આસો નવરાત્રિની પૌરાણિક કથાથી જાણો કેમ ખાસ માનવામાં આવે છે આ નવ દિવસ
આજે આ લેખના માધ્યમથી જાણીએ કલ્યાણકારી આસો નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથા.
દૂર્ગામાતાની આરાધના માટે નવરાત્રિનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હિંદુ પંચાંગ મુજબ આસો મહિનાની સુદ એકમે નવરાત્રિ પ્રારંભ થાય છે. આ શુભ સમયે માતાના અલગ અલગ નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિનો તહેવાર 17 ઓક્ટોબરથી શરૂ થશે. માનવામાં આવે છે કે આ દરમિયાન દૂર્ગા માની વિશેષ પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. આજે આ લેખના માધ્યમથી જાણીએ કલ્યાણકારી આસો નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથા.

વર્ષમાં આવે છે ચાર નવરાત્રિ
વર્ષમાં માતાને સમર્પિત નવરાત્રિનો પર્વ ચાર વાર આવે છે જેમાં ચૈત્ર નવરાત્રિ,આસો નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ શામેલ છે. ગુપ્ત શક્તિઓ માટે આરાધના કરતા ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વળી, સામાન્ય જન માટે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. નવરાત્રિનો દરેક દિવસ માતાના અલગ રૂપને સમર્પિત હોય છે.

આસો નવરાત્રિની પૌરાણિક કથા
શાસ્ત્રો અનુસાર નવરાત્રિનો તહેવાર મનાવવા પાછળ મુખ્ય બે કારણ જણાવવામાં આવ્યા છે. પહેલી પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તે બ્રહ્માજીનો પરમ ભક્ત હતો. તેણે પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એક વરદાન મેળવી લીધુ. વરદાનમાં તેણે માંગ્યુ કે કોઈ પણ દેવ, દાનવ કે પૃથ્વી પર રહેતો કોઈ પણ મનુષ્ય તેને મારી નહિ શકે. વરદાન મળ્યા બાદથી મહિષાસુર ખૂબ જ નિર્દયી થઈ ગયો. તેણે ત્રણે લોકમાં આતંક મચાવી દીધો. તેના આતંકથી પરેશાન થઈને દેવી દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે મળીને મા શક્તિ રૂપે દૂર્ગાને જન્મ આપ્યો. દૂર્ગા માતા અને મહિષાસુ વચ્ચે નવ દિવસ સુધી ભીષણ યુદ્ધ થયુ અને છેવટે દસમા દિવસે મા દૂર્ગાએ મહિષાસુરનો વધ કરી દીધો. આ દિવસે અનિષ્ટ પર સારાઈની જીત તરીકે મનાવવામાં આવે છે.

ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી કથા
નવરાત્રિ સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા મુજબ શ્રીરામે લંકા પર આક્રમણ કરીને પૂર્વ અને રાવણ સાથ યુદ્ધમાં વિજય મેળવવા માટે શક્તિની દેવી માતા ભગવતીની આરાધના કરી હતી. ભગવાન રામે નવ દિવસ સુધી રામેશ્વરમમાં માતાની પૂજા-અર્ચના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને લંકા વિજયી થવાના આશીર્વાદ આપ્યા. દસમાં દિવસે પ્રભુ શ્રીરામે લંકેશ્વર રાવણને યુદ્ધમાં હરાવીને તેમનો વધ કર્યો અને લંકા પર વિજય મેળવ્યો. નવરાત્રિ બાદ દસમાં દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
