Raksha Bandhan 2022: આ વખતે રક્ષાબંધન પર ભદ્રાની છાયા, જાણો શું છે શુભ મુહૂર્ત
ચાલો તમારી મૂંઝવણ દૂર કરીએ અને જણાવીએ કે આ વખતે કયા સમયે અને કયા મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવશે.
નવી દિલ્લીઃ શ્રાવણ મહિનો તહેવારોની શરૂઆતનો મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનાનો અંત 'રક્ષાબંધન' સાથે થાય છે જે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ વખતે આ તહેવાર 11 ઓગસ્ટ, ગુરુવારે છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર ભદ્રાની છાયામાં છે. જેના કારણે રાખડી બાંધવાને લઈને થોડી મૂંઝવણ ઉભી થઈ છે. ચાલો તમારી મૂંઝવણ દૂર કરીએ અને જણાવીએ કે આ વખતે કયા સમયે અને કયા મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવશે.

રાખડી બાંધવાના શુભ મુહૂર્ત
- પૂર્ણિમા તિથિનો પ્રારંભઃ 11 ઓગસ્ટ સવારે 10 વાગીને 38 મિનિટ
- પૂર્ણિમા તિથિ સમાપ્તિઃ 12 ઓગસ્ટ સવારે 7 વાગીને 6 મિનિટ
- ભદ્રા સમયઃ 11 ઓગસ્ટના રોજ રાત્રે 8.53 કલાકે
- રાખડી બાંધવાનો શુભ સમયઃ સવારે 9 વાગીને 40 મિનિટથી રાતે 7 વાગીને 14 મિનિટ સુધી
- અમૃત યોગ: 11 ઓગસ્ટના રોજ સવારે6 વાગીને 55 મિનિટથી લઈને રાતે 8 વાગીને 20 મિનિટ સુધી

ભાઈ પ્રત્યેના વિશ્વાસ અને પ્રેમનો તહેવાર
અમે તમને જણાવી દઈએ કે રાખી એ વિશ્વાસ, પ્રેમ, વચન અને દરેક પળ સાથ નિભાવવાનો તહેવાર છે. બહેનો માત્ર તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધતી નથી પરંતુ આ સાથે તેઓ તેમના ભાઈ પ્રત્યે તેમનો વિશ્વાસ અને પ્રેમ વ્યક્ત કરે છે અને બદલામાં ભાઈ તેમને દરેક પરિસ્થિતિમાં રક્ષણ આપવાનુ વચન આપે છે.

ભાઈ-બહેનના પ્રેમનુ માનક
જો કે આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ માનક છે એટલુ જ નહિ પરંતુ રાખડીના દિવસે આપણા દેશમાં બ્રાહ્મણો, ગુરુઓ, નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ રાખડી બાંધવામાં આવે છે. દેશમાં અમુક જગ્યાએ વૃક્ષ અને ભગવાનને પણ રાખડી બાંધવાની પરંપરા છે તો રાજસ્થાન અને હરિયાણામાં ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવાની પરંપરા છે.

રાખડી બાંધતી વખતે આ મંત્રનો કરો જાપ
ओम यदाबध्नन्दाक्षायणा हिरण्यं, शतानीकाय सुमनस्यमाना:। तन्मSआबध्नामि शतशारदाय, आयुष्मांजरदृष्टिर्यथासम्।।
રાખડી બાંધતી વખતે ભાઈનુ મુખ દક્ષિણ તરફ ન હોવુ જોઈએ પરંતુ ઉત્તર કે પૂર્વ દિશામાં હોવુ જોઈએ અને તિલક કરતી વખતે માથુ ઢાંકેલુ હોવુ જોઈએ. દરેક તહેવારની જેમ રાખી પણ ઘણી બધી ખુશીઓ લઈને આવે છે. આ વખતે પણ આ તહેવાર દરેક રાશિ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. રાખડીના દિવસે કાન્હા અને ગણેશજીની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિના તમામ કષ્ટોનો પણ અંત આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
