Sun Transit 2022 : સુર્ય ગોચર કરશે આ રાશિનો ભાગ્યોદય, મળશે મોટી સફળતા
Sun Transit 2022 : 16 નવેમ્બર, 2022ના રોજ ગ્રહોના રાજા ભગવાન સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે. સુર્ય રાશિ પરિવર્તન તમામ રાશિ પર અસર કરશે, પંરતું આ પાંચ રાશિ માટે આ ગોચર વિશેષ રહેશે.
Sun Transit 2022 : 16 નવેમ્બર, 2022ના રોજ ગ્રહોના રાજા ભગવાન સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે. સુર્ય રાશિ પરિવર્તન તમામ રાશિ પર અસર કરશે, પંરતું આ પાંચ રાશિ માટે આ ગોચર વિશેષ રહેશે. આ રાશિના જાતકોને સુર્ય ગોચરથી ઘણા લાભ મળશે. આ સાથે આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં મોટી સફળતા મળશે. આ સાથે સાથે તેમને ધનની પ્રાપ્તિ પણ થશે. તો આવો જાણીએ સુર્ય ગોચરથી કઇ રાશિને ફાયદો થશે.

કર્ક રાશિ પર સુર્ય ગોચરની અસર
સુર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. કાર્યમાં સફળતા મળશે. કરિયર માટે સમય સારો છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. પ્રવાસનું આયોજન થાય તેવી શક્યતા છે.

સિંહ રાશિ પર સુર્ય ગોચરની અસર
સૂર્યનું ગોચર સિંહ રાશિના લોકોને ઘણો લાભ આપશે. જીવનમાં ખુશીઓમાં વધારો થશે. આ સાથે મિલકતમાંથી પણ લાભ થશે. તમે બચત કરવામાં સફળ રહેશો. રોકાણ માટે સમય સારો છે. આ સાથે તમારા કાર્યસ્થળ પર પ્રભાવ વધશે. આર્થિક સ્થિતિમાં વધારો થશે. પૈસાથી ફાયદો થશે.

તુલા રાશિ પર સુર્ય ગોચરની અસર
સુર્યનું રાશિચક્રમાં પરિવર્તન તુલા રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી છે. આ સમય દરમિયાન પૈસાની બચત થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ સાથે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આ સમય દરમિયાન તમને રોકાણથી લાભ થશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ પર સુર્ય ગોચરની અસર
સુર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યા છે, તેથી વૃશ્ચિક રાશિના લોકો પર તેની અસર સૌથી વધુ પડશે. નોકરી અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન પ્રમોશન થઈ શકે છે. આ સાથે તમારું માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિ પર સુર્ય ગોચરની અસર
કુંભ રાશિના લોકો માટે સુર્યનું રાશિ પરિવર્તન ધન લાવશે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થશે. વેપારીઓના નફામાં વધારો થશે. પ્રમોશન મળવાની પ્રબળ શક્યતાઓ છે. તમારી પ્રશંસા થશે. માન-સન્માન સાથે સાથે તમને ખ્યાતિ પણ મળશે. આ સમયગાળા દરમિયાન પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
