આવી ગયું વિજળીથી ઉડતું એરક્રાફ્ટ
વિજ્ઞાન નીતનવા પ્રયોગોને અંજામ આપે છે અને નવી તથા શ્રેષ્ઠ ટેક્નિક સાથે વિશ્વને જોડે છે. માનવીના વિચારો અને પ્રયત્નો ક્યારેય રોકાતા નથી. જેટલું થઇ શકે, તેનાથી વધારે મેળવવાની માનવ ઇચ્છા જ તેને આગળ વધારે છે. આવું જ કઇંક આ વખતે થયું છે. અત્યારસુધી વિશ્વમાં ઇધણથી દોડતા એરક્રાફ્ટને બનાવવામાં આવ્યું હતું, પરંતુ આવું પહેલીવાર બન્યુ છે, જ્યારે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તમને આ વાંચીને થોડી હેરાની થઇ રહી હશે કે, ઇલેક્ટ્રિક કાર અંગે તો સાંભળ્યું હતું પરંતુ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ! પરંતુ આ સાચી વાત છે. ઇટલીની એક ટેક્નિકલ કંપની જે મુખ્યરીતે હેલિકોપ્ટર બનાવે છે, તેણે એક એવા એરક્રાફ્ટનું નિર્માણ કર્યું છે, જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે અને બેટરીથી પ્રાપ્ત ઉર્જાથી આ એરક્રાફ્ટ હવા સાથે વાતો કરે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ અંગે.

અગસ્ટા વેસ્ટલેન્ડે કર્યું નિર્માણ
આ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટનું નિર્માણ ઇટલીની કંપની અગસ્ટા વેસ્ટલેન્ડે કર્યું છે અને આ પ્રોજેક્ટને ઝીરો ટિલ્ટરોટરનું નામ આપવામાં આવ્યું છે.

કાર્બન ગ્રેફાઇટનો ઉપયોગ
આ એરક્રાફ્ટમાં એલ્યુમિનિયમ ઉપરાંત કાર્બન ગ્રેફાઇટનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. જે તેના વજનને ઓછું રાખે છે. આ ઉપરાંત તેની આકર્ષક ડિઝાઇન તેને વધું શ્રેષ્ઠ બનાવે છે.

90 ડિગ્રી સુધી થાય છે ટિલ્ટ
આ એરક્રાફ્ટમાં લગાવવામાં આવેલું રોટેટર 90 ડિગ્રી સુધી ટિલ્ટ થઇ જાય છે, આ દરમિયાન તેમા લાગેલી વિંગ્સ એક હેલિકોપ્ટર વિંગ્સની જેમ કામ કરે છે. આપાત સ્થિતિમાં આ એરક્રાફ્ટ એક હેલિકોપ્ટરની જેમ જ પોતાના સ્થાનથી ટેક ઓફ કરી શકે છે.

ઇલેક્ટ્રોમકૈનિકલ ઓક્ટોટર્સ
તેમાં હાઇડ્રાક્યુલિક ટેક્નિક ઉપરાંત ઇલેક્ટ્રોમકૈનિકલ ઓક્ટટર્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

વિજળીથી કરી શકાય છે ચાર્જ
આ એરક્રાફ્ટને સામાન્ય રીતે વિજળીથી ચાર્જ કરી શકાય છે. આ ઉપરાંત તેના રોટેટરમાં જે વિંગ્સ લગાવેલી છે, તે એરક્રાફ્ટને ઉભા રહેવાની અવસ્થામાં જાતે જ રોટેટ થાય છે અને વિજળીનું નિર્માણ કરી બેટરીને ચાર્જ કરે છે.

કોન્સેપ્ટ સંસ્કરણ
જો કે, હજુ તેને વેચાણ અર્થે મુકવામાં આવ્યું નથી. આ કંપનીનું માત્ર એક કોન્સેપ્ટ સંસ્કરણ જ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
