંટનું પ્રદર્શન કરી ચૂક્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
