Sankat Chauth(Angarki Chauth): આજે 21 ચોથનુ ફળ આપતી અંગારકી ચોથ, જાણો તમારા શહેરમાં ચાંદ નીકળવાનો સમય
આજે સંકટ ચોથની સાથે અંગારકી ચોથ પણ છે. આજના દિવસે વ્રત રાખવાથી 21 ચોથ કર્યાનુ ફળ મળે છે.
Sankat Chauth(Moonrise Timing): માઘ મહિનાના પવિત્ર મહિનામાં આજે ભગવાન ગણેશની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે. આજે પોષ વદ ચોથ હોવાથી તે અંગારકી સંકટ ચોથ બને છે. આ દિવસે 21 ચોથ કર્યાનુ ફળ મળે છે. આજના દિવસે મહિલાઓ આખા દિવસનુ વ્રત રાખે છે અને ગણપતિની પૂજા કરે છે અને સાંજે ચાંદ જોઈને તેને અર્ધ્ય આપીને પોતાનુ વ્રત ખોલે છે.

દૂર થાય છે બધા સંકટ
વિક્રમ સંવત 2079માં આ એકમાત્ર અંગારકી સંકટ ચોથ છે. આ શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિર્વિઘ્ને પૂરા થાય છે. કોઈ સંકટ આવતુ નથી અને તે ગણેશજીની જેમ બુદ્ધિમાન અને જ્ઞાની બને છે. આ વ્રતને તિલકુટ ચોથ પણ કહેવાય છે કારણકે આમાં ભગવાન ગણેશને તલના લાડુઓનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

વ્રતની તિથિ અને પૂજા વિધિ
વ્રતની તિથિ
10 જાન્યુઆરી બપોરે 12.09 વાગ્યાથી 11 જાન્યુઆરી બપોરે 2.30 વાગ્યા સુધી
પૂજા વિધિ
સંકટ ચતુર્થીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
ભગવાન ગણેશનુ ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લેવો.
ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવી.
સંકટ ચતુર્થીની સાંજે ચંદ્રમાના દર્શન કરીને વ્રત ખોલવુ.

ચંદ્રોદયનો સમય
આ દિવસે ચંદ્ર દર્શન માટે ખૂબ રાહ જોવી પડે છે. અહીં જુઓ વિવિધ શહેરમાં ચંદ્રોદયનો સમય.
નવી દિલ્લીઃ 08:41 pm
લખનઉ, ઉત્તર પ્રદેશ: 08:28 pm
ચંદીગઢ: 08:39 pm
ભુવનેશ્વર, ઓડિશા: 08:17 pm
શિમલા, હિમાચલ પ્રદેશ: 08:37 pm
દેહરાદૂન, ઉત્તરાખંડ: 08:35 pm
રાંચી , ઝારખંડ: 08:15 pm
પુણે, મહારાષ્ટ્ર: 09:09 pm
નાગપુર, મહારાષ્ટ્ર: 08:44 pm
જયપુર, રાજસ્થાન: 08:50 pm
અમદાવાદ, ગુજરાત: 09:08 pm
પટના, બિહાર: 08:13 pm
મુંબઈ, મહારાષ્ટ્ર: 09:13 pm
બેંગલુરુ, કર્ણાટક: 09:01 pm
ભોપાલ, મધ્ય પ્રદેશ: 08:48 pm
રાયપુર, છત્તીસગઢ: 08:33 pm
હૈદરાબાદ, તેલંગાણા: 08:52 pm
ચેન્નાઈ, તમિલનાડુ: 08:50 pm
કોલકાતા, પશ્ચિમ બંગાળ: 08:04 pm
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
