રાશિ અનુસાર જાણો તમારી આંખોના આકાર અને તેમની લાક્ષણિકતાઓ વિશે..
કોઈપણ વ્યકિતને જાણવા માટે પહેલા આપણે તેની આંખોમાં નિહાળીએ છીએ. તમારા વિશે તમારી આંખો ઘણું કહી જાય છે.
કોઈપણ વ્યકિતને જાણવા માટે પહેલા આપણે તેની આંખોમાં નિહાળીએ છીએ. તમારા વિશે તમારી આંખો ઘણું કહી જાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે રાશિ અનુસાર દરેક વ્યકિતનું વર્તન અને વ્યવહાર તેમજ વ્યકિતત્વ જૂદુ જૂદુ હોય છે. રાશિને આધારે આપણે કોઈ પણ વ્યકિતના સ્વભાવ અને તેની ખાસીયતો વિશે સરળતાથી જાણી શકીએ છીએ. આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને જણાવિશું કે આંખો અને તેના ફિચર્સનો સંબંધ રાશિ સાથે કઈ રીતનો હોય છે. તો આવો જાણીએ તમારી રાશિ તમારી આંખો વિશે શું કહે છે.

મેષ
મેષ રાશિના લોકોની આંખો તેજ, મોટી અને ઉંડી હોય છે. તેઓ ખૂબ જ એકાગ્ર હોય છે અને તેમની આંખનો આકાર બદામ જેવો હોય છે. આ રાશિનો સ્વામી મંગળ છે. આ લોકો સામેની વ્યકિતની આંખમાં આંખ પરોવીને જ વાત કરે છે.

વૃષભ
આ રાશિના લોકોની આંખનો રંગ ઘટ્ટ હોય છે. તેમની આંખો શાંત, ભાવપૂર્ણ હોય છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. તેમની આંખોનો આકાર મૃગની આંખો જેવો હોય છે. તેમની આંખો માસુમ હોય છે.

મિથુન
મિથુન રાશિના જાતકોની આંખોમાં શરારતની ચમક હોય છે. તેમની આંખ હંમેશા પોતાની આસપાસની વસ્તુઓ વિશે જાણવા ઉત્સુક હોય છે. તેઓ હંમેશા સાવધાન રહે છે. હંમેશા આમ તેમ ફરતી આંખોથી તમે તેમને ઓળખી શકો છો. તેમની આંખમાં સૌથી વધુ ચમક હોય છે.

કર્ક
કર્ક રાશિના જાતકોની આંખો ચંદ્ર જેવી ગોળ અને મોટી હોય છે. તેમની આંખોનો આકાર બદામ જેવો પણ હોય છે. તેમની આંખો માસુમ, દુઃખી, પ્રેમાળ અને થાકેલી પણ હોય છે. તેમની આંખો વાસ્તવમાં ઘણું કહી જાય છે.

સિંહ
સિંહ રાશિના જાતકોની આંખો ચંચળ અને કામુક હોય છે. તેમની આઈલિડ મોટી હોય છે જે વાઘ જેવી લાગે છે. તેઓ ધીમેથી પોતાની આંખ ઝપકાવે છે. ગુસ્સો આવતા તેમની આંખો પ્રચંડ અને નિડર બની જાય છે. જેના દ્વારા તમે તેમના ગુસ્સાની માત્રાને જાણી શકો છો.

કન્યા
કન્યા રાશિના લોકો ચંચળ હોય છે. તેમની આંખોમાં ચમક હોય છે. તેમની મોટી અને ગોળ આંખ ખૂબ ઉંડી હોય છે. જે બીજાને પોતાના પ્રત્યે આકર્ષી લે છે. તેમની નજર ગંભીર અને એકાગ્ર હોય છે.

તુલા
તેમની આંખો સમ્મોહિત હોય છે. તેમની આંખો જોઈ તમે તેમના ફ્લર્ટી સ્વભાવને જાણી શકો છો. તેમની આંખમાં રોમાંસની ચમક હોય છે. તેઓ સુંદર અને દગાબાજ હોય છે. તેઓ બીજાને પોતાના પ્રત્યે ખેંચી લે છે. અરીસામાં પોતાને જોતા રહેવું તેમને ખૂબ ગમે છે. તેમની આંખો ખુશ અને શાંત રહે છે.

વૃશ્ચિક
આ રાશિના જાતકોમાં તીખા ગુણ હોય છે. તેમની આંખ ચુંબકની જેમ બીજાને પોતાની તરફ ખેંચી લે છે. તેઓ પોતાની આંખો દ્વારા જ તમને હિપ્નોટાઈઝ કરી શકે છે. લેઝર જેવી તેમની આંખથી જ તેઓ બધુ જ સ્કેન કરી લે છે. ઉપરાંત તેઓ પોતાની આંખથી જ વાત કરવું પસંદ કરે છે.

ધન
ધન રાશિની આંખોમાં ચમક અને પ્રમાણિકતા દેખાઈ આવતી હોય છે. તેમની આંખો બાળકોની જેમ માસુમ હોય છે. તેમના મગજમાં દરેક સમયે એડવેન્ચર કે ટ્રિપ વિશે ચાલતુ હોય છે. તેમની આંખો ઝડપથી ફરતી હોય છે. પોતાની આ ખુબીને કારણે ભીડમાં પણ તેઓ ઓળખાઈ આવે છે.

મકર
આ રાશિના લોકોની આંખોને જોઈ તમને એવું લાગશે કે તેઓ તમારા પર કોઈ જાદુ કરી રહી છે. તેમની આંખો શાંત અને ગંભીર હોય છે. તેમની નાની આંખો થોડી નાખુશ પણ લાગતી હોય છે. ત્યાં જ તેમની ઉંડી આંખો નીચે કરચલીઓ પણ હોય છે.

કુંભ
તેમની આંખો જોઈને એવું લાગશે કે તેઓ તમારી સાથે છે પણ તેમનું મગજ ક્યાંક બીજે જ હોય છે. તેઓ કોઈને પણ પ્રભાવિત કરવાનો ગુણ ધરાવે છે. તેઓ સુંદર હોય છે અને સંબંધોમાં થોડો સ્પેસ પસંદ કરે છે.

મીન
આ રાશિના લોકોની આંખ ખૂબ જ સુંદર હોય છે. તેઓ ખૂબ સપના જુએ છે અને તે કાંચની જેમ ચોખ્ખી હોય છે. આ રાશિની સ્ત્રીઓની નજર દૂર સુધી પહોંચે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
