Mole On Body : આ અંગો પર તલ છે, તો આવું હશે તમારું વ્યક્તિત્વ
શરીર પર તલ હોવું સુંદરતાની નિશાની માનવામાં આવે છે. ઘણા લોકો એવું પણ માને છે કે, તલ તમારા ભાગ્યનો નિર્ણય કરે છે.
Mole On Body : કદાચ દુનિયામાં કોઇ એવો શખ્સ હોય, જેના શરીર પર તલ ન હોય. શરીર પર તલ હોવા ક્યારેક સુંદરતામાં વધારો કરે છે, તો ક્યારે દાગને કારણે તેનો ચહેરો ખરાબ દેખાય છે.
સમુદ્રશાસ્ત્રમાં શરીરના વિવિધ અંગો પર તલ હોવા અંગે જણાવવામાં આવ્યું છે, આ સાથે આ તલ હોવાને કારણે વ્યક્તિ નસીબદાર કે અનલકી બને છે, તે પણ જણાવવામાં આવ્યું છે.

સીધી આંખ પર તલ
સીધી આંખ પર તલ ધરાવતા લોકો માટે કહેવાય છે કે, તેઓ ખૂબ જ કામુક હોય છે. આ સિવાય આ લોકો પ્રેમના મામલામાં ભાવુક હોય છે. સીધી આંખ પર તલ ધરાવતા લોકો પોતાના પર નિર્ભર રહેવાને બદલે બીજાની મદદ પર આધાર રાખે છે.
હોઠ પર તલ
હોઠ પર તલ હોવાના બે અર્થ થઈ શકે છે. એક તો, જો તમારા હોઠની જમણી બાજુ પર તલ હોય, તો તમે જે પણ કાર્ય કરશો, તેમાં તમને સફળતા મળશે. બીજું કે, જો તમારા હોઠની ડાબી બાજુએ તલ હોય, તો તમારું વ્યક્તિત્વ કામુક છે. આવા લોકોને તેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ડાબા ગાલ અથવા અંગૂઠા પર તલ
ડાબા ગાલ પર તલ ધરાવતા લોકોના સપના મોટા હોય છે. આ લોકો તેમના જીવનમાં ઘણું બધું કરવા માંગે છે અને બદલાતા સમય સાથે નવી વસ્તુઓ શોધતા રહે છે. આવા લોકોનું મન પણ ખૂબ જ તેજ હોયછે. બીજી તરફ જો તમારા અંગૂઠા પર તલ છે, તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો. અંગૂઠા પર તલ ધરાવતા લોકો ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી માનવામાં આવે છે.
તર્જની આંગળી પર તલ
તર્જની આંગળી પર તલ એટલે કે, અંગૂઠા અને મધ્ય આંગળીની વચ્ચેની આંગળી પર તલ હોવાનો અર્થ એ છે કે, તમારી પાસે ઘણા પૈસા હોય શકે છે, પરંતુ તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે, કહેવાય છે કે જેની તર્જની પર તલ હોય છે, તેમના દુશ્મનો વધારે હોય છે.
શરીર પર તલ
જો તમારા શરીર પર પણ તલ છે, તો તમારે તમારા વ્યક્તિત્વ વિશે આ ખાસ વાતો પણ જાણવી જોઈએ. શરીરના અલગ-અલગ ભાગો પરના તલ અલગ-અલગ વસ્તુઓ દર્શાવે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
