સપનાનો અર્થ સમજો: રામાયણમાં છુપાયેલા છે રહસ્યમય સપનાના અર્થ
સપનાનું વિજ્ઞાન જેટલું રહસ્યમય છે એટલું જ રોમાંચક કરનારું, જિજ્ઞાસા જગાવનાર અને સંશોધનનો વિષય પણ છે.
સપનાનું વિજ્ઞાન જેટલું રહસ્યમય છે એટલું જ રોમાંચક કરનારું, જિજ્ઞાસા જગાવનાર અને સંશોધનનો વિષય પણ છે. સપના કેમ આવે છે, કેવી રીતે આવે છે તેનો તાગ મેળવવા વર્ષોથી વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈને સફળતા મળી નથી. જો કે ભારતના પૌરાણિક ગ્રંથોમાં સપનાઓ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો નોંધાયેલી છે.

આવનાર મૃત્યુને ઓળખી શકે છે વ્યક્તિ
જો પુરાણોને સાચા માનીએ તો ભગવાન શિવે એવા અનેક સંકેતોનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી સપનામાં મળતા સંકેત દ્વારા કોઈ પણ વ્યક્તિ આવનાર મોતને સમજી શકે છે. ચંદ્રનું ટુકડામાં દેખાવુ, પોતાના જ શરીરમાંથી વિચિત્ર વાસ આવવી, દરેક સમયે કોઈ પોતાની સાથે હોય તેવો અહેસાસ, આગના રંગ બદલાતા દેખાય વગેરે એવા સંકેત છે જે બતાવે છે કે બસ હવે થોડાક જ દિવસમાં આત્મા શરીરને છોડીને જવાની છે.

ભગવાન શિવે કહી છે મૃત્યુના પૂર્વાભાસની વાત
ભગવાન શિવે વ્યક્તિના પોતાના મોતના પૂર્વાભાસના સંકેતો દર્શાવ્યા છે, પરંતુ વાલ્મિકી રામાયણમાં કેટલાક એવા સપનાનો ઉલ્લેખ છે, જે તમારી આસપાસ કે નજીકની વ્યક્તિના મોતની આગાહી કરી શકે છે. વાલ્મિકી રામાયણ અનુસાર દશરથના મોત પહેલા તેમના પુત્ર ભરતને પિતા સપનામાં ગોબરથી નહાતા દેખાયા હતા. આ ઉપરાંત ભરતને કાળા કપડા પહેરેલી મહિલાઓ પિતાની આસપાસ હોય તેવા દ્રશ્યો પણ દેખાયા હતા. ભરતના સપનામાં દશરથ ફૂલોનો હાર પહેરીને તેલ પી રહ્યા હતા. આવી જ રીતે રામ રાવણના યુદ્ધથી પહેલા ત્રિજટા નામની રાક્ષસીને પણ પોતાના સપનામાં રાવણના મૃત્યુનો ભાસ થયો હતો. ત્રિજટાએ સ્વયં સીતાને રાવણનું મોત કેવી રીતે થશે તેની માહિતી આપી હતી. આ ઉપરાંત એવા ઘણા સંકેત છે, જે દર્શાવે છે કે કોઈ વ્યક્તિનું મોત ક્યારે થવાનું છે

સપનામાં ભૂત દેખાવું
જો સપનામાં તમે પોતાની જાતને કોઈ મુસાફરી માટે તૈયારી કરતા કે સામાન પેક કરતા જુઓ, તો કેટલાક સમય માટે તમારે મુસાફરી પર ન જવું જોઈએ. કારણ કે આ સપનું તમારી મોતનો સંકેત છે.
સપનામાં જો તમે પોતાના કોઈ અંગને પોતાના હાથથી જ કાપતા જુઓ છો, કે પછી કોઈ ત્રાહિત વ્યક્તિ તમારા શરીરનું અંગ કાપે છે, તો આ તમારા પરિવરમાંથી કોઈ વ્યક્તિની મોતનો સંકેત છે.

સપનામાં ભૂત દેખાવું
જો કોઈ વ્યક્તિને સપનામાં સતત ભૂત દેખાય તો તેનો અર્થ છે કે એક જ વર્ષની અંદર અંદર તેનું મૃત્યુ નીપજી શકે છે.
જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાનું તેલ માલિશ કરતા કે ગર્દભની સવારી કરતા જુએ તો આ સપનું પણ તેના મોતનો આભાસ છે.
સપનામાં પોતાને નાચતા જોવાનો અર્થ તમારી હત્યા થવાનો છે. એટલે કે કોઈ તમને મારી શકે છે. સપનામાં કાગડો દેખાય તો પણ તે મોતનો સંકેત છે.

મોતના સંકેત
- કોઈ સ્ત્રી સપનામાં પોતાની જાતને બીજા સાથે સંભોગ કરતા જુએ કે પછી સૂકાઈ ગયેલા ફૂલોનો હાર ધારણ કરેલી જુએ તો તેનું ટૂંક સમયમાં જ મૃત્યુ થઈ શકે છે.
- સપનામાં જાતે જ ઝાડ પરથી પડવું પણ મોતનો સંકેત છે

મોતના સંકેત
જો કોઈ સ્ત્રી પોતાને સપનામાં સફેદ વાળમાં જુએ તો આ તેના પતિની મોતનો સંકેત છે.
સપનામાં કાળા કપડા પહેરીને ઘોડેસવારી કરવું પણ મોતનો સંકેત છે.
સપનામાં પોતાના કુળદેવતાની તસવીરને સળગતી જોવી કે નષ્ટ થતી જોવી પણ આવનાર મોતનો આભાસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
