લેડીઝ ! જન્મના મહિના અનુસાર શોધો પરફેક્ટ પાર્ટનર
પોતાના જન્મના મહિના પ્રમાણે કોઈ વ્યક્તિની પર્સનાલિટીને ઓળખવી એ અંક વિજ્ઞાનનો અભ્યાસ છે.
પોતાના જન્મના મહિના પ્રમાણે કોઈ વ્યક્તિની પર્સનાલિટીને ઓળખવી એ અંક વિજ્ઞાનનો અભ્યાસ છે. સંશોધકો અને વિશ્લેષકોના મત મુજબ જન્મનો મહિલો તમારા રોજગારથી લઈને મનની સ્થિતિને પણ અસર કરે છે. એટલે જો તમે જન્મના મહિના મુજબ પાર્ટનર શોધવાની કોશિશ કરશો તો જાણો શું થશે. કારણ કે દરેક મહિનો કહે છે કે તમને કેવા પાર્ટનરની જરૂર છે.

જાન્યુઆરી
તમારે એવા વ્યક્તિની સાથે હોવું જોઈએ જે તમારી સાથે કો ઓર્ડિનેટ કરી શકે, તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે, કારણ કે તમે સતત ઝડપથી ચાલી રહ્યા છો, તમારી પાસે સ્લો કે મીડિયમ લોકો માટે જગ્યા નથી. તમારી પાસે એવું ઘણું છે જેને તમારે જીવનમાં પૂર્ણ કરવાની જરૂર છે અને તમને કેટલીક હદ સુધી રિલેશનશિપની પણ જરૂર નથી.

ફેબ્રુઆરી
તમને એવા પાર્ટનરની જરૂર છે જે તમારી સાથે શાંતિથી બેસીને તમને ઓળખી શકે. તમને લાગે છે કે તમે પરિસ્થિતિ મેનેજ નથી કરી શક્તા, કારણ કે હંમેશા લોકો તમને આવું જ કહે છે. તો તમારે એવા વ્યક્તિની સાથે હોવું જોઈએ જે તમારી જરૂરિયાતનો સમજે. જે તમારી નાની નાની વિશેષતાઓ અને તમારા વિચારોને મહત્વ આપે.

માર્ચ
તમે એક ગહન મનોદશા, પ્રશંસાપાત્ર અને સમર્થન આપનાર વ્યક્તિ છો. તમે હંમેશા બીજા પર ખર્ચ કરીને આગળ વધો છો. સામાન્ય રીતે તમે આસપાસના લોકોને ખુશ કરવામાં તમારી તમામ મૂડી લગાવી દો છો. એટલે જ તમારે એવા વ્યક્તિની સાથો હોવું જોઈએ, જે તમારું ધ્યાન રાખવામાં પોતે ખર્ચ કરે, જેમ કે તમે કરો છો. કારણ કે તમે બીજા માટે પોતાનો સમય બરબાદ કર્યો છે, તો તમારે એવા પાર્ટનરની જરૂર છે જે તમને સમય આપે.

એપ્રિલ
તમે એક વિશ્વસનીય અને સ્વતંત્ર મહિલા છો. તમારી પોતાની ઓળખ છે. તમે નિષ્પક્ષ રીતે કેટલાક કિસ્સામાં લોકોને પરેશાન કરી શકો છો. એ જ કારણ છે કે તમારે એવા વ્યક્તિની જરૂર છે જે તમે જેવા છો એવા જ તમને સ્વીકારે. તમને એવા સાથીની જરૂર છે જે તમને નિયંત્રિત કરવાનો કે દબાવવાનો પ્રયત્ન ન કરે.

મે
તમે ફાસ્ટટ્રેક પર ચાલવા માટે જાણીતા છો. તમે સતત લોગોને ભેગા કરીને આગળ વધવાનો પ્રયાસ કરો છો. તમે એકલતામાંથી બહાર નીકળવાની તક શોધો છો અને આસપાસના લોકોની સાથે રહો છો. જો તમને તેમના તરફ લાગણી છે, એટલે તમારે એવા વ્યક્તિની જરૂર છે, જે તમારી તાકાતને સંતુલિત કરી શકે.

જૂન
તમે સતત એક તૂટેલા વ્યક્તિની જેમ આગળ વધી રહ્યા છો. ભૂતકાળમાં તમારા સંબંધો સફળ ન થવા પાછળનું કારણ એ છે કે હંમેશા તમે એ વ્યક્તિઓની સાથે રહ્યા છો જે તમને નુક્સાન પહોંચાડી રહ્યા છે. તમારે એવા સાથીની જરૂરિયાત છે જે પોતાના જીવનમાં એક જ વાર પ્રેમ કરે.

જુલાઈ
તમારે એવા વ્યક્તિની સાથે હોવું જોઈએ જે તમને તમારી રીતે જીવવાની સ્વતંત્રતા આપે. કેટલાક લોકો તમારી લાઈફસ્ટાઈલ બદલવાની સલાહ આપે છે. અને કેટલાક તમારા ભરોસાપાત્ર અને ઉદાર હોવાની પ્રક્રુતિને બદલવાનું કહે છે. પરંતુ તમારે એવા વ્યક્તિની જરૂર છે જે હંમેશા તમને આગળ આવવા માટે પ્રેરણઆ આપે. તમારા નિર્ણયમાં પૂરતો સાથ સહકાર આપે.

ઓગસ્ટ
તમારે પ્રામાણિક પણે એ વ્યક્તિ સાથે રહેવું જોઈએ, જે વાસ્તવિક્તા જણાવે. પછી પરિણામ નુક્સાનકાર પણ કેમ નહોય. તમે જન્મથી જ લીડર છો. તમારી પાસે લોકોને આકર્ષવાની તાકાત છે. શક્ય છે કે તમને તમારી આ શક્તિ પર ઘમંડ પણ હોય, એટલે તમારે એવા પાર્ટનરની જરૂર છે જે તમને ધરતી પર રાખી શકે.

સપ્ટેમ્બર
તમારે એવા પાર્ટનરની સાથે હોવું જીએ જે તમારી ઉર્જાને કશુંક શીખવામાં લગાવી શખે. તમારે તમારો કિમતી સમય એવા લોકો સાથે ન વેડફવો જોઈએ જે તમારાથી ડરે. તમારે એવા વ્યક્તિ સાથે રહેવું જોઈએ જે તમારી કલ્પનાઓ સાથે તમને મજબૂત કરવામાં સક્ષમ હોય.

ઓક્ટોબર
તમે સુશીલ અને સક્ષમ વ્યક્તિ છો. તમે ઉત્સાહિત અને દયાળુ પણ છો. હકીકતમાં તમે બીજા સાથે મજાક મસ્તી કરો છો, પણ તે જણાવી પણ દો છો. કેટલીકવાર તમે લોકો સાથે ખરાબ વર્તન પણ કરો છો, જેને તમારે છોડવું પડશે. એટલે જ તમારે એ પાર્ટનરની જરૂર છે જે તમને ઓછા ન આંકે

નવેમ્બર
તમે હંમેશા મહેસૂસ કરો છો કે મોટાભાગના લોકો તમને સમજી નથી શક્તા. એટલે જ તમારે એવા વ્યક્તિની સાથે રહેવું, જે તમારી વાતો સાંભળીને કંટાળી ન જાય, પરંતુ જે તમે કહો છો તે ધ્યાનથી સાંભળે.

ડિસેમ્બર
અત્યાર સુધી તમારી ઓળખ નટખટ અને ઉત્સાહિત વ્યક્તિ તરીકે છે. તમારે એવા વ્યક્તિની શોધ કરવી જોઈએ જે તમારી આ વિશેષતાને પસંદ કરે. તમારે એવા વ્યક્તિની સાથે રહેવું જોઈએ જેને તમારી સાથે સમય પસાર કરવો હોય, અને તે વ્યક્તિ તમારા જીવનમાં હંમેશા શાંતિ તેમજ પ્રેરમા લાવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
