શ્રાવણમાં આ રીતે કરો શિવ ભક્તિ, તમામ મનોરથો થશે સિદ્ધ
ભગવાન શંકરને શ્રાવણ પસંદ છે, આ માસમાં વિશેષ રીતે જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તમારા તમામ મનોરથો સિદ્ધ થાય છે.
શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિનું ખાસ મહત્વ છે. શ્રાવણ માસમાં કરેલ શિવ ભક્તિ વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી તેને સુખ અને શાંતિ અર્પે છે. એવી માન્યતા છે કે, શ્રાવણ માસમાં સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલા વિષને ભગવાન શિવે જનકલ્યાણ માટે ગ્રહણ કર્યું હતું. ત્યારે ઈન્દ્રએ પ્રસન્ન થઈ શીતળતા પ્રદાન કરવા માટે વર્ષાઋતુમાં વરસાદ કર્યો હતો. આ કારણે જ શ્રાવણ માસમાં ભગવાન શિવનો જળાભિષેક કરવાની પરંપરા શરૂ થઇ હતી.

અભિષેકપ્રિય છે ભગવાન શિવ
શિવનું જ અન્ય એક નામ છે, રૂદ્ર. રૂદ્રને અભિષેકપ્રિયઃ કહેવામાં આવે છે, એટલે કે એમને અભિષેક સૌથી વધુ પ્રિય છે. આથી જ શ્રાવણ માસમાં શિવજીનો અભિષેક કરવામાં આવે છે. મોટાભાગના લોકો જળથી શિવનો અભિષેક કરે છે, પરંતુ સમૃદ્ધ લોકો દૂધ, મધ, દહીં, વગેરે જેવા દ્રવ્યોથી ભગવાન શિવનો અભિષેક કરે છે.

વિવિધ કાર્યપૂર્તિ માટે થાય છે શિવભક્તિ
- જો તમને કોઈ વાતનો ડર હોય તો તમે દુર્વાને પીસી, તેમાથી શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો. આ ઉપાયથી દરેક પ્રકારના ડરનો નાશ થાય છે.
- જો તમને બાળક ન થતું હોય તો, વાંસના અંકુરથી શિવલિંગ તૈયાર કરો અને તેની વિધિવત પૂજા કરો. થોડા સમય બાદ તમને સંતાનપ્રાપ્તિ થશે.
- જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો અથવા ધન આવતું જ ન હોય તો તમે કઠણ દહીંનું શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા-અર્ચના કરો. આવું કરવાથી તમને આર્થિક સમસ્યામાં રાહત મળશે અને ધનવર્ષા થવા લાગશે.
- જો તમારા કુટુંબમાં સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સુખ-શાંતિ ઈચ્છો છો તો ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરો, જરૂર લાભ થશે.
- ખેડૂતોએ ગોળમાં અન્ન ચોંટાડી શિવલિંગ તૈયાર કરી તેની વિધિવત પૂજા કરવાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે અને સમૃદ્ધિ વધે છે.
- જો કોઈ ઘણા લાંબા સમયથી બીમાર હોય અને તો સાજા થવા માટે દહીં અને ખાંડથી બનેલા શિવલિંગની સામે રૂદ્રાષ્ટકનો પાઠ કરો અને વિધિવત પૂજા અર્ચના કરો. આમ કરવાથી થોડા સમયમાં ફેરફાર જોવા મળશે.
- આયુવૃદ્ધિ માટે કસ્તુરી અને ચંદનથી બનેલા શિવલિંગનું પૂજન કરવાથી લાભ થાય છે.
- જો તમે દુશ્મનો અને વિરોધીઓથી વધારે હેરાન થાઓ છો, તો લસણીયાથી બનેલા શિવલિંગની પૂજા કરો. આ ઉપાય કરવાથી તમારા દુશ્મનોનો નાથ થવા લાગશે.
- જો કન્યાના લગ્ન ન થતા હોય તો મોતી અને નવનીત વૃક્ષના પાનથી બનેલા શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી લગ્નમાં અવાનારી અડચણો દૂર થાય છે અને સંપન્ન કુટુંબમાં તેના લગ્ન થાય છે.

ધનવર્ષા અને કુટુંબમાં સુખ-શાંતિ

ધન-ધાન્ય અને આરોગ્ય

દરેક સમાસ્યનું નિવારણ કરે છે ભગવાન શિવ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
