Numerology : આ તારીખે જન્મેલા લોકો માટે ખાસ રહેશે 2024, જાણો વ્યક્તિત્વ અને સ્વભાવ
Numerology radix 8 : આપણા જીવનમાં આગળ શું થશે? તેનો જવાબ જ્યોતિષ શાસ્ત્રમાંથી જાણી શકાય છે. આપણે કોઇપણ વ્યક્તિના જીવન, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણી શકીએ છીએ.
વ્યક્તિના રાશિફળ માટે જ્યોતિષનો સહારો લઇએ છીએ, પણ શું તમે જાણો કે, મૂળાંકથી તમે કોઇપણ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ જેવી ઘણી માહિતી મેળવી શકો છો. જેને અંક જ્યોતિષ કહેવામાં આવે છે.

તમે અંકશાસ્ત્ર દ્વારા પણ તમારા વિશે ઘણું જાણી શકો છો. અંકશાસ્ત્ર દ્વારા તમે તમારા મૂળાંકની સંખ્યા અનુસાર, તમારા ભવિષ્ય વિશે જાણી શકશો. આ અહેવાલમાં આપણે 8 મૂળાંકના લોકો વિશે જાણીશું.
મૂળાંક 8ના વ્યક્તિની જન્મ તારીખ - મૂળાંકની ગણતરી 1 થી 9 સુધીની છે, જે જન્મ તારીખ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો તમારો જન્મ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ના રોજ થયો હોય તો આ તમારો મૂળાંક નંબર હશે. જોકે, જો તારીખ 9 થી વધુ એટલે કે 11, 31 અથવા અન્ય હોય તો બંને અંકોનો સરવાળો મૂળાંક નંબર હશે.
ઉદાહરણ તરીકે, જો તમારો જન્મ કોઈપણ મહિનાની 26 તારીખે થયો હોય તો અમે 2+6 ઉમેરીશું. તેનો કુલ 8 હશે, જે તમારો મૂળાંક નંબર હશે. મૂળાંક નંબર વ્યક્તિના વર્તન, સ્વભાવ અને ગુણો વિશે માહિતી આપે છે. જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે થયો હોય, તો તમારો મૂળાંક 8 હશે.
વર્ષ 2024 સારું રહેશે - અંકશાસ્ત્ર અનુસાર, નંબર 8 દર્શાવતો ગ્રહ શનિ છે. 8 મૂળાંકવાળા લોકો આધ્યાત્મિક હોય છે. તેઓને ભૌતિકવાદી પણ ગણવામાં આવે છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે, બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે, અને તેથી જ તેમની નજર માત્ર સફળતા પર જ હોયછે. તેઓ દાન કરવામાં પણ આગળ છે. વર્ષ 2024 તેમના માટે સારું વર્ષ રહેવાનું છે, કારણ કે 2024નો સરવાળો પણ 8 છે.
વર્ષ 2024માં આર્થિક સ્થિતિ - વર્ષ 2024 મૂળાંક 8 માટે સફળતાનું વર્ષ બની શકે છે. નાણાકીય દ્રષ્ટિએ પણ આ વર્ષ ઘણું લાભદાયી બની શકે છે. આ વર્ષે તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો. તમે આવકના કાયમી અને સતત સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરશો.
તમે વધુ સારી રોકાણ ટિપ્સ અપનાવીને લાભ મેળવી શકો છો. તમે આ વર્ષે બિઝનેસમાં પણ રોકાણ કરી શકો છો. તમે નફા માટે મર્યાદાઓથી પણ આગળ વધી શકો છો.
સંબંધો સ્થિતિ - મૂળાંક 8 વાળા લોકોની લવ લાઈફ સારી રહી શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે પણ સમાધાન કરવું પડશે. જો તમે સમજદારીભર્યું વલણ અપનાવશો, તો તમારા સંબંધો સુધરશે. વર્ષના મધ્યમાં તમારા પ્રેમ જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, તેના માટે તૈયાર રહો. વિવાહિત જીવન પણ સારું રહેશે. વર્ષ 2024 સુધીમાં સંબંધોમાં મધુરતા આવશે.
કારકિર્દી માટે સારું વર્ષ - જો મૂળાંક 8 ધરાવતા લોકોની કારકિર્દી પર નજર કરીએ, તો વર્ષ 2024 સકારાત્મક રહેશે. જોકે, કરિયરમાં કેટલાક મોટા સંઘર્ષો આવી શકે છે. જો તમારે કોઈ કામ કરવું હોય, તો તેના વિશે શક્ય તેટલી વધુ માહિતી એકઠી કરો. આ વર્ષે તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. તમારે કામમાં પણ વધુ મહેનત કરવી પડશે. તમને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે.
દાંતની સમસ્યા થઈ શકે છે - 8 નંબર વાળા લોકોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, તો તમારે વર્ષ 2024માં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. નિયમિત કસરત અને યોગ કરવાથી તમને ફાયદો થશે. તમારા આહાર પ્રત્યે સાવધાન રહો અને તમારા આહારમાં તાજા ફળો અને શાકભાજીનું સેવન ફાયદાકારક રહેશે. તમને દાંત સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. ડૉક્ટર પાસે સમયાંતરે તમારા સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહો.
શુભ દિવસ - 8, 17 અને 26 તારીખ તેમના માટે શુભ છે. તેમના માટે શુભ રંગ વાદળી, ઘેરો વાદળી, સોનેરી અને કોઈપણ ઘેરો રંગ કે સફેદ છે, અને શુભ દિવસો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
