તમારા નખના અર્ધચંન્દ્રને આધારે જાણો તમારુ ભવિષ્ય
સમુદ્ર શાસ્ત્રમાં મનુષ્યના દરેક અંગોના વખાણ કરવામાં આવ્યા છે, જેને આધારે તમે તમારા ભવિષ્યને લગતી જાણકારી મેળવી શકો છો. તમે દરરોજ તમારા હાથને નિહાળતા તો હશો જ. તેમા બનેલી રેખાઓને પણ તમે જરૂર નીહાળી હશે. તેને સમજવા માટે પણ ઘણા પ્રયત્નો પણ કર્યા હશે.

પણ શું કોઈ દિવસ તમે તમારી આંગળીના નખોનુ ધ્યાનથી નિરિક્ષણ કર્યુ છે? ક્યારેય જાણવા પ્રયત્ન કર્યો કે તેમાં શું દોરેલુ છે? મોટા ભાગના લોકોનો નવાબ 'ના' હશે. તમે તમારા હાથો પર રોજ નજર તો નાખો છો પણ ધ્યાનથી નહી. માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમારા નખમાં બનેલા અર્ધચંદ્રને આધારે તમારુ ભવિષ્ય શું હોઈ શકે.
તર્જની
જો તમારી તર્જની આંગળીના મૂળમાં અર્ધચંદ્ર દેખાતો હોય તો, વ્યકિત જે ક્ષેત્રે કાર્ય કરતી હોય પછી તે નોકરી, વેપાર કે કોઈ અન્ય કાર્ય જ કેમ ન હોય તેને તેમાં સફળતા મળે છે. આવા લોકો મહત્વકાંક્ષી હોય છે. તેઓ પોતાની મહેનતથી આગળ વધે છે.
મધ્યમા
જો મધ્યમા આંગળીના મૂળમાં અર્ધચંદ્ર દેખાતો હોય તો તેવી વ્યકિતને કોઈને કોઈ પ્રકારે અચાનક ધન લાભ થઈ શકે છે. કોઈ સંપતિ મળી શકે છે. મધ્યમાં આંગળી શની સાથે સંબંધ ધરાવે છે. જેને કારણે આ આંગળીના અર્ધચંદ્રને કારણે વ્યકિતને દરેક વસ્તુ મોડેથી મળે છે. પછી ભલે નોકરી હોય કે છોકરી.
અનામિકા
જે જાતકોની અનામિકા આંગળીના નખમાં અર્ધચંદ્ર દેખાતો હોય તો તેનો અર્થ એ થાય છે કે, તેવા જાતકોને જીવનમાં માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને વિદ્યાર્થિઓને પોતાની પરિક્ષામાં સફળતા મળે છે. સુર્ય સાથે સંબંધિત હોવાને કારણે આ આંગળીનો અર્ધચંદ્ર અનેક લાભ કરાવે છે. જેવાકે, રાજકારણ, સરકારી નોકરી, ડૉક્ટર જેવા ક્ષેત્રોમાં પ્રગતિ થાય છે.
કનિષ્ઠિકા
કનિષ્ઠિકા આંગળી બુધ સાથે જોડાયેલી છે. બુધ વેપાર, એંકરિંગ, સંગીત વગેરેનો કારક હોય છે. જેને લીધે કનિષ્ઠિકા આંગળીમાં અર્ધચંદ્ર દેખાય તો તેવા જાતકો વેપાર, સંગીત, એંકરિંગની દુનિયામાં સારી નામના મેળવે છે.
અંગુષ્ઠ
જે જાતકોના અંગુઠાના મૂળમાં અર્ધચંદ્ર હોય છે તેવા લોકોને શુક્ર ગ્રહને સંબંધિત લાભો મળે છે. ભૌતિક સુખ-સંપતિ મળે છે. એક્ટિંગની દુનિયામાં સફળતા મળે છે અને આવા લોકોનો વિલપાવર ખુબ જ મજબુત હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
