ખૂબ જ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે 7 મૂલાંકવાળા લોકો
આ લેખમાં અમે તમને મૂલાંક 7ના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છે.
નવી દિલ્લીઃ આ લેખમાં અમે તમને મૂલાંક 7ના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય તો તમારો મૂલાંક 7 બને છે. મૂલાંકના આધારે પણ આપણે પોતાની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતીઓ મેળવી શકીએ છીએ. તો આવો, તમને મૂલાંક 7વાળાના સ્વભાગ, ખાસિયત, પસંદ અને નાપસંદ વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારથી આપીએ છીએ.

7 મૂલાંકવાળાનો સ્વામી ગ્રહ
આમ તો આ મૂલાંકવાળાનો સ્વામી ગ્રહ 7 છે પરંતુ અમુક વિદ્વાનો નેપ્ચ્યુન(વરુણ) ગ્રહ અને ચંદ્રને પણ 7 મૂલાંકનો સ્વામી ગ્રહ માને છે.

ક્યારેય શાંત નથી બેસતા
આ મૂલાંકના જાતકો એક જગ્યાએ નથી ટકતા. એ હંમેશા કંઈકને કંઈક વિચારતા જ રહે છે. તેમને જીવનમાં બદલાવ પસંદ હોય છે. આ મૂલાંકના લોકો ખૂબ જ પ્રભાવશાળી અને હંમેશા આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. એ પોતાની વાત ખુલીને અને સાફ દિલથી કહેવાનુ પસંદ કરે છે. ઘણીવાર તેમની વધુ વિચારવાની આદત તેમના માટે મુસીબત બની જાય છે.

સ્વાર્થી માનવામાં આવે છે 7 મૂલાંકવાળા
7 મૂલાંકના જાતકોને સ્વાર્થી કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે એ પોતાના વિશે વધુ વિચારે છે. જો તેમનુ કોઈ કામ તેમના અનુસાર ના થાય તો એ બહુ જલ્દી નારાજ થઈ જાય છે અને તેમને અકળામણ અનુભવાય છે. ઘણીવાર એ નાની વાતમાં પણ રાઈનો પહાડ બનાવી દે છે. એ ખુદમાં જ ખોવાયેલા રહે છે એટલે કે ખુશ રહેવા માટે તેમને કોઈ પણ સંગી કે સાથીની જરુર નથી પડતી. આ જ કારણે તેમના વધુ દોસ્ત નથી બનતા.

પ્રેમમાં નથી થતા સફળ
આ મૂલાંકના જાતકો પ્રેમ મામલે વધુ લકી નથી હોતા. એ ખુલીને પોતાની ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતા. જો એ રિલેશનમાં પણ હોય તો તેમની રોમેન્ટીક લાઈફમાં અસ્થિરતા રહે છે. એ કોઈ પણ વસ્તુથી બહુ જલ્દી કંટાળી જાય છે જેની ખરાબ અસર તેમના રિલેશન પર પડે છે.

દેખાડો નથી ગમતો
7 મૂલાંકવાળા જાતકોને દેખાડો કરવો બિલકુલ પસંદ નથી હોતો. તેમને વધુ હસી-મજાક નથી ગમતા. એ દરેક કામ પોતાની મર્યાદામાં રહીને કરવાનુ પસંદ કરે છે. સાથે જ જરુરથી વધુ બીજાની દખલઅંદાજી તેમને ગમતી નથી. તેમને લોકોથી ઘેરાયેલા રહેવાના બદલે એકાંતમાં રહેવાનુ સારુ લાગે છે.

પૈસા બાબતે રહે છે ભાગ્યશાળી
7 મૂલાંકવાળાનુ જીવન સુખ સુવિધાઓથી ભરપૂર રહે છે. એ પોતાની સૂઝબુઝ અને મહેનતથી સારા પૈસા કમાવવામાં સફળ રહે છે. તેમને પૈસાનો યોગ્ય કરવાનુ પણ સારી રીતે આવડે છે. બીજાને પ્રભાવિત કરવા માટે એ વધુ ખર્ચ કરવાનુ પસંદ નથી કરતા. સાથે જ પોતાના આર્થિક નિર્ણયો પણ ઘણી સમજદારીથી લે છે.

7 મૂલાંકવાળા માટે શુભ દિવસ, રંગ અને તારીખ
આ મૂલાંકવાળા માટે રવિવાર, સોમવાર અને ગુરુવારનો દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. એવામાં જો કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કરવામાં આવે તો બધુ મંગળ થાય છે.
7,16 તેમજ 25 તારીખો તેમના માટે લકી હોય છે. જો તમે કોઈ પણ નવુ કામ શરુ કરવા માટે આ તારીખો પસંદ કરશો તો તમને મનપસંદ ફળ મળી શકે છે.
જો રંગોની વાત કરીએ તો 7 મૂલાંકવાળા માટે હળવો પીળો રંગ ખૂબ લકી હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
