Magh Month 2023 : ક્યારે શરૂ થાય છે મહા મહિનો? જાણો મહા મહિનાનું મહાત્ય
મહા મહિના પહેલાં પોષ મહિનો હોય છે, અને મહા બાદ ફાગણ મહિનો આવે છે. મહા મહિનામાં સૂર્ય, ગંગા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે મહા મહિનામાં ગંગા સ્નાનથી પુણ્ય મળે છે, તેવી માન્યતા છે.
Magh Month 2023 : અંગ્રજી કેલેન્ડર સાથે સાથે આપણે ગુજરાતી કેલેન્ડરને પણ મહત્વ આપીએ છીએ. આપણે મોટા ભાગના તહેવાર ગુજરાતી કેલેન્ડર મુજબ ઉજવીએ છીએ, જેમાં માત્ર મકર સંક્રાંતિ અપવાદ છે. મહા મહિનો એ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો ચોથો મહિનો છે.

મહા મહિના પહેલાં પોષ મહિનો હોય છે, અને મહા બાદ ફાગણ મહિનો આવે છે. મહા મહિનામાં સૂર્ય, ગંગા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે મહા મહિનામાં ગંગા સ્નાનથી પુણ્ય મળે છે, તેવી માન્યતા છે.
મહા મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે સાથે મૃત્યુ બાદ મોક્ષ મળે છે. વર્ષ 2023માં 16 જાન્યુઆરી, 2023 થી મહા મહિનો શરૂ થશે. હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાતા મહા માસને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી આ જીવનમાં જ નહીં પરંતુ આગામી જીવનમાં પણ ઘણો ફાયદો થાય છે.
મહા મહિનામાં શું કરવું અને શું નહીં
મહા મહિનામાં પવિત્ર નદીઓમાં અવશ્ય સ્નાન કરવું જોઈએ, ગંગા નદીમાં સ્નાન કરવાનું શક્ય હોય તો કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. મહા માસમાં વહેલી સવારે સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી ઘણા લાભો થાય છે.
આ ઉપરાંત મહા મહિનામાં દરરોજ ગીતાના પાઠ કરવા જોઈએ. આવું કરવાથી મન શાંત રહે છે, અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. આ સાથે સાથે તમારા જીવનમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ વધે છે.
મહા મહિનામાં દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેની સાથે પૂજામાં તેમને તલ અવશ્ય ચઢાવો. એવી માન્યતા છે કે, ભગવાન વિષ્ણુની પૂજામાં તલ ચઢાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. આ સિવાય રોજ તલ ખાવાથી અને પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે.
ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે મહા મહિનામાં દરરોજ સવાર-સાંજ તુલસીજીની પૂજા કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
મહા મહિનામાં દાન કરવાનું પણ મહત્વ છે. આ મહિના દરમિયાન ગરમ વસ્ત્રોનું દાન અને તલનું દાન કરવાથી ઘણો લાભ મળે છે.
મહા મહિનામાં ક્યારેય પણ નોન-વેજ આલ્કોહોલ જેવી પ્રતિશોધક વસ્તુઓનું સેવન ન કરો. આ ઉપરાંત મહા મહિનામાં મૂળાનું સેવન પણ વર્જિત હોવાનું જણાવવામાં આવ્યું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, મહા મહિનામાં મૂળાનું સેવન કરવું એ દારૂનું સેવન કરવા જેવું માનવામાં આવે છે.
મહા સુદ પૂર્ણિમા (માઘ પૂર્ણિમા)ના રોજ સંત શિરોમણી રવિદાસની જન્મજયંતિ છે. સંત રવિદાસ કહેતા કે, મન ચંગા તો કઠૌતી મેં ગંગા. જેનો ગુજરાતીમાં અર્થ એવો થાય છે કે, મન પવિત્ર હોય, તો કથરોટમાં પણ ગંગા અવતરણ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
