જાણો ભગવાન શિવને રાવણે કેવી રીતે કર્યા હતા પ્રસન્ન?
આજે રાવણની શિવભક્તિ સાથે જોડાયેલ એક સુંદર પ્રસંગ સાંભળીએ..
નવી દિલ્લીઃ અસુરરાજ રાવણનુ આખુ જીવન ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યુ. અપરિમિત ગુણોનો સ્વામી રાવણ બળ, જ્ઞાન, ભક્તિ બધામાં અતુલ્ય હતો. સંસાર રાવણને હંમેશા તેની બુરાઈઓ માટે યાદ કરે છે પરંતુ રાવણની ભક્તિ અને જ્ઞાનનુ ઉંડાણ એટલુ હતુ જેને માપવુ અસંભવ હતુ. સ્વયં મહાશિવ તેના સાક્ષી છે કારણકે રાવણ તેમનો પરમ ભક્ત હતો. રાવણે જે પરિમાણમાં ભગવાન શિવની ભક્તિ કરી, પોતાના અતુલ્ય તપથી જે રીતે તેમને પ્રસન્ન કરીને પોતાના બનાવી લીધા, તેની બરાબરી સંસારમાં કદાચ જ કોઈ કરી શક્યુ છે. આજે રાવણની શિવભક્તિ સાથે જોડાયેલ એક સુંદર પ્રસંગ સાંભળીએ..

પુષ્પક વિમાનમાં બેસીને કૈલાશ પર્વત પર પહોંચી ગયો
એ સમયની વાત છે જ્યારે રાવણ પોતાના સાવકા ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા છીનવી ચૂક્યો હતો અને પોતાનુ સુવર્ણનગર વસાવી ચૂક્યો હતો. એ વખતે રાવણના મનમાં વિચાર આવ્યો કે તે સ્વયં તો સુવર્ણનગરીમાં રહે છે જ્યારે તેના દેવાધિદેવ મહાશિવ કૈલાશ પર્વત પર કેટલી અસુવિધાઓ વચ્ચે રહે છે. આ વિચાર આવતા જ રાવણ પોતાના પુષ્પક વિમાનમાં બેસીને કૈલાશ પર્વત પર પહોંચી ગયો.

રાવણનો સામનો નંદી સાથે થયો
કૈલાશ પર્વત પર સૌથી પહેલા રાવણનો સામનો નંદી સાથે થયો. નંદીએ રાવણને આવવાનુ કારણ પૂછ્યુ. રાવણે જણાવ્યુ કે તે ભગવાન શિવને પોતાની સાથે લંકા લઈ જવા માટે આવ્યો છે. નંદીએ કહ્યુ કે ભગવાનને કૈલાશ પરમપ્રિય છે અને તે રાવણ સાથે ક્યારેય નહિ જાય. રાવણે કહ્યુ કે તે બળપૂર્વક ભગવાનને કૈલાશ સહિત ઉઠાવીને લંકા લઈ જશે. આ વાત પર નંદી અને રાવણનુ યુદ્ધ થઈ ગયુ અને સ્વાભાવિક રીતે નંદી પરાજિત થયા. આ તરફ સૃષ્ટિની દરેક ક્ષણનુ પૂર્વજ્ઞાન ધરાવનાર મહાશિવ આ યુદ્ધને જોઈને સ્મિત કરી રહ્યા હતા. છેવટે તેમના બે પરમ પ્રિય અનુગામી પ્રેમમાં ગળાડૂબ તેમના પર પોતાનો અધિકાર જતાવવા માટે લડી રહ્યા હતા. નંદીને પરાજિત કરીને રાવણે પોતાના બાહુબળથી કૈલાશને ધરતીથી ઉખાડીને એક તરફથી ઉઠાવ્યો.

રાવણની ભક્તિથી શિવ થયા પ્રસન્ન
આ વખતે મહાશિવે પોતાના પગનો એક અંગૂઠો ઉઠાવીને કૈલાશની ધરા પર રાખી દીધો. માત્ર અંગૂઠાના સ્પર્શ માત્રથી કૈલાસ પાછો ધરતીમાં ધસી ગયો અને તેની સાથે રાવણના હાથ પણ દબાઈ ગયા. રાવણ સમજી ગયો કે મહાશિવ તેનાથી અપ્રસન્ન થઈ ગયા છે. તેણે તરત જ શિવને પ્રસન્ન કરવા માટે ક્ષણમાત્રમાં રુ્દ્રાષ્ટકની રચના કરી દીધી અને ઉચ્ચ સ્વરમાં તેનો પાઠ કરવા લાગ્યો. રાવણની ભક્તિથી શિવજી અતિ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને તેને લંકા પાછો મોકલી દીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
