આવનારા વર્ષ 2020 માટે નાસ્ત્રેદમસે કરી છે ચૌકાવનારી ભવિષ્યવાણી!
આવનારા વર્ષ 2020 માટે નાસ્ત્રેદમસે કરી છે ચૌકાવનારી ભવિષ્યવાણી!
ફ્રેન્ચ ભવિષ્યવેતા નાસ્ત્રેદમસને કોણ નથી ઓળખતુ. સદીઓ પહેલા તેને કરેલી આગાહીઓ હજુ પણ સાચી પડી રહી છે. 2020 શરૂ થવાનું છે ત્યારે હવે ફરીથી નાસ્ત્રેદમસની આગાહીઓની વાત શરૂ થવાની શરૂ થઈ ગઈ છે. આજે અમે તમને 2020 માટેની નાસ્ત્રેદમસની કેટલીક એવી આગાહીઓની વિશે જણાવીશું જે સાચી પડી શકે છે.
14 ડિસેમ્બર 1503 ના રોજ ફ્રાન્સમાં જન્મેલા નાસ્ત્રેદમસે સો છંદોમાં વિવિધ આગાહીઓ કરી છે. જેમાં 12 સદીઓ સમાઈ છે. છેલ્લા બે છંદો અપભ્રંસ થઈ ગયા છે. નાસ્ત્રેદમસની દરેક આગાહીઓને સમગ્ર વિશ્વમાં ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે લગભગ આ બધી આગાહીઓ સાચી પડી છે. નાસ્ત્રેદમસે ગણતરી મુજબ હાલમાં પૃથ્વી ચંદ્રના બીજા ચક્રના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જે 1889 માં શરૂ થયુ છે અને 2243 માં સમાપ્ત થશે. નાસ્ત્રેદમસ મુજબ આ સમયગાળો માનવજાત માટે રજત યુગ સમાન છે. નાસ્ત્રેદમસે લગભગ 500 વર્ષ પહેલાં આ આગાહી કરી હતી.

શું ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયું છે?
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં વારંવાર એક મોટા મહાયુદ્ધનો ઉલ્લેખ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ પરિસ્થિતિ અત્યારથી 2025 સુધીમાં સર્જાઈ શકેે છે. એવુ પણ કહેવાય છે કે યુદ્ધમાં ભારત નિર્ણાયક અને શાંતિદુતની ભૂમિકા ભજવશે તેમજ વિશ્વને આ યુદ્ધમાંથી બહાર કાઢવામાં મોટો ફાળો આપશે. આ સમય દરમિયાન ભારત વિશ્વગુરુ તરીકે ઉભરશે. આ ભવિષ્યવાણીમાં એક મહાન નેતાનો પણ ઉલ્લેખ છે. જે દુનિયાભરનો પ્રિય નેતા હશે. જો કે આ નેતા કયા દેશમાં જન્મ લેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. ભારત સહિત ઘણા દેશો તેને તેના મહાન નેતાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી આગામી ચૂંટણીમાં પણ વડાપ્રધાન બની રહેશે?
નાસ્ત્રેદમસની બીજી આગાહી વિશે વાત કરીએ તો તેમના જ એક પુસ્તક "ધ પ્રોફેસીઝ" માં ઉલ્લેખ છે કે વર્ષ 2014 થી 2026 દરમિયાન ભારતનું નેતૃત્વ એક જ વ્યક્તિના હાથમાં રહેશે. શરૂઆતમાં તેની નીતિઓ અને વર્તનથી લોકોને ચિડ રહેશે પરંતુ પછી તેના નિર્ણયોને કારણે લોકો તેને પસંદ કરશે. લાંબા સમય સુધી દેશની લગામ તેમને સોંપી દેશે. આ વાતને નરેન્દ્ર મોદી સાથ જોડીને જોવામાં આવે છે.

કુદરતી આફતો આવશે?
નાસ્ત્રેદમસની પૃથ્વીના અંત થવાની ભવિષ્યવાણી દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહી છે. તેમની આગાહી છે કે 21 મી સદી પૃથ્વી માટે મહાપ્રલય સમાન હશે. એક દિવસ એવો આવશે જ્યારે પૃથ્વી સળગવા માંડશે. સમુદ્રમાંથી અગ્નિ નિકળશે. સમુદ્રનું પાણી એટલું ગરમ હશે કે તેમાં રહેતા પ્રાણીઓ મોતને ભેટશે. પૃથ્વી પરના શ્વાસ લેવાનું મુશ્કેલ બનશે. ક્યાંક અગ્નિ તો ક્યાંક પૃથ્વી બરફથી ઢંકાઈ જશે. સુનામીથી પૃથ્વીનો દરેક ખુણો પ્રભાવિત થશે. આ આગાહીને સુનામી અને કેટરિના સહિતના અન્ય વાવાઝોડા સાથે જોડીને પણ જોવાય છે. આ આગાહી મુજબ ઉનાળાના દિવસોમાં ભયંકર ગરમી, વરસાદમાં ભયંકર વરસાદ અને શિયાળામાં ભયંકર ઠંડી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
