Surya Gochar 2022 : 17 ઓકટોબરે તુલા રાશિમાં કરશે સુર્ય ગોચર, જાણો દરેક રાશિ શું થશે અસર?
સુર્ય દર 30 દિવસે રાશિ પરિવર્તન કરે છે. 17 ઓકટોબર, 2022ના રોજ 9:38 કલાકે સુર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં સુર્યના પ્રવેશ કરવાને કારણે તુલા રાશિના જાતકો સૌથી પ્રભાવિત થશે.
Surya Gochar 2022 : સુર્ય દર 30 દિવસે રાશિ પરિવર્તન કરે છે. 17 ઓકટોબર, 2022ના રોજ 9:38 કલાકે સુર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં સુર્યના પ્રવેશ કરવાને કારણે તુલા રાશિના જાતકો સૌથી પ્રભાવિત થશે. આ રાશિના જાતકોને માન-સમ્માનની હાનિ થઇ શકે છે.
નોકરી જેવા ક્ષેત્રોમાં સમસ્યા વધી શકે છે. જાતકોને પારિવારિક સમસ્યા સર્જાઇ શકે છે. અન્ય રાશિના જાતકોને પણ અસર કરશે. સુર્ય 17 નવેમ્બર સુધી તુલા રાશિમાં રહેશે અને પછી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
દરેક રાશિ પર શું થશે અસર?

મેષ
પ્રતિષ્ઠાનો અભાવ આવશે, બિનજરૂરી ભાગદોડ થશે, કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થશે. વિવાહિત જીવનમાં પરેશાની, લોકો સાથે વિરોધાભાસ રહેશે.

વૃષભ
છઠ્ઠા ભાવમાં અશક્ત સૂર્ય શારીરિક રોગ આપશે. દુશ્મનો તમને પરેશાન કરશે. આર્થિક સંકટ આવી શકે છે. ખર્ચમાં વધારો થશે.

મિથુન
શિક્ષણ, સંતાન, પ્રેમ ક્ષેત્રે લાભ થશે. આવકના નવા સ્ત્રોત મળશે. તકોનો લાભ લેવા માટે તૈયાર રહો.

કર્ક
આર્થિક આનંદમાં ઘટાડો થશે. માતા તરફથી વિવાદ અથવા માતા સાથે વિવિદ સર્જાઇ શકે છે. જમીન, મિલકતની બાબતોમાં સમસ્યા થઈ શકે છે.

સિંહ
શક્તિ અને પરાક્રમમાં ઘટાડો થશે, માન-સન્માન વધશે, ભાઈ-બહેનો સાથે અણબનાવ થઈ શકે છે. તમને આર્થિક લાભ મળશે.

કન્યા
તમારી વાણીમાં સંયમ રાખવો. પૈસા આવશે. કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા
કાર્યસ્થળ પર જોખમી સ્થિતિ રહેશે. કામકાજમાં બદલાવ આવશે. વિવાહિત જીવન મુશ્કેલ રહેશે. પ્રેમ સંબંધોમાં મુશ્કેલી આવશે.

વૃશ્ચિક
ખર્ચમાં વધારો થશે. તમે બિનજરૂરી કામમાં ખર્ચ કરી શકો છો. કોર્ટના મામલાઓ જટિલ બની શકે છે.

ધન
આવક પ્રાપ્ત થશે, પરંતુ ખર્ચ પણ તે જ પ્રમાણમાં થશે. તમને આર્થિક લાભ મળશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

મકર
આજીવિકાના સાધનોમાં બદલાવ આવશે. નવી નોકરીઓ પ્રાપ્ત થશે. સરકારી સેવા ક્ષેત્રે પડકારજનક સમય રહેશે.

કુંભ
ભાગ્યનો ઉદય થશે, નાણાકીય કટોકટી ઓછી થશે. નવી નોકરીઓ પ્રાપ્ત થશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે.

મીન
સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે. ગૂઢ વિજ્ઞાનમાં રસ વધશે. સંકટનો સમય ઓછો રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
