જાણો સપ્ટેમ્બર 2013ના કેલેન્ડરમાં કયો દિવસ રહેશે તમારા માટે Lucky!
ઘરમાં લાગેલા કેલેન્ડરમાં આપ તારીખ, દિવસ, અને તહેવાર કે પછી રજાઓ જોતા હશો. ક્યારેકને ક્યારેક આપે એવું પણ વિચાર્યું હશે કે કેલેન્ડર એવું પણ હોય જેનાથી આપને માલૂમ પડે કે આજનો દિવસ કેવો રહેશે. અહીં આપના માટે ઉપલબ્ધ છે એવું જ 'જ્યોતિષ કેલેન્ડર'. જેને તૈયાર કર્યું છે અમારા જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લએ. પંડિત શુક્લ લખનઉના છે અને વનઇન્ડિયાના વિશેષ જ્યોતિષ છે.
આ કેલેન્ડર સપ્ટેમ્બર 2013ના પંચાંગના આધાર પર આપની રાશિ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે આપ ચંદ્ર રાશિ પ્રમાણે જાણી શકો છો કે આ મહિને કયો દિવસ આપના માટે શું લઇને આવશે. કયો દિવસ કેવો રહેશે એના માટેની જાણકારી અમે નીચે આપેલા ચિહ્નો પ્રમાણે દર્શાવ્યું છે. જે તારિખોમાં કોઇ ચિહ્ન આપેલું ના હોય ત્યાં સમજી લેવું કે તે દિવસ આપના માટે સામાન્ય રહેશે. તે દિવસે કંઇપણ ખાસ નહી થાય.
કેલેન્ડર પર આપેલા ચિહ્નોના અર્થ:-
દિલ- એટલે કે આ દિવસ પ્રેમ-પ્રસંગ માટે સારો સાબિત રહેશે.
વીજળી- આ દિવસે આપની પર આપત્તિ આવી શકે છે.
મકાન- આ દિવસે આપ મકાન ખરીદી અથવા વેચી શકો છો.
સ્માઇલ- એટલે કે આ દિવસે ઘરમાં ખુશીઓ આવી શકે છે.
ઉદાશીન સ્માઇલ: એટલે કે આ દિવસે આપ કોઇ વાતને લઇને દુ:ખી રહેશો.
સ્ટાર- એટલે કે આ દિવસે આપનું ભાગ્ય આપની સાથે છે.
સિક્કો- જે તારીખ પર સિક્કો બનેલો હશે તે દિવસે આપને ધનલાભ થઇ શકે છે.
આપ પોતાના કેલેન્ડરને રોજ જોવા માટે આ લેખને બુકમાર્ક પણ કરી શકો છો. બુકમાર્ક કરવા માટે ctr D દબાવો:-

મેષ-25 સપ્ટેમ્બરે સાચવવું
મેષ રાશીના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સારો નથી. આ મહિનાના સાત દિવસ તેમને દુ:ખ જ દુ:ખ મળશે. અને તે છે 3, 7, 12, 17, 24, 28 અને 30 તારીખ. 25 સપ્ટેમ્બરના રોજ આપત્તિ પણ આવી શકે છે.

વૃષભ- 11 તારીખ સારી છે
વૃષભ રાશિના જાતકો જો કોઇ સારુ કામ કરવા માગતા હોય તો 11 તારીખ સારી છે. આ દિવસે તેમનું નસીબ સંપૂર્ણ રીતે તેમની સાથે છે. જોકે 3, 4, 16, 22, 24 અને 29ના રોજ આપ દુ:ખી થઇ શકો છો.

મિથુન- 1 અને 2 તારીખ ખૂબ જ લખી
મિથુન રાશીના જાતકો માટે સપ્ટેમ્બર મહિનાની 1 અને 2 તારીખ ખૂબ જ લકી છે. જોકે 4, 17, 26, 30 સપ્ટેમ્બર પ્રેમ પ્રસંગ માટે સારી તિથિ છે.

કર્ક- 6 અને 19 તારીખે સંભાળવું
કર્ક રાશિના જાતકોએ સપ્ટેમ્બરમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે 6 અને 19 તારીખના રોજ કોઇ આપત્તિ આવી શકે છે. આ બંને તારીખે વાહનો પણ સંભાળીને ચલાવો.

સિંહ- ખૂબ જ ખુશ રહેશો
સિંહ રાશિના લોકો સપ્ટેમ્બરની 3, 13, 15, 19, 27 તારીખે ખૂબ જ ખુશ રહેશે. આ તારીખોમાં આપને ખુશીના સમાચાર પણ મળી શકે છે. 20 તારીખ મકાન ખરીદવા અને વેચવા માટે શુભ છે.

કન્યા- 11 તારીખ સારી નથી
કન્યા રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનાની પહેલી અને 11મી તારીખ સારી નથી. જોકે 15 અને 19 તારીખના રોજ આપનું ભાગ્ય 100 ટકા આપની સાથે રહેશે. 7, 14, 23ના રોજ રૂપિયા આવી શકે છે.

તુલા- સપ્ટેમ્બર આપના માટે લકી
તુલા રાશિના જાતકો 1, 7, 20 તારીખના રોજ ખૂબ જ ખુશ રહેશે. સપ્ટેમ્બરની 10, 11, 26 અને 30 તારીખો આપના માટે લકી સાબિત થઇ શકે છે.

વૃશ્ચિક- 8 અને 16 તારીખો સારી નથી
વૃશ્ચિક રાશિના જાતકો માટે 8 અને 16 તારીખ સારી નથી, જોકે 3, 9, 22, 24, 25 અને 29 સપ્ટેમ્બરના રોજ આપનું મૂડ ઓફ રહેશે.

ધનુ- 16 તારીખે સાવધાન રહેવું
ધનુ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર માસની 6, 29, અને 30 તારીખો ઘણી શુભ છે. 16 તારીખે સાવધાન રહેવું, આપની કોઇ ચીજવસ્તુ ખોવાઇ શકે છે અથવા કોઇ દૂર્ઘટના સર્જાઇ શકે છે.

મકર- 1 અને 19 તારીખે નસીબ ખુલી જશે
મકર રાશિના જાતકો માટે સપ્ટેમ્બરની 5 અને 27 તારીખો મકાન ખરીદવા અને ભાડે લેવા માટે સારી છે. જ્યારે 1 અને 19 તારીખના રોજ આપનું નસીબ આપની દરેક પરિસ્થિતિમાં સાથ આપશે.

કુંભ- રોમાંસ માટે ખૂબ જ સારો મહિનો
કુંભ રાશિના જાતકો માટે આ મહિનાની શરૂઆત દિલની દુકાનથી થશે અને અંત પણ. આ આખો મહીનો રોમાંસ માટે ખૂબ જ સારો છે. જોકે આપ કોઇને પ્રપોઝ કરવા માગતા હોવ તો 1, 5, 14, 27 અને 29 તારીખ સારી રહેશે.

મીન- 12 તારીખે સાવધાન રહેવું
મીન રાશિવાળા માટે સપ્ટેમ્બરની 5, 7, 10, 18, 28 અને 29 તારીખો રોમાંસ માટે સારી છે. જોકે 12 તારીખે સાવધાન રહેવું, કોઇ વિપદા આવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
