સૂર્ય અને બુધ એક જ દિવસે 16 જુલાઈએ કર્ક રાશિમાં કરશે પ્રવેશ, જાણો દરેક રાશિ પર અસર
માન-સમ્માન, પદ અને પ્રતિષ્ઠાનો ગ્રહ સૂર્ય તેમજ જ્ઞાન, બુદ્ધિ, વાણી અને સંપત્તિનો પ્રતિનિધિ ગ્રહ બુધ બંને 16 જુલાઈએ એક જ દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જાણો દરેક રાશિ પર અસર
નવી દિલ્લીઃ માન-સમ્માન, પદ અને પ્રતિષ્ઠાનો ગ્રહ સૂર્ય તેમજ જ્ઞાન, બુદ્ધિ, વાણી અને સંપત્તિનો પ્રતિનિધિ ગ્રહ બુધ બંને 16 જુલાઈએ એક જ દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 16મી જુલાઈ 2022ના રોજ રાત્રે 10.56 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને બુધ બપોરે 12.10 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રની કર્ક રાશિમાં બંને ગ્રહોની એકસાથે યાત્રા ખૂબ જ શુભ રહેશે. મંગળ પણ આ જ દિવસે સવારે 7.55 કલાકે ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.

કર્ક રાશિમાં બુધાદિત્ય યોગ
સૂર્ય-બુધનો સંયોગ કર્ક રાશિમાં બુધાદિત્ય યોગ બનાવશે જે વિશેષ ફળદાયી રહેશે. સૂર્યની રાશિ સિંહ, બુધની રાશિ મિથુન-કન્યા અને ચંદ્રની રાશિ કર્ક માટે આ ગોચર શ્રેષ્ઠ રહેશે. અન્ય રાશિઓ માટે પણ આ ગોચર શુભાશુભ રહેશે. 31મી જુલાઈએ બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે સૂર્ય 17મી ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે બુધાદિત્ય યોગનો સંયોગ 15 દિવસ સુધી રહેશે.

મેષથી લઈને કન્યા રાશિ પર પ્રભાવ
- મેષ: મેષ રાશિના ચોથા ભાવમાં સૂર્ય-બુધ ગોચર કરશે. શુભ પરિણામ મળશે. ધન-સંપત્તિ અને માતૃત્વ સુખ મળશે.
- વૃષભ: ત્રીજા ભાવમાં સૂર્ય-બુધનુ ગોચર ભાઈ-બહેન તરફથી લાભ કરાવશે. સંબંધો સુધરશે, પરાક્રમમાં વધારો થશે.
- મિથુન: ધન અને વાણીનો પ્રભાવ વધશે. લાભની તકો ઊભી થશે. પ્રોપર્ટી સંબંધિત કામ ઝડપી ગતિએ થશે.
- કર્કઃ શારીરિક પીડા દૂર થશે. બૌદ્ધિક કાર્યમાં તમને લાભ મળશે. પ્રવાસો થશે. આવકના નવા સ્ત્રોત મળશે.
- સિંહ: દ્વાદશમાં બુધાદિત્ય સર્વત્ર વિજય અપાવશે. આર્થિક લાભ થશે, કેસોમાં જીત થશે.
- કન્યા: લાભની તકો વધશે. આવક પ્રાપ્ત થશે. રોકાણ નફો આપશે. મિત્રો, જીવનસાથી તરફથી તમને લાભ મળશે.

તુલાથી લઈને મીન સુધી પ્રભાવ
- તુલા: લાભ ભાવનો સૂર્ય-બુધ વિશેષ સિદ્ધિઓ આપશે. આવકના નવા સ્ત્રોત મળશે. સ્વજનોનો સહયોગ મળશે.
- વૃશ્ચિક: ભાગ્યને બળ મળશે. સંકટ ઓછુ થશે. ધન આવશે પણ ખર્ચ પર નિયંત્રણ રાખવુ પડશે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે.
- ધન: શારીરિક પીડા તમને પરેશાન કરી શકે છે. પૈસાની કમી અનુભવાશે. તમે બૌદ્ધિક ક્ષમતા દ્વારા પૈસા કમાઈ શકશો.
- મકર: વિવાહિત જીવન સુખમય રહેશે. માન-સન્માન મળશે. આર્થિક સંકટ દૂર થશે. મિત્રો તરફથી તમને લાભ મળશે.
- કુંભ: શત્રુઓ અને રોગો તમને પરેશાન કરશે. જો કે તમે તેના પર વિજય મેળવી લેશો. આર્થિક સંકટ આવી શકે છે. સ્વાસ્થ્ય બગડશે.
- મીન: પ્રેમ, શિક્ષણ, સંતાનની બાબતોમાં તમને લાભ થશે. કટોકટી ટળી જશે. ધન લાભ થશે. નવી વિદ્યાઓ શીખશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
