Solar Eclipse 2023 : આ તારીખે થશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ ત્રણ રાશિને કરશે અસર
Solar Eclipse 2023 : સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે, જેનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. એવી માન્યતા છે કે, ગ્રહણ ઘણી રીતે રાશિઓને પ્રભાવિત કરે છે અને જાતકોના જીવમ પર અસર કરે છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ થશે, જેમાં 2 સૂર્ય ગ્રહણ તેમજ 2 ચંદ્ર ગ્રહણનો સમાવેશ થાય છે.
આ ક્રમમાં, પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું, ત્યારબાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5-6 મેની રાત્રે થયું હતું. હવે ટૂંક સમયમાં જ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થવાનું છે.

વર્ષ 2023નું બીજું સૂર્યગ્રહણ - આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ હશે. વલયાકાર સૂર્યગ્રહણ એ સૂર્યગ્રહણ છે, જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકતો નથી. આ કારણે સૂર્ય અગ્નિની વીંટી જેવો દેખાય છે અને નાનો દેખાય છે.
આ સૂર્યગ્રહણ વિશ્વના કેટલાક ભાગોમાંથી જોઈ શકાશે. આ સ્થળોમાં આફ્રિકાનો પશ્ચિમ ભાગ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, પેસિફિક મહાસાગર અને આર્કટિકનો સમાવેશ થાય છે.
રાશિ પર અસર - આ સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં, જેના કારણે તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં. જોકે, આ સૂર્યગ્રહણ કેટલીક રાશિઓને અસર કરી શકે છે.
કન્યા રાશિ પર સૂર્ય ગ્રહણની અસર - આ રાશિ માટે સૂર્યગ્રહણ શુભ માનવામાં આવતું નથી. કન્યા રાશિના લોકોને તેમના પરિવાર અને મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. જે કારણે તેઓએ આ સમય દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.
મેષ રાશિ પર સૂર્ય ગ્રહણની અસર - સૂર્યગ્રહણની નકારાત્મક અસર મેષ રાશિના લોકો પર પણ પડી શકે છે. આ રાશિના લોકોને નજીકના લોકો દ્વારા છેતરવાની સંભાવના છે અને નોકરીના ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.
તુલા રાશિ પર સૂર્ય ગ્રહણની અસર - સૂર્યગ્રહણની અસરને કારણે તુલા રાશિના લોકો માનસિક તણાવમાંથી પસાર થઈ શકે છે. તેનાથી ચીડિયાપણું વધી શકે છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ રાશિ પર સૂર્ય ગ્રહણની અસર - આ રાશિના લોકોને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તમારે કાર્યસ્થળ પર ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
