પોર્શેએ રજુ કરી પૈનામેરા ટર્બો એસ, સ્પીડ 310 Kmph
વિશ્વ ભરમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સને રજુ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની પોર્શેએ ભારતીય બજારમાં તાજેતરમાં પોતાની લોકપ્રિય કાર પૈનામેરાએ રજુ કરી હતી. એ સમયે કંપનીએ પૈનામેરા ટર્બો, પૈનામેરા જીટીએસ, પૈનામેરા વી6, પૈનામેરા 4 અને પૈનામેરા ડીઝલને રજુ કરી હતી.
આ વખતે કંપનીએ પૈનામેરામાં છેલ્લા પાવરફુલ વેરિએન્ટ પૈનામેરા ટર્બો એસને લોન્ચ કર્યું છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીનથી સજેલી નવી કાર પૈનામેરા ટર્બો એસને કંપનીએ હાલ પ્રદર્શિત કરી દીધી છે, પરંતુ હાલ આ કારને વેચાણ અર્થે લોન્ચ કરવામાં આવી નથી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કારની અન્ય ખાસિયતો અંગે.

એન્જીનની ક્ષમતા
તમને જણાવી દઇએ કે, પૈનામેરા ટર્બો એસમાં કંપનીએ 4.8 લીટરની ક્ષમતાના દમદાર વી8 ટ્વીન ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે કારને 570 બીએચપીની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

ઓટોમેટિક ટ્રાન્સમિશન
આ ઉપરાંત આ કારમાં કંપનીએ 7 સ્પીડ પીડીએક ડ્યુએલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પ્રયોગ કર્યો છે. એક રેગ્યુલર પૈનામેરાની સરખામણીએ નવી કાર લગભગ 50 બીએચપી સુધી વધુ શક્તિ ઉત્પન્ન કરે છે.

સ્પીડ પણ આકર્ષક
દમદાર એન્જીન સાથે જ આ કારની સ્પીડ પણ ઘણી જ આકર્ષક છે. આ કાર માત્ર 3.8 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે. આ ઉપરાંત આ કારની વધુ ગતિ 310 કિમી પ્રતિ કલાક છે.

કારની કિંમત
જોકે કંપનીએ આ કારની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી. કંપની આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં આ કારની કિંમત અંગે ઘોષણા કરશે, પરંતુ જાણકારોનું માનવું છે કે, આ કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાની આસપાસ હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
