Pitru Paksha 2023: ગયાજી અને બ્રહ્મકપાલીમાં શ્રાદ્ધનુ શું છે મહત્વ?
Pitru Paksha 2023: પિતૃઓની તૃપ્તિ અને પ્રસન્નતા માટે આશ્વિન માસના સમગ્ર કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. હવે લોકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી પિતૃઓનું વાર્ષિક શ્રાદ્ધ કે પિતૃ પક્ષમાં તેમનુ શ્રાદ્ધ કરવુ જોઈએ કે નહીં? ઘણા વિદ્વાનો કહે છે કે ગયાજીમાં એકવાર શ્રાદ્ધ થઈ જાય પછી વાર્ષિક કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાની જરૂર નથી.
ઘણા લોકો આ પ્રશ્ન પણ પૂછે છે કે શું ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી બદ્રીનાથ સ્થિત બ્રહ્મકપાલીમાં શ્રાદ્ધ કરવું જોઈએ કે નહીં. આવો જાણીએ શાસ્ત્રોના આધારે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ.

શ્રીમદ્દેવી ભાગવત 6-4-15 અનુસાર, ગયાજીમાં શ્રાદ્ધ કરવાનું ઘણું મહત્વ છે.
जीवतो वाक्यकरणात् क्षयाहे भूरिभोजनात् ।
गयायां पिण्डदानाच्च त्रिभिर्पुत्रस्य पुत्रता ।।
એટલે કે જે પુત્ર આજીવન પોતાના માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે છે, શ્રાદ્ધ દરમિયાન પુષ્કળ ભોજન આપે છે, ગયાજી તીર્થ પર પોતાના પૂર્વજોને પિંડ દાન આપે છે અથવા ગયાજી ખાતે શ્રાદ્ધ કરે છે તે પુત્રનું સંતાન સાર્થક છે. જો કોઈ વ્યક્તિ જવા માટે સક્ષમ હોવા છતાં ન જાય તો તેના પૂર્વજો વિચારે છે કે તેની બધી મહેનત વ્યર્થ છે. તેથી સંપૂર્ણ પ્રયત્નો સાથે ગયાજી જવું જોઈએ અને વિધિ પ્રમાણે પિંડ દાન કરવું જોઈએ.
હવે શાસ્ત્રો કહે છે કે કેટલાક લોકોમાં આ ગેરસમજ છે કે ગયામાં પિતૃઓનું શ્રાદ્ધ કર્યા પછી પિતૃ પક્ષમાં વાર્ષિક શ્રાદ્ધ અથવા તિથિ શ્રાદ્ધ કરવાની જરૂર નથી, આ સંપૂર્ણપણે ખોટું છે. ગયાજી શ્રાદ્ધ એ નિત્ય શ્રાદ્ધ છે અને તે એકથી વધુ વખત ગયાજી જઈને કરી શકાય છે. ગયાજીમાં પિતૃઓનું શ્રાદ્ધ કર્યા પછી પણ વાર્ષિક ક્ષય તિથિ અને પિતૃપક્ષની તિથિએ ઘરમાં શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. તેને છોડી ના શકાય.
બદ્રીનારાયણમાં જ્યાં બ્રહ્માનું માથું કપાઈને પડ્યુ હતુ તે સ્થાનને બ્રહ્મકપાલી કહેવામાં આવે છે. શરૂઆતમાં બ્રહ્માજીના પાંચ મસ્તક હતા, જેમાંથી એક શિવ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું અને તે માથું જ્યાં પડ્યું તે સ્થાનને બ્રહ્માકપાલી કહેવામાં આવે છે. આ સ્થળ બદ્રીનારાયણ ધામમાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. બ્રહ્માનું માથું કાપીને, ભગવાન શિવે બ્રહ્માને મારવાનું પાપ કર્યું હતું અને આ જ સ્થાને તેઓ બ્રહ્માની હત્યાના પાપમાંથી મુક્ત થયા હતા.
શાસ્ત્રો કહે છે કે બ્રહ્મકપાલી શ્રાદ્ધ કરવા માટેનું અંતિમ સ્થાન છે. જે પિતૃઓને ગયાજીમાં પણ મોક્ષ નથી મળતો, તેઓને બ્રહ્મા કપાલીમાં મોક્ષ મળે છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ બ્રહ્મા કપાલીમાં પિંડ દાન અર્પણ કરવાની ક્ષમતા હોવા છતાં, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી સંતુષ્ટ થઈ જાય છે, તેના પિતૃઓ અધોગતિ પામે છે. તેથી ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી, બ્રહ્મ કપાલીમાં શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ એકવાર બ્રહ્મ કપાલીમાં શ્રાદ્ધ, પિંડ દાન, તર્પણ વગેરે કર્યા પછી તે ફરી ગયાજીમાં ન કરવા જોઈએ.
મુખ્ય વાત એ છે કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી બ્રહ્મકાપાલીમાં શ્રાદ્ધ કરવું જ જોઈએ, પરંતુ બ્રહ્મકાપાલીમાં શ્રાદ્ધ કર્યા પછી ગયાજી કે અન્ય કોઈ જગ્યાએ શ્રાદ્ધ કરવાની જરૂર નથી. પરંતુ પિતૃઓની ક્ષય તિથિ અને શ્રાદ્ધપક્ષ દરમિયાન પિતૃઓ માટે બ્રાહ્મણ ભોજન, દાન વગેરે કરતા રહેવું જોઈએ, માત્ર પિંડદાન વગેરે વર્જિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
