Shani Vakri 2023: શનિ 17 જૂનથી થશે વક્રી, આ 3 રાશિઓનો કરશે ઉદ્ધાર, બનાવી દેશે માલામાલ
શનિ એક તરફ ક્રૂર અને કઠોર દેવતા તરીકે ઓળખાય છે પરંતુ એ પણ એટલુ જ સાચુ છે કે તેમનાથી મોટો ન્યાયપ્રિય ઈશ્વર કોઈ નથી. તમારા કાર્યો અનુસાર તમે જાતે જ નક્કી કરી શકો છો કે તમારા જીવન પર શનિદેવનો પ્રભાવ કેવો હશે.
તમારા સારા કાર્યોથી શનિદેવ પ્રસન્ન થશે. જ્યારે તમારા ખરાબ કાર્યો તમને રસ્તા પર લાવી શકે છે. આ જ કારણ છે કે જીવનમાં હંમેશા સારા કાર્યો કરવાની સલાહ આપવામાં આવે છે.

કર્મો સિવાય ઘણી વખત ગ્રહોની સ્થિતિ પણ જીવનને પ્રભાવિત કરે છે. ટૂંક સમયમાં સૂર્ય પુત્ર શનિ પોતાની ચાલ બદલશે. હાલમાં, શનિ કુંભ રાશિમાં માર્ગી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યા છે, પરંતુ 17 જૂન પછી, તે વક્રી સ્થિતિમાં આગળ વધવાનું શરૂ કરશે. ચાલો જાણીએ કે કઈ ભાગ્યશાળી રાશિઓને શનિની વક્રી ગતિથી લાભ મળવાનો છે.
વૃષભ
વૃષભ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ રાશિના જાતકોને શનિની વક્રી ગતિનો મહત્તમ લાભ મળશે. આ સમયગાળા દરમિયાન કરિયરમાં નવો વળાંક આવશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન થઈ શકે છે. વ્યાપારીઓને લાભદાયક સોદો મળી શકે છે. વ્યવસાયને આગળ વધારવા માટે સમય અનુકૂળ છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે.
સિંહ
સિંહ રાશિના જાતકોને શનિની વક્રી ગતિનો લાભ મળશે. તમને નાણાકીય લાભ મળશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમે વ્યવસાયને આગળ વધારવા માટે અસરકારક યોજના બનાવી શકો છો અને તેના હકારાત્મક પરિણામો ભવિષ્યમાં જોવા મળશે. નોકરી કરતા લોકોને પણ આર્થિક લાભ મળશે. વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. શનિદેવ તમને આશીર્વાદ આપતા રહેશે.
તુલા
શનિદેવની વક્રી ચાલ તુલા રાશિના લોકોનું ભાગ્ય સુધારશે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ રાશિના અપરિણીત લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે અને તે લગ્ન સુધી પણ પહોંચવાની આશા છે. શનિદેવની કૃપાથી પૈસાની સમસ્યા દૂર થશે. વેપારીઓને ફાયદો થશે. પ્રવાસનો યોગ દેખાય છે. શક્ય છે કે તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જઈ શકો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
