જ્યારે ક્રિકેટના ભગવાન સચિનનો સામનો થયો આ રેસર સાથે
ક્રિકેટની પીચ પર પોતાના બેટ થકી રનનો વરસાદ કરનારા ક્રિકેટ જગતના ભગવાન તરીકેની ઉપાધી મેળવનારા ભારતીય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માત્ર પોતાના બેટ થકી રોમાંચ ઉભો નથી કરતા, પરંતુ તેમના હાથ થકી તે કાર વડે રેસિંગ ટ્રેક પર પણ પોતાનો રોમાંચ ઉભો કરવા સક્ષમ છે, જેને જાણીને કદાચ તમે આશ્ચર્ય પામ્યા હશો.
જીહાં, સચિન તેંડુલકરને શરૂઆતથી જ કાર્સ અને સ્પીડ સાથે ખાસ્સો લગાવ છે. તાજેતરમાં ભારતીય બજારમાં પોતાની શાનદાર સિડાન કાર 3 સીરીઝને લોન્ચ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ પોતાની નવી સ્પોર્ટ કાર બીએમડબલ્યુ 1 સીરીઝને રજૂ કરવાની ઘોષણા કરી છે. કંપનીએ આ કારને પણ સચિન સાથે જ બજારમાં ઉતારવાની યોજના બનાવી છે.
પરંતુ તે પૂર્વે કંપનીએ ખાસ તૈયારી કરી છે, જે દેશના યુવાનોને વધુ રોમાંચિત કરી દેશે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી જોઇએ આખરે શું કનેક્શન છે બીએમડબલ્યુ 1 સીરીઝ અને સચિન તેંડુલકર વચ્ચે.

બીએમડબલ્યુની નવી કાર 3 સપ્ટેમ્બરે થશે લોન્ચ
બીએમબડબલ્યુ પોતાની આ નવી કાર 1 સીરીઝને આગામી 3 સપ્ટેમ્બરે ભારતીય બજારમાં રજૂ કરવા જઇ રહી છે.

સચિન તેંડુલકર સાથે તૈયાર કરાયો એક વીડિયો
કારને લોન્ચ કરવા માટે કંપનીએ 1 સીરીઝ સાથે સચિન તેંડુલકરનો એક વીડિયો તૈયાર કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ઘણો લોકપ્રિય થયો છે.

વીડિયોમાં સચિન ચલાવી રહ્યાં છે આ કાર
આ વીડિયોમાં સચિન તેંડુલકરને આ કાર ચલાવતા દર્શાવવામાં આવ્યા છે. તે કેવી રીતે બીએમડબલ્યુ 1 સીરીઝીને પોતાની આંગળીઓના ઇશારે ટ્રેક પર કારને ચલાવી રહ્યાં છે.

સચિન સાથે વિશ્વ ચેમ્પિયન રેસર
સચિનની આ કલાકારીએ માત્ર તેમની શાનદાર ડ્રાઇવિંગ સ્કીલને મદદ નથી કરી પરંતુ તેમનો સાથ આપ્યો છે, દેશના જાણીતા રેસર અરમાન ઇબ્રાઇહમે, જે એફઆઇએ જીટી વિશ્વ ચેમ્પિયનના વિજેતા છે.

આ વખતે પણ સચિન સાથે બજારમાં ઉતારાશે કાર
કંપનીએ આ વખતે પણ સચિન તેંડુલકર સાથે જ પોતાની નવી કારને બજારમાં ઉતારવાની યોજના બનાવી છે.

વિશ્વ ચેમ્પિયનને પડકારતા સચિન
તો આગળની સ્લાઇડ પર ક્લિક કરીને વીડિયોમાં જૂઓ કે કેવી રીતે સચિન તેંડુલકર પોતાની શાનદાર ડ્રાફ્ટિંગથી અરમાન ઇબ્રાહિમને વધુ એક રેસ માટે પડકાર ફેંકી રહ્યાં છે.
સચિન તેંડુલકર અને બીએમડબલ્યુ 1 સીરીઝ
અહીં સચિન તેંડુલકર અને બીએમડબલ્યુ 1 સીરીઝનો વીડિયો આપવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
