Shardiya Navratri 2022: ઘટ સ્થાપના સાથે 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે શારદીય નવરાત્રિ, જાણો મુહૂર્ત
સંવત 2079 અશ્વિન શુક્લ પ્રતિપદા તારીખ 26 સપ્ટેમ્બર 2022 સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જાણો પૂજા મુહૂર્ત.
નવી દિલ્લીઃ સંવત 2079 અશ્વિન શુક્લ પ્રતિપદા તારીખ 26 સપ્ટેમ્બર 2022 સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે સવારે 8.04 વાગ્યા સુધી શુક્લ યોગ રહેશે, ત્યારબાદ આખો દિવસ બ્રહ્મ યોગ રહેશે. આ વખતે સોમવારથી નવરાત્રિ શરૂ થવાને કારણે દેવીનુ આગમન ગજમાં થશે. આ ખૂબ જ શુભ છે. આ શુભ યોગમાં શરૂ થયેલી દેવીની પૂજા જલ્દી જ શુભ અને ફળદાયી બની રહે છે. આ વખતે નવરાત્રી નવ દિવસની રહેશે. તારીખમાં કોઈ ફેરફાર ન હોવાને કારણે નવરાત્રિના આખા નવ દિવસ સિદ્ધિ સાધના માટે ખાસ રહેશે.

ઘટ સ્થાપના મુહૂર્ત
26મી સપ્ટેમ્બરે સૂર્યોદય સવારે 6.20થી સવારે 10.20 સુધી ઘટસ્થાપન માટે શ્રેષ્ઠ સમય રહેશે.
અભિજિત મુહૂર્ત: બપોરે 11.54થી 12.42 સુધી
અમૃત: સવારે 6.20થી 7.49
શુભ : 9.19 થી 10.48 સુધી
હોરા મુજબ મુહૂર્ત
ચંદ્ર હોરા: સવારે 6.20થી 7.19
ગુરુ હોરા: સવારે 8.20થી 9.19
નવરાત્રિના દિવસ અને શુભ યોગ
26 સપ્ટેમ્બર - ઘટસ્થાપન, શારદીય નવરાત્રિનો પ્રારંભ, શૈલપુત્રી પૂજા
27 સપ્ટેમ્બર - દ્વિતિયા, બ્રહ્મચારિણી પૂજા
28 સપ્ટેમ્બર - તૃતીયા, ચંદ્રઘંટાની પૂજા
29 સપ્ટેમ્બર - ચતુર્થી, કુષ્માંડાની પૂજા
30 સપ્ટેમ્બર - પંચમી, સ્કંદમાતાની પૂજા
1 ઓક્ટોબર - ષષ્ઠી કાત્યાયની પૂજા
2 ઓક્ટોબર - સપ્તમી, કારાત્રિ પૂજી
3 ઓક્ટોબર - મહા અષ્ટમી, મહાગૌરી પૂજા
4 ઓક્ટોબર - મહાનવમી, સિદ્ધિદાત્રી પૂજા, હવન-પૂજન, નવરાત્રી ઉત્થાન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
