Navratri 2024: નવરાત્રી પહેલા ઘરેમાંથી દુર કરો આ વસ્તુ, થશે માતા રાનીની કૃપા
Navratri 2024: ગુજરાતનું લોક નૃત્ય ગરબા છે. માતાજીના નોરતા 3 ઓક્ટોબરના રોજ શરૂ થઈ રહ્યા છે. આ દરમિયાન લોકો માતાજીની આરાધના કરે છે. આ સાથે લોકો નવ દિવસના ઉપવાસ કરે છે.
આ સાથે ઘરમાં કળશની સ્થાપના પણ કરે છે. નવરાત્રી દરમિયાન ઘણી વસ્તુઓથી દૂરી બનાવવી જરૂરી છે. જો આવી વસ્તુઓ તમારા ઘરમાં હોય તો માતા રાની ગુસ્સે થઈ શકે છે.
નવરાત્રી દરમિયાન લોકો માતાજીની ખાસ ઉપાસના અને પૂજા પાઠ કરીને તેમના આર્શીવાદ મેળવે છે.
નવરાત્રીના સમયગાળા દરમિયાન ઘણા નિયમોનું ધ્યાનમાં રાખવું જરૂરી છે. જે કારણે સાધક અને તેના પરિવાર પર માતા રાનીના આશીર્વાદ રહે. નવરાત્રીના નવ દિવસોને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે.
આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જો તમે ઇચ્છતા હોય કે, માતા રાની તમારા ઘરમાં ઘટસ્થાપના સાથે આવે, તો નવરાત્રી પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવી જોઈએ.

શરદ ઋતુની નવરાત્રી આસો માસની એકમથી નોમ સુધી ઉજવવામાં આવે છે. જેને માતાજીના નોરતા પણ કહેવામાં આવે છે. નોરતા દરમિયાન ઘરમાં વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ.
જો તમારા ઘરમાં ખંડિત મૂર્તિઓ કે દેવી-દેવતાઓના ફાટેલા ચિત્રો કે ફોટો આ સમય દરમિયાન ઘરમાંથી દૂર કરી દેવા જોઈએ. આવા ફોટો અને મુર્તિ ઘરમાં નકારાત્મકતા ઉર્જા વધારે છે.
આ ઉપરાંત આવી મુર્તિ કે ફોટોથી ઘરમાં વાસ્તુ દોષ પણ થઈ શકે છે. જો તમારા ઘરમાં આવી મૂર્તિ કે ફોટોસ તમારે કોઈ પવિત્ર નદી અથવા તળાવમાં પધરાવી દેવા જોઈએ.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન - શારદીય નવરાત્રી એટલે કે માતાજીના નોરતા દરમિયાન તમારે સાત્વિક આહાર લેવો જોઈએ. નોરતા દરમિયાન લસણ અને ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.
નવરાત્રી દરમિયાન તમે આવા આહાર લો છો તો નવરાત્રીનો કોઈ લાભ તમને મળશે નહીં.
જો શક્ય હોય તો નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં લસણ અને ડુંગળી ન રાખો. જો ઘરમાં સુકાઈ ગયેલા ફૂલો હોય તો નવરાત્રી પહેલા ઘરની બહાર કરી દેવા જોઈએ. સુકાયેલા ફુલો ઘરમાં રાખવા શુભ માનવામાં આવતું નથી.
નવરાત્રી પહેલા ઘરમાંથી જૂના ફાટેલા ચંપલ અને બૂટ, તૂટેલા કાચની વસ્તુઓ, નકામી અથવા તૂટેલી ઘડિયાળો વગેરે દૂર કરી દેવી જોઈએ.
આ સાથે ઘરમાંથી જૂના અને ફાટેલા કપડા પણ દૂર કરી દેવા જોઈએ. કારણ કે, આ તમામ વસ્તુઓથી ઘરમાં નકારાત્મકતા ઉર્જા વધે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
