Pitru Paksha 2021: શું હોય છે તર્પણ? શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ?
શ્રાદ્ધ પક્ષનો મહિનો પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનો પિતૃઓ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવાનો હોય છે. જાણો શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ.
નવી દિલ્લીઃ શ્રાદ્ધ પક્ષનો મહિનો પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનો પિતૃઓ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવાનો હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસોમાં આપણા પૂર્વજો કોઈને કોઈ રૂપે ધરતી પર પાછા આવે છે. આ દરમિયાન લોકો પોતાના પૂર્વજો માટે પૂજા-પાઠ કરે છે અને તેમને પોતાની ભૂલોની ક્ષમા માંગે છે. શ્રાદ્ધના દિવસોમાં દાન-પુણ્ય કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને તમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ વખતે પિતૃ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થયુ છે જે 6 ઓક્ટોબર સુધી રહેશે.

તર્પણનુ ખાસ મહત્વ
પિતૃપક્ષના મહિનામાં તર્પણનુ ખાસ મહત્વ છે. માનવામાં આવે છે કે તર્પણ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્ત થાય છે. માન્યતા એ પણ છે કે પિતૃ પક્ષ દરમિયાન તર્પણ કરવાતી મૃત પરિવારજનોની આત્માને શાંતિ મળે છે. શાબ્દિક રીતે માનીએ તો પિતૃઓને જળ આપવાની વિધિને તર્પણ કહેવામાં આવે છે.

કેવી રીતે કરશો તર્પણ?
પિત્તળના અથવા સ્ટીલના બે પાત્ર લો. એકમાં પાણી ભરો અને તેમાં કાળા તલ અને દૂધ મિલાવી દો. ત્યારબાદ બંને હથેળીઓની અંજલી બનાવો અને કુશા લઈને પોતાના પૂર્વજનુ નામ લો અને તેમનુ ધ્યાન ધરીને અંજુલીથી પાત્રના પાણીને ખાલી પાત્રમાં નાખો. આવુ ઓછામાં ઓછુ ત્રણ વાર કરો. જેના નામ પર તર્પણ કરતા હોય તેમનુ નામ અને ગોત્રનુ નામ પહેલા લઈ બાદમાં આ મંત્રનો જાપ કરવો. तस्मै स्वधा नमः, तस्मै स्वधा नमः, तस्मै स्वधा नमः।

શું કરવુ અને શું ન કરવુ જોઈએ
- દાઢી અને વાળ ન કપાવા જોઈએ
- નખ ન કાપવા જોઈએ
- ઝઘડો ન કરવો જોઈએ
- નિંદા ન કરવી જોઈએ
- સવારે દેવતાઓની પૂજા કરવી જોઈએ
- પિતૃઓની પૂજા બપોરે કરવી જોઈએ
- પોતાના દૈનિક ભોજનમાં પોતાના પૂર્વજોની પસંદની એક વસ્તુ જરુર બનાવવી જોઈએ અને તેને કાગડાને ખવડાવવી જોઈએ
- પૂર્વજો માટે જે ભોજન બને તેના માટે લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
