Gemini Yearly Horoscope 2019: મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ
શનિનું ગોચર તમારા સપ્તમભાવમાં રહેવાથી દાંપત્યજીવનમાં તનાવ રહેશે. જેમાં માર્ચ બાદ ગુરુનું સપ્તમભાવમાં ગોચર તમારી સ્થિતિમાં સુધારો લાવશે.
શનિનું ગોચર તમારા સપ્તમભાવમાં રહેવાથી દાંપત્યજીવનમાં તનાવ રહેશે. જેમાં માર્ચ બાદ ગુરુનું સપ્તમભાવમાં ગોચર તમારી સ્થિતિમાં સુધારો લાવશે. જે લોકો અવિવાહિત છે, તેમના વિવાહનો યોગ છે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. જુલાઈથી 1 ઓગસ્ટ અને 31 ઓક્ટોબરથી 21 નવેમ્બરના મધ્યથી બુધનું વક્રી ગોચર રહેશે. આ સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખજો, નહિંતર તમારા સંબંધ અને કામમાં અડચણો આવશે. વેપારમાં હાની થઈ શકે છે. 16 જુલાઈએ થનારા ચંદ્ર ગ્રહણથી તમને લાભ થશે.

આર્થિક
આ વર્ષે તમને શેયર બજારથી લાભ થશે. સંપતિ સાથે જોડાયેલા મામલા ઉકેલાઈ શકે છે. આર્થિક મામલા માટે માર્ચ તમારા માટે સારો રહેશે. આવકનો સ્ત્રોત વધારવામાં તમને સફળતા મળશે. આર્થિક લેવડ-દેવડ દરમિયાન સાચવજો. પોતાના જ લોકો દ્વારા તમારુ નુકશાન થઈ શકે છે. લાંબા સમયથી રોકેલા પૈસા દ્વારા તમને લાભ થશે. આ સમયે તમે ખૂબ ખર્ચા કરશો, પણ સારી આવક રહેતા તમારે કોઈ મુશ્કેલી આવશે નહિં.

આરોગ્ય
આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. નાની-મોટી શારીરિક મુશ્કેલીઓ રહેશે. જો કે વર્ષની શરૂઆતમાં તબિયતનું થોડુ ધ્યાન રાખવું. આ સમયે ચામડીના રોગોથી હેરાન રહેશો. માનસિક ચિંતાને કારણે પેટને લગતી તકલીફો રહેશે. તમને પીઠનો દુઃખાવો, તાવ, નબળાઈ જેવી સમસ્યા રહેશે. વાહન ચલાવતા સાચવજો.

નોકરી અને વેપાર
આ વર્ષ તમારા કેરિયરને લઈ સામાન્ય સંકેત આપી રહ્યુ છે. જો કે સખત મહેનત તમારા કેરિયર માટે લાભકારી રહેશે. તમારા કામ પર ફોકસ કરજો. કેરિયરમાં આગળ વધવા માટે નવા નવા વિચારોનું સર્જન થશે. વરિષ્ઠોની સલાહ તમને કામ લાગશે. આર્થિક રીતે કોઈ મોટી ઉપલ્બધિ મેળવશો. વેપારમાં નવા નવા આઈડિયાથી તમને લાભ થશે. વેપારના વિસ્તારથી તમારે ઘરથી દૂર જવું પડશે.

સંબંધો
આ વર્ષે તમે અત્યંત મહત્વકાંક્ષી રહેશો. આર્થિક નફો મેળવવા માટે તમે સંબંધોનો ઉપયોગ કરશો. તમે પૈસા અને પ્રેમ વચ્ચે સંતુલન જાળવી રાખવામાં સક્ષમ રહેશો. કુટુંબના સભ્યોનો સહકાર તમને એકબીજાની નજીક લાવશે. તમારુ જીવન શાંતિથી વિતશે. સંબંધો દ્વારા આર્થિક લાભ થશે.

લવ લાઈફ
આ સમય દરમિયાન તમે પ્રેમ, રોમાંસ અને સંવેદનશીલતા અનુભવશો. લગ્ન કરવાની તમારી ઈચ્છા પૂરીં થશે. તમે સાથી સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવી શકશો. આ સમયે તમે મિત્ર અને પ્રિયજનો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરશો. જેઓ કોઈને પ્રેમ કરે છે, તેમને પોતાની લાગણીઓ દર્શાવવા માટે આ વર્ષ ઉત્તમ છે. મિત્રો સાથે વિવાદથી બચવા નકારાત્મક વિચારોથી દૂર રહેજો. સ્ત્રીઓ કડવા શબ્દોનો ઉપયોગ ટાળે.

શિક્ષણ
બૌદ્ધિક ક્ષેત્રોમાં રૂચી ધરાવતા વિષયોમાં તમે સારુ પ્રદર્શન કરી શકશો. વધુ સમય અભ્યાસ કરવાથી તમને ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. શરૂઆતમાં તમને કેટલીક મુશ્કેલીઓ રહેશે. જો કે તમારુ ધ્યાન પૂરેપૂરું લક્ષ્ય તરફ રહેશે. તમે કેરિયર માટે યોજના બનાવશો. આ વર્ષ તમારા કેરિયર માટે સારુ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા માર્ક્સ મળશે. તમારી મહેનત તમારા ભવિષ્યનો રસ્તો નક્કી કરશે. આ વર્ષે તમે માનસિક રીતે પરિપક્વ રહેશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
