જાણો ઓક્ટોબર 2013ના કેલેન્ડરમાં કયો દિવસ છે તમારા માટે Lucky!
ઘરમાં લાગેલા કેલેન્ડરમાં આપ તારીખ, દિવસ, અને તહેવાર કે પછી રજાઓ જોતા હશો. ક્યારેકને ક્યારેક આપે એવું પણ વિચાર્યું હશે કે કેલેન્ડર એવું પણ હોય જેનાથી આપને માલૂમ પડે કે આજનો દિવસ કેવો રહેશે. અહીં આપના માટે ઉપલબ્ધ છે એવું જ 'જ્યોતિષ કેલેન્ડર'. જેને તૈયાર કર્યું છે અમારા જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લએ. પંડિત શુક્લ લખનઉના છે અને વનઇન્ડિયાના વિશેષ જ્યોતિષ છે.
આ કેલેન્ડર ઓક્ટોબર 2013ના પંચાંગના આધાર પર આપની રાશિ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે આપ ચંદ્ર રાશિ પ્રમાણે જાણી શકો છો કે આ મહિને કયો દિવસ આપના માટે શું લઇને આવશે. કયો દિવસ કેવો રહેશે એના માટેની જાણકારી અમે નીચે આપેલા ચિહ્નો પ્રમાણે દર્શાવ્યું છે. જે તારિખોમાં કોઇ ચિહ્ન આપેલું ના હોય ત્યાં સમજી લેવું કે તે દિવસ આપના માટે સામાન્ય રહેશે. તે દિવસે કંઇપણ ખાસ નહી થાય.
કેલેન્ડર પર આપેલા ચિહ્નોના અર્થ:-
દિલ- એટલે કે આ દિવસ પ્રેમ-પ્રસંગ માટે સારો સાબિત રહેશે.
વીજળી- આ દિવસે આપની પર આપત્તિ આવી શકે છે.
મકાન- આ દિવસે આપ મકાન ખરીદી અથવા વેચી શકો છો.
સ્માઇલ- એટલે કે આ દિવસે ઘરમાં ખુશીઓ આવી શકે છે.
ઉદાશીન સ્માઇલ: એટલે કે આ દિવસે આપ કોઇ વાતને લઇને દુ:ખી રહેશો.
સ્ટાર- એટલે કે આ દિવસે આપનું ભાગ્ય આપની સાથે છે.
સિક્કો- જે તારીખ પર સિક્કો બનેલો હશે તે દિવસે આપને ધનલાભ થઇ શકે છે.
આપ પોતાના કેલેન્ડરને રોજ જોવા માટે આ લેખને બુકમાર્ક પણ કરી શકો છો. બુકમાર્ક કરવા માટે ctr D દબાવો:-

મેષ-28 તારીખ બેસ્ટ
જો આપ મકાન બદલવાનું વિચારી રહ્યા હોવ અથવા ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ઓક્ટોબરની 11 અને 28 તારીખ બેસ્ટ છે.

વૃષભ- ખૂબ જ સારી તારીખ
જો આપ કોઇને પ્રપોઝ કરવા ઇચ્છતા હોવ તો ઓક્ટોબરની 9, 11, 16, 23, 29 તારીખો ખૂબ જસારી રહેશે.

મિથુન- દુ:ખ જ દુ:ખ
આ રાશિના જાતકોને આ મહિને દુ:ખ જ દુ:ખ મળી શકે છે. મહીનાની 7, 10, 11, 17, 21, 22 અને 29 તારીખના રોજ આપ દુ:ખી રહેશો.

કર્ક-પ્રેમ પ્રસંગ
કેલેન્ડરને ધ્યાનથી જુઓ જ્યાં જ્યાં દિલ બનેલું છે, ઓક્ટબરની એ તારીખો આપના પ્રેમ પ્રસંગ માટે સારી છે.

સિંહ- મુસાફરી કરતી વખતે રહો સાવધાન
કેલેન્ડરમાં જ્યાં જ્યાં આપત્તિનું ચિહ્ન બનેલું છે, એટલે કે વીજળી પડતી દેખાય છે, એ તારીખોમાં આપ વાહન ચલાવતી વખતે અથવા મુસાફરી દરમિયાન સાવધાન રહો.

કન્યા-મકાન ખરીદવા, બદલવા
જે તારીખો પર મકાન બનાવેલું છે, તે તારીખોમાં મકાન ખરીદવા, બદલવા, વેચવા વગેરે માટે શુભ છે.

તુલા- ઓક્ટોબરમાં લકી ડેટ
ઓક્ટોબરમાં મેષ રાશિ માટે 5, 11 અને 17 તારીખો ખૂબ જ લકી સાબિત થઇ શકે છે, જ્યારે 3, 24 અને 31ના રોજ આપ ઉદાસ રહેશે.

વૃશ્ચિક- રોકાયેલ નાણું મળી જશે
ઓક્ટોબરની 14 અને 26 તારીખે આપના ઘરમાં ધન આવવાની સંભાવના છે. બની શકે કે આપને રોકાયેલ નાણું મળી જાય.

ધનુ- ખૂબ જ ખુશીઓ
10, 14, 21, 28 ઓક્ટોબરના રોજ આપના ઘરમાં ખૂબ જ ખુશીઓ આવશે. જ્યારે 26, 29 તારીખે મકાન બનાવવા માટે શુભ છે.

મકર-ખૂબ જ લકી
ઓક્ટોબરની 12, 25 અને 31 તારીખ આપના માટે ખૂબ જ લકી સાબિત થઇ શકે છે. જો આપ કોઇ નવા કામની શરૂઆત કરવા જઇ રહ્યા હોવ, તો આ તારીખ બેસ્ટ છે.

કુંભ-આપત્તિ આવી શકે છે
આમતો આ મહિનો આપના માટે સારો રહેશે, પરંતુ 4 અને 18 તારીખે સંભાળીને રહેવું, આપત્તિ આવી શકે છે.

મીન- ખૂબ જ ખુશીઓ મળશે
આ મહીનાની 8, 15 અને 23 તારીખોને ઘરમાં ખૂબ જ બધી ખુશી આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
