મીન પ્રેમ રાશિફળ 2023(Pisces Love Horoscope): નવા પ્રેમ સંબંધો બનશે
મીન રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.
મીન પ્રેમ રાશિફળ 2023: મીન રાશિના લોકો માટે વર્ષ 2023 પ્રેમની દ્રષ્ટિએ મિશ્ર રહેશે. એક તરફ જ્યાં નવા પ્રેમ સંબંધો બનવાની શક્યતા છે તો બીજી તરફ જૂના સંબંધોમાં પણ છૂટાછેડા અને વિચ્છેદ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ વર્ષે પાંચમા ભાવમાં શનિ અને શુક્રની સંયુક્ત અસર રહેશે. જેના પરિણામે તમારા સંબંધોમાં તકરાર થશે. તમારે તમારા સંબંધ માટે પ્રમાણિક અને પારદર્શક રહેવુ પડશે. પાર્ટનરથી કંઈક છૂપાવવાથી સંબંધ બગડી શકે છે. ખાસ કરીને એપ્રિલ સુધીના સમયમાં તમારે ખૂબ ધીરજ રાખવી પડશે.

સંબંધોમાં વધુ સાવધાની રાખવાની જરૂર
એપ્રિલ પછી ગુરુનુ રાશિ પરિવર્તન થશે. આ પછી સંજોગો બદલાશે. જો તમે કોઈને પ્રેમ કરતા હોય અને પ્રપોઝ કરવા ઈચ્છતા હોય તો ચોક્કસ કરો, પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. જો તમે પહેલેથી જ સંબંધમાં હોય તો તમે લગ્ન તરફ આગળ વધી શકો છો. જુલાઈ-ઓગસ્ટની વચ્ચે કોઈ અન્ય વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. જો તમે તમારા દિલની વાત કોઈને કહી શક્યા નથી તો તેઓ પણ કહી શકે છે. જો કે આ સમયગાળામાં મંગલ પંચમમાં સ્થિત હોવાથી સંબંધોમાં વધુ સાવધાની રાખવાની જરૂર પડશે. પ્રેમ સંબંધોમાં સંઘર્ષની સ્થિતિ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ ચાલુ રાખશો પરંતુ તમારા જીવનસાથી તમારા પ્રેમ પર વિશ્વાસ નહીં કરે તેથી થોડી તકરાર થશે.
શુભ રત્ન - પોખરાજ ધારણ કરો
ઉપાયઃ ભગવાન બૃહસ્પતિના બીજ મંત્રનો જાપ કરો. ગુરુવારે કેળાના ઝાડમાં પાણીમાં ગોળ, મુન્નકા ચણાની દાળ નાખીને જળ ચઢાવો અને તેમની પૂજા કરો. ગુરુવારે શ્રી રામજીની સ્તુતિ કરવી વિશેષ લાભદાયક રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
