Sarva Pitru Amavasya 2022: 25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસ પર ત્રિવેણી પૂજનથી દૂર થશે બધા સંકટ
સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ આવી રહી છે. દરેક પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે આ દિવસે ત્રિવેણી પૂજા કરવી જોઈએ. જાણો તેનુ મહત્વ.
નવી દિલ્લીઃ સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ આવી રહી છે. દરેક પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે આ દિવસે ત્રિવેણી પૂજા કરવી જોઈએ. ત્રિવેણી એટલે ત્રણ દૈવી વૃક્ષોનો સંગમ. જેમાં વડ, પીપળો અને લીમડાનો સમાવેશ થાય છે. જ્યાં આ ત્રણ વૃક્ષો એક જ મૂળ સાથે જોડાયેલા હોય તે સ્થાન ત્રિવેણી બની જાય છે. સર્વપિતૃ અમાસના દિવસે આ ત્રિવેણીની પૂજા કરવાથી અનેક લાભ મળે છે.

ત્રિવેણીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે તેથી તેમની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજા થાય છે. ઘણા લોકો કહી શકે કે રવિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરવામાં આવતો નથી પરંતુ કોઈ ખાસ તહેવારમાં પૂજા અને સ્પર્શ કરવાથી કોઈ દોષ લાગતો નથી. સર્વ પિતૃ અમાસ એક મોટો તહેવાર છે. આ દિવસે સવારે 6.20થી 5.56 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. સાથે જ શુભ યોગ પણ બનશે.
કેવી રીતે કરશો ત્રિવેણી પૂજન
સર્વપિતૃ અમાસના દિવસે ત્રિવેણી વૃક્ષના મૂળમાં શુદ્ધ જળ,ગાયનુ કાચુ દૂધ, લાલ ફૂલ અને સાકરનુ મિશ્રણ કરીને અર્પણ કરો. વિવિધ વસ્તુઓ વડે વૃક્ષની પૂજા કરો. ઝાડની 108 પરિક્રમા કરતી વખતે ભગવાન નારાયણના 108 નામનો જાપ કરો અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. અથવા ऊं नमो नारायणाय, या ऊं नमो भगवते वासुदेवाय नम: મંત્રનો જાપ કરતા રહો.
ત્રિવેણી પૂજનના લાભ
- આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.
- ત્રિવેણીની પૂજા કરવાથી ગ્રહોની પીડા દૂર થાય છે.
- ત્રિવેણી પૂજા શુભ વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જાય છે.
- દર્દીના રોગ મટી જાય છે.
- ઉંમર અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.
- જે હેતુ માટે સંકલ્પ સાથે પૂજા કરવામાં આવે છે તે હેતુ સિદ્ધ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
