Vastu Shastra News : વાંસનો છોડ ઘરમાં લાવે છે પોઝિટિવિટી, જાણો ફાયદા
Vastu Shastra News : આપણે ઘર સજાવીએ છીએ, પણ ઘણીવાર જાણે અજાણે ઘર સજાવટમાં એવી ભૂલો કરતા હોય છે, જેનાથી વાસ્તુ દોષ થાય છે. જેના કારણે નકારાત્મતા ફેલાય છે. ઘણા છોડ ઘરમાં લગાવવાના કારણે ઘરમાં નકારાત્મકતા અને હકારાત્મકતા ફેલાય છે. આ સાથે ધનલાભ અને ધનહાનિ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વાંસ એટલે કે વાંસનો છોડ ઘણી બધી સળીઓથી બનેલો હોય છે અને આ બધી દાંડીઓ એકસાથે બંધાયેલી હોય છે, જેને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. વાંસનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે.

પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે વાંસનો છોડ - એવું માનવામાં આવે છે કે, વાંસનો છોડ પાંચ તત્વો પૃથ્વી, અગ્નિ, વાયુ, પાણી અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ઘરમાં લગાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે પૈસા મેળવવાના નવા રસ્તા પણ ખુલે છે. બેડરૂમમાં વાંસનો છોડ લગાવવાથી દામ્પત્ય જીવનમાં મધુરતા રહે છે.
આ રીતે ઉગાડો વાંસના છોડ - વાસ્તુ અનુસાર વાંસના છોડનો એક ફાયદો એ છે કે, આ છોડ ધન અને સૌભાગ્યને આકર્ષે છે. સારા નસીબ માટે, વાંસને 8 અથવા 9 દાંડીના જૂથમાં વાવેતર કરવું જોઈએ. એવું કહેવાય છે કે, વાંસનો છોડ લગાવવાથી બિમારી દૂર રહે છે અને વ્યક્તિનું શરીર સ્વસ્થ રહે છે.
વાંસના છોડ માટે વાવેતરની દિશા - વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે ઘર કે ઓફિસમાં વાંસનો છોડ લગાવવા માંગો છો, તો તેના માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ છે. જો તમે આ દિશામાં વાંસનો છોડ લગાવો છો, તો ઘરમાં સુખ-શાંતિ રહેશે. આ સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
આ વાતોનું રાખો ધ્યાન - વાંસનો છોડ ક્યારેય બારી પાસે ન રાખવો જોઈએ. કારણ કે, આ છોડ તડકામાં ખરાબ થઇ શકે છે. જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે. વાસ્તુ અનુસાર, વાંસનો છોડ 2 થી 3 ફૂટની ઉંચાઈ સુધી વધવો શુભ માનવામાં આવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.઼












Click it and Unblock the Notifications
