Navratri 2023: શારદીય નવરાત્રિ શરુ થતા પહેલા પૂરા કરી લો આ જરુરી કામ
Navratri 2023: આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ તહેવારમાં ભક્તો નવ દિવસ સુધી સંપૂર્ણ ભક્તિભાવ સાથે દેવી દુર્ગાની સેવા કરે છે.
નવરાત્રિની ઉજવણી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ચાલો એ પણ જાણીએ કે નવરાત્રિની શરૂઆત પહેલા કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ.

1. ઘરની સફાઈ: માતાના ભક્તો નવરાત્રિની આતુરતાથી રાહ જુએ છે. નવરાત્રિ ઉત્સવ શરૂ થાય તે પહેલાં, તમારા ઘરને સારી રીતે સાફ કરો. પૂજા રૂમથી શરૂ કરીને દરેક ખૂણાને સાફ કરો. માતા સ્વચ્છ જગ્યાએ જ રહે છે.
2. ઘરને શુદ્ધ કરો: સફાઈ કર્યા પછી ઘરને શુદ્ધ કરવું પણ જરૂરી છે. સફાઈ અભિયાન પૂરું થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
3. તામસિક ખોરાક ટાળોઃ જો તમારા ઘરમાં ફ્રિજમાં લસણ, ડુંગળી અને નૉન-વેજ રાખવામાં આવ્યા હોય તો તેને સાફ કરતા પહેલા કાઢી લો. નવરાત્રિ દરમિયાન ઘરમાં તામસિક સામગ્રી ન રાખવામાં આવે તો સારું રહેશે.
4. વાળ કાપવાઃ નવરાત્રિ દરમિયાન વાળ, નખ કાપવા અને દાઢી-મૂછ કાપવી વર્જિત માનવામાં આવે છે, તેથી શારદીય નવરાત્રિની શરૂઆત પહેલાં આ કામ કરો તો સારું રહેશે.
5. દરવાજા પર સ્વસ્તિક ચિન્હઃ નવરાત્રિની શરૂઆત પહેલા મા દુર્ગાના સ્વાગત માટે તમારા ઘરના દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવો. તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ નિશાની બનાવો.
6. વ્રતનો સામાનઃ જો તમે નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરી રહ્યા છો તો તેની સાથે સંબંધિત ખરીદી અગાઉથી કરી લો. તમારે રાજગરાનો લોટ, મોરૈયો, સિંધવ મીઠુ, સાબુદાણા, બટાકા, મગફળી વગેરે અગાઉથી ખરીદી લેવા જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
