બાઇક કમ્પેરિઝનઃ ડ્રીમ યુગા-મહિન્દ્રા સેન્ચ્યુરો અને પેશન એક્સપ્રો
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં કારની જેમ બાઇક પણ પોતાનો એક અલગ રુતબો ધરાવે છે. કારની સરખામણીએ બાઇકની સંખ્યા આપણને ભારતમાં વધારે જોવા મળશે. ખાસ કરીને કમ્યુટર બાઇક્સની. રોજીંદા વપરાશમાં કાર કરતા બાઇકને વધારે પસંદ કરવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખીને જ ભારતમાં વિવિધ બાઇક નિર્માણ કરતી કંપનીઓ દ્વારા સમયાંતરે એક ખાસ બાઇકને લોન્ચ કરીને ભારતના યુવાનો તથા નવા બાઇક રાઇડર્સને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે.
જોકે બજારમાં થોક બંધ અવસ્થામાં બાઇક લોન્ચ થયે રાખે છે, જેને લઇને સ્વાભાવિક છેકે કઇ બાઇક પર પસંદગી ઉતારવી તે કપરી બની જાય છે. તમને પણ જો આ મુંઝવણ હોય તો અમે અહીં હોન્ડા ડ્રીમ યુગા, મહિન્દ્રા સેન્ચ્યુરો અને હીરો પેશન એક્સપ્રો અંગે તમને માહિતી આપી રહ્યાં છીએ, જે તમને તમારી પસંદની બાઇક ખરીદવામાં ચોક્કસપણે મદદરૂપ થશે. આ તુલનાત્મક માહિતીમાં અમે બાઇકની કિંમત, સ્પેસિફિકેશન, એન્જીન, એવરેજ અને અન્ય ફીચર્સ અંગે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે, તો ચાલો તસવીરો થકી તેને જાણીએ.
આ પણ વાંચોઃ- ટોપ 10: વિશ્વની હોટ એન્ડ સેક્સિએસ્ટ કાર્સ
આ પણ વાંચોઃ- કોણ છે ચઢિયાતુઃ હોન્ડા સિટી, હુન્ડાઇ વેરના કે ફોક્સવેગન વેન્ટો?

ઓવરઓલ વ્યૂઃ- ડ્રીમ યુગા 110
એન્જીન:- 109 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઇ એન્જીન, 7500 આરપીએમએ 8.5 બીએચપી, 5500 આરપીએમએ 8.91 એનએમ
ટેન્ક કેપેસિટી:- 8 લિટર
ટોપ સ્પીડ: 115 કિ.મી પ્રતિ કલાક
એવરેજ: 55-60 કિ.મી પ્રતિ લિટર
કિંમત: 48,100 - 51,750 રૂપિયા

ઓવરઓલ વ્યૂઃ- મહિન્દ્રા સેન્ચ્યુરો
એન્જીન:- 106.7 સીસી, સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રોક, એર કૂલ્ડ, 7500 આરપીએમએ 8.5 પીએસ, 5500 આરપીએમએ 8.5 એનએમ
ટેન્ક કેપેસિટી:- 12.7 લિટર
ટોપ સ્પીડ: 90 કિ.મી પ્રતિ કલાક
એવરેજ: 70 કિ.મી પ્રતિ લિટર
કિંમત:- 47,600 રૂપિયા

ઓવરઓલ વ્યૂઃ- પેશન એક્સપ્રો
એન્જીન:- 110 સીસી, સિલિન્ડર, 4-સ્ટ્રોક, એર કૂલ્ડ, 7500 આરપીએમએ 8.5 પીએસ, 5500 આરપીએમએ 9.36 એનએમ
ટેન્ક કેપેસિટી:- 9.5 લિટર
ટોપ સ્પીડ: 90 કિ.મી પ્રતિ કલાક
એવરેજ: 65 કિ.મી પ્રતિ લિટર
કિંમતઃ- 51,500 રૂપિયા

ફીચર્સ અને સ્પેસિફિકેશનઃ- ડ્રીમ યુગા 110
ફીચર્સ
એનલોગ સ્પીડોમીટર, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો ઓઇલ ઇન્ડિકેટર, લો બેટરી ઇન્ડિકેટર
સ્પેસિફિકેશન
ફ્યુઅલ ગેજ, પિલિઓન ફૂટરેસ્ટ, પિલિઓન ગ્રાબ્રિએલ.

ફીચર્સ અને સ્પેસિફિકેશનઃ- મહિન્દ્રા સેન્ચ્યુરો
ફીચર્સ
એનલોગ સ્પીડોમીટર, ડીજીટલ ટેકોમિટર, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, ડીજીટલ-2 ટ્રિપમિટર
સ્પેસિફિકેશન
ફ્યુઅલ ગેજ, ડીજીટલ ફ્યુઅલ ગેજ પિલિઓન ફૂટરેસ્ટ, પિલિઓન ગ્રાબ્રિએલ.

ફીચર્સ અને સ્પેસિફિકેશનઃ- પેશન એક્સપ્રો
ફીચર્સ
એનલોગ સ્પીડોમીટર, એનલોગ ટેકોમિટર, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, એનલોગ-2 ટ્રિપમિટર
સ્પેસિફિકેશન
ફ્યુઅલ ગેજ, પિલિઓન સીટ, પિલિઓન ફૂટરેસ્ટ, પિલિઓન ગ્રાબ્રિએલ, ક્લોક.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
