આમિર ખાને બીએમડબલ્યુની આ બાઇકથી મચાવી ધૂમ
બૉલીવુડની બહુપ્રતિક્ષિત ફિલ્મ ધૂમ 3 અને સિને જગતમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના રૂપમાં જાણીતા આમિરખાનના સંયોગને જોવા માટે દરેક સિનેમાપ્રેમી આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. જી હાં, ભારતમાં ધૂમની શરૂઆત વર્ષ 2004માં થઇ હતી. જોરદાર સ્ટારકાસ્ટ અને ચોંકાવી દે તેવા એક્શન દ્રશ્યોથી સજેલી આ ફિલ્મે જ્યાં એક તરફ લોકોને પોતાના પ્રદર્શનથી ખુશ કર્યા તો બીજી તરફ યુવાઓમાં સ્પોર્ટ બાઇકિંગ અને રેસનું ચલણ પણ વધ્યું.
ધૂમી અપાર સફળતાના બે વર્ષ બાદ યશરાજ બેનર હેઠળ તેની સિક્વલ ધૂમ 2 પ્રદર્શિત કરવામાં આવી. આ ફિલ્મે પોતાની છબીને જાળવી રાખી અને વિશ્વભરમાં શાનદાર વ્યવસાય કર્યો. હવે આ વખતે વર્ષાંતે ધૂમની ત્રીજી સિક્વલ ધૂમ 3 આવી રહી છે, જેનાથી લોકોને ઘણી આશાઓ છે.
કારણ કે, ફિલ્મમાં આમિર ખાન પણ છે અને સૌથી ખાસ વાત એ છે કે, તેમણે આ ફિલ્મમાં પોતાની બાઇકિંગથી ઘણી ધૂમ મચાવી છે. શું તમે જાણો છો કે, આમિર ખાને ધૂમ 3માં કઇ બાઇક ચલાવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આમિર ખાનની બાઇકિંગ ધૂમ અંગે.

આ બાઇકમાં આમિરના શાનદાર સ્ટંટ
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમતી જુઓ આમિર ખાને ધૂમ 3માં કઇ બાઇકથી શાનદાર સ્ટંટને અંજામ આપ્યા છે.

બીએમડબલ્યુની બાઇક
આમિર આ ફિલ્મમાં શિકાગોના રસ્તાઓ પર બીએમબડલ્યુની શાનદાર સુપર બાઇક કે 1300 આર ચલાવતા નજરે પડશે. તાજેતરમાં આ સીનના શૂટિંગને શિકાગોમાં સમ્પન્ન કરવામાં આવી છે. કાળા રંગની નેક્ડ સુપર બાઇક પર આમિરે અનેક સ્ટંટ કર્યા છે.

2008માં કરવામાં આવી હતી લોન્ચ
બીએમડબલ્યુ મોટરસાઇકલે આ બાઇકને વર્ષ 2008માં રજુ કરી હતી. કંપનીએ આ બાઇકના ગત સંસ્કરણ 1200ના સ્થાને બજારમાં ઉતાર્યું હતું.

બીએમડબલ્યુની આ બાઇકનું એન્જીન
બીએમડબલ્યુ 2008થી આ બાઇકનું ઉત્પાદન કરી રહી છે. આ બાઇકમાં કંપનીએ 1299 સીસીની ક્ષમતાના દમદાર 4 સ્ટ્રોક એન્જીનનો પ્રયોગ કર્યો છે.

આકર્ષક અને નેક્ડ લુક
આ બાઇકને ઘણા જ આકર્ષક અને નેક્ડ લુકમાં બજારમાં રજુ કરવામાં આવી છે. આ બાઇકમાં કંપનીએ 6 સ્પીડ ટ્રાન્સમિશન ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે. જે લાંબા સફર દરમિયાન સહેલાયથી ગિયર શિફ્ટિંગ સિસ્ટમ પ્રદાન કરે છે.

મશક્યૂલર આકારની ટેંક
આ બાઇકમાં કંપનીએ 24 લીટરની ક્ષમતના ઇંધણ ટેંકને સામેલ કર્યો છે, જે મશક્યુલર આકારનો છે, આ ઇંધણ ટેક આ બાઇકને દમદાર લુક આપવામાં મદદ કરે છે.

બાઇકની એવરેજ
હેવી સીસી એન્જીન ક્ષમતા હોવાના કારણે આ બાઇકની માઇલેજ સામાન્ય બાઇકની સરખામણીએ ઘણી ઓછી છે, આ બાઇક 18 કિમી પ્રતિલીટરનો એવરેજ પ્રદાન કરે છે.

બાઇકની સ્પીડ પણ ઘણી શાનદાર
આમિર ખાને આ બાઇકને ફિલ્મમાં ઘણી મસ્તી સાથે ચલાવી છે. આ ઉપરાંત બાઇકની સ્પીડ પણ ઘણી જ શાનદાર છે.

આ બાઇકની રફ્તાર
આ બાઇકની રફ્તાર અંગે વાત કરવામાં આવે તો 200 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા સુધી સક્ષમ છે.

બાઇકમાં ઓપ્શનલ એબીએસ સુવિધા
એટલુંજ નહીં આ બાઇકમાં કંપની ઓપ્શનલ એબીએસની સુવિધા આપવામાં આવી છે. જો કે, ઝડપ દરમિયાન ચાલક દ્વારા અચાનક બાઇકને રોકવા પર તેને સારી રીતે સંતુલન પ્રદાન કરે છે.

બીએમડબલ્યુ કે 1300 આરનું વજન
બીએમડબલ્યુ કે 1300 આરનું કુલ વજન 217 કેજી છે, જે સામાન્ય બાઇકની સરખામણીએ ઘણું વધારે છે, પરંતુ સારી સસ્પેશન અને પહોળા આકારના ટાયરના કારણે રસ્તા પર આ બાઇકને ડ્રાઇવ કરવામાં ઘણી સહેલાય રહે છે.

ભારતમાં આ બાઇકને કરવી પડે છે ઇમ્પોર્ટ
જો કે, હાલ ભારતીય બજારમાં બીએમડબલ્યુની આ બાઇકને ઇમ્પોર્ટ કરવી પડે છે અને આ બાઇકની ભારતીય બજારમાં કિંમત અંદાજે 18થી 20 લાખ રૂપિયાની આસપાસ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
