દેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય
પૈસા દરેક વ્યક્તિની નાની નાની ઈચ્છા પૂરી કરે છે, જો કે પૈસા કમાવા સહેલા નથી, તેના માટે કરવી પડે છે આકરી મહેનત.
પૈસા દરેક વ્યક્તિની નાની નાની ઈચ્છા પૂરી કરે છે, જો કે પૈસા કમાવા સહેલા નથી, તેના માટે કરવી પડે છે આકરી મહેનત. કેટલાક લોકો પ્રામાણિક પણે પૈસા કમાવવામાં વિશ્વાસ રાખે છે, તો કેટલાક લોકો અપનાવે છે શોર્ટકટ. બીજી તરફ કેટલાક લોકોની આવક વધુ નથી હોતી પરંતુ તેમના ખર્ચા વધુ હોય છે. આવા લોકો લોન લેવામાં પણ પાછા નથી પડતા અને તેમની જિંદગી ઉધાર ચૂકવવામાં જ જતી રહે છે.
જો તમે પણ આવા લોકોમાંથી છો તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. કારણ કે આજે અમે તમને વાસ્તુ અંગેના કેટલાક એવા ઉપાય બતાવીશું જેનાથી તમે ટૂંક સમયમાં દેવામાંથી મુક્ત થઈ શક્શો.
આ પણ વાંચો: વાસ્તુ ટિપ્સઃ સારા કરિયર માટે અમલ કરો આ 10 સહેલા ઉપાય પર
અમે તમને એ માહિતી પણ આપીશું કે તમારી રાશિ પ્રમાણે દેવા મુક્ત થવાનો ઉપાય શું છે. તો ચાલો જાણીએ દેવા મુક્ત થવાના સરળ અને સહેલા ઉપાય.

વાસ્તુ અંગેના ઉપાય.
1. સંધ્યા પૂજા સમયે કે પૂજા બાદ ઘરની બહાર પૈસા આપવાનું ન રાખો
2. પૈસાની લેવડ દેવડ માટે સૌથી શુભ સોમવાર કે બુધવાર મનાય છે. આ દિવસો સિવાયના દિવસે ન તો ઉધાર લો ન તો કોઈને ઉધાર આપો.
3. સાંજના સમયે તુલસીના પાન ન તોડો તેનાથી આર્થિક નુક્સાન થાય છે. કહેવાય છે કે તુલસીના છોડમાં સાક્ષાત દેવી લક્ષ્મી વસે છે.

વાસ્તુ અંગેના ઉપાય
4. ઘરની દીવાલો ચોખ્ખી રાખો. દીવાલો પરના નિશાન તમારી આર્થિક સ્થિતિ નકારાત્મક અસર કરે છે. સાથે જ સમયાંતરે ઘરના ખૂણે ખૂણાની સાફાઈ કરો જેથી જાળા ન થાય.
5. ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ટોયલેટ ન બનાવો, તેનાથી દેવું વધે છે.
6. ઘર કે ઓફિસમાં પાણીની વ્યવસ્થા ઉત્તર દિશામાં રાખો. ટૂંક સમયમાં જ દેવામાંથી રાહત મળશે.

વાસ્તુ અંગેના ઉપાય
7. ઘર હોય કે દુકાન જો સીડીઓ પશ્ચિમ દિશા તરફ હોય કે પછી પશ્ચિમથી નીચે તરફ ઉતરી રહી હોય તો તમે દેવામાં ઉતરી શકો છો. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો.
8. ઘર હોય કે ઓફિસ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ કાચ લગાવો. તેનાથી આર્થિક ફાયદો થાય છે અને લોન સમાપ્ત થાય છે.
9. જો તમે લોન લીધી હોય તો પહેલો હપ્તો મંગળવારથી ચૂકવો. ઝડપથી લોન વધતી જાય છે.

મેષઃ
મેષ રાશિના જાતકોએ દેવાથી મુક્તિ મેળવવા માટે ગણેશજીની પૂજા કરવી જોઈએ. રોજ ગણેશજીને દૂર્વા ચડાવો.

વૃષભઃ
તમારે રોજ દેવી લક્ષ્મીને ગુલાબી ફૂલ અર્પણ કરવા જોઈએ.

મિથુનઃ
મિથુન રાશિના જાતકોએ દેવામાંથી મુક્ત થવા દરેક મંગળવારે ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

કર્કઃ
ગુરુવારે કેળાનું દાન કરો, તાત્કાલિક દેવાથી મુક્તિ મળશે.

સિંહઃ
દરેક શનિવારે પીપળાના વૃક્ષ પાસે સરસિયાના તેલનો દીવો કરો.

કન્યાઃ
કન્યા રાશિના જાતકોએ દરેક શનિવારે ગળી વાનગીનું દાન કરવું જોઈએ.

તુલાઃ
ગુરુવારે પીળું વસ્ત્ર ધારણ કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો

વૃશ્વિકઃ
વૃશ્વિક રાશિના લોકો દેવાથી મુક્ત થવા બુધવારે પશુઓને ચારો ખવડાવો

ધનઃ
તમે રોજ વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો.

મકરઃ
મકર રાશિના જાતકોએ પ્રતિદિન ગણેશજીની પૂજા કરીને બુધવારે લીલી ઈલાયચી અર્પણ કરવી જોઈએ.

કુંભઃ
તમારે દરેક સોમવારે શિવજીની પૂજા કરવી જોઈએ. સાથે જ મંદિરમાં જઈને શિવલિંગને જળ અર્પણ કરો.

મીનઃ
દરેક રવિવારે ગાયને ગોળ સાથે રોટલી ખવડાવો. સાથે જ રોજ સૂર્યને જળ અર્પણ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
