Happy Birthday: તમારો જન્મ સોમવારે થયો છે?
વ્યક્તિના જીવન પર રાશિ, નક્ષત્ર તથા તેમના જન્મની તારિખ અસર કરે છે. તેવી જ રીતે વ્યક્તિ જે દિવસે જન્મે છે તે વાર પણ તેના જીવન પર અસર કરે છે. આ અંગે વધુ વાંચો અહી.
જેવી રીતે જન્મના આંકડાની તમારા જીવન પર અસર પડે છે. તેવી જ રીતે તમે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે કરાવો, આ દિવસે નહિં. આ વિશે વાત કરતા પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈનનું કહેવું છે કે, હંમેશા લોકો અમારી પાસે આવે છે અને કહે છે કે મેડમ જો ઓપરેશન કરવાનું હોય તો આ દિવસે કરાવો કારણ કે બ્રાહ્મણ પ્રમાણે આવનારા બાળક માટે આ દિવસ શુભ છે. તેને આધારે આજે અમે તમને જણાવીશું કે તમે જે દિવસે જન્મ લો છો તેની તમારા જીવન પર કેવી અસર પડે છે. આજે વાત કરીશું સોમવારે જન્મેલા જાતકો વિશે.

સોમવાર
સોમવારનો દિવસ શંકર ભગવાનનો દિવસ મનાય છે. આ દિવસે બાળકનો જન્મ થાય તો તે ઘણું સારુ માનવામાં આવે છે. ઘણા માતા-પિતા પોતાના બાળકનો જન્મ સોમવારે કરાવવો પસંદ કરે છે. આ દિવસે જન્મેલા બાળક પર શીવજીની ખાસ કૃપા રહે છે. તે સ્વભાવે તો ગંભીર હોય છે પણ તેનામાં અનેક ગુણો હોય છે. આગળ વિસ્તારથી જાણો તેમનામાં કયા કયા ગુણો હોય છે.

સારી યાદશક્તિ
- સોમવારે જન્મેલી વ્યક્તિની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે.
- તેઓ મૃદુભાષી હોય છે, પણ પોતાના મુડ વિના તેમને કોઈ કામ કરવું પસંદ નથી, તેઓ મુડી હોય છે.
- તેઓ અત્યંત સંવેદનશીલ હોવાને કારણે ખૂબ જ જલ્દી નર્વસ થઈ જાય છે.
- તેમને તેમના કુટુંબ સાથે સમય પસાર કરવો ખૂબ જ ગમે છે.
- તેમના માટે સંબંધો ઘણું મહત્વ ધરાવે છે.
- ભણવામાં તેઓ ઘણાં હોંશિયાર હોય છે, જેથી કરિયરમાં આગળ ચાલી તેઓ ખૂબ સફળતા મેળવે છે.
- સોમવારે જન્મેલી છોકરીઓ ભવિષ્યમાં ખૂબ જ પ્રેમાળ અને સંભાળ રાખનારી સારી પત્ની સાબિત થાય છે.
- સોમવારે જન્મેલા છોકરા પ્રેમાળ હોય છે પણ કંજુસાઈને કારણે તેઓ હંમેશા પોતાની પત્નીનો ઠપકો સાંભળે છે.
- તેઓ દેખાવ પર ઘણું ધ્યાન આપે છે અને તેમને સુંદરતા આકર્ષે છે.
- આમ તે તેઓ બધાની સાથે સમાન વ્યવહાર કરે છે પણ તેમનો મુડી સ્વભાવ કેટલીક વાર તેમને ભારે પડે છે.

ભણવામાં હોંશિયાર

મુડી સ્વભાવ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
